Home /News /business /ITR ફાઈલ નથી કરતા પણ લોનની જરૂરિયાત છે તો શું કરવું? ચિંતા કરશો નહિ આ રીતે મળશે લોન

ITR ફાઈલ નથી કરતા પણ લોનની જરૂરિયાત છે તો શું કરવું? ચિંતા કરશો નહિ આ રીતે મળશે લોન

જો તમારી પાસે FD અથવા મ્યુચ્યુઅલ ફંડ છે, તો તમે તેની સામે પણ લોન લઈ શકો છો.

લોન આપતા પહેલા બેંક ઘણા દસ્તાવેજો જુએ છે, જેમાંથી ITR મહત્વપૂર્ણ છે. આ સિવાય તે તમારા પગાર અથવા આવકનો પુરાવો પણ જુએ છે. જેઓ નોકરી કરતા નથી, તેમના માટે આ દસ્તાવેજ ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.

    Loan without ITR: જ્યારે તમે લોન માટે અરજી કરો છો ત્યારે બેંક કેટલાક દસ્તાવેજો તપાસે છે. જેમાંથી એક આઈટીઆર છે. આનાથી બેંકને ખબર પડે છે કે તમે લોન ચૂકવવા માટે સક્ષમ છો કે નહીં. હવે પગારદાર વ્યક્તિ સરળતાથી ITR આપી શકશે. જે લોકો કામ કરતા નથી અથવા જેમનો પગાર ટેક્સના દાયરામાં નથી આવતો, તેઓ ITR ભરતા નથી તેમના માટે આ દસ્તાવેજ આપવાનું થોડું મુશ્કેલ છે.

    આ  પણ વાંચોઃ RR Kabel IPO: રુપિયા તૈયાર રાખજો, આ કંપની લાવી રહી છે તગડી કમાણીનો મોકો

    આવી સ્થિતિમાં લોન માટે અરજી કરવી અને બેંકમાંથી લોન મેળવવી પણ તેમના માટે મુશ્કેલ કામ છે. જો તમે પણ ITR આપી શકતા નથી પરંતુ તમને લોનની જરૂર છે તો ગભરાશો નહીં. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે બેંકમાંથી લોન મેળવી શકો છો.

    આ પણ વાંચોઃ Tataના આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની બલ્લે બલ્લે, રુ.10 હજારના બની ગયા રુ.13 લાખ

     વ્યક્તિગત લોન


    તમારે આ લોન પર કઈ પણ ગીરવે રાખવાની જરૂર નથી. આ લોન સંપૂર્ણપણે તમારી આવક અને KYC વિગતો પર આધારિત છે. જો બેંકને લાગે છે કે તમારી આવક સ્થિર છે અને તમે પહેલા ક્યારેય લોન ચૂકવવામાં ડિફોલ્ટર નથી થયા, તો બેંક તમને લોન આપશે. તમારે ફક્ત બેંકને ખાતરી આપવી પડશે કે તમે લોન ચૂકવી શકશો. જો તમારી પાસે સેલેરી એકાઉન્ટ છે તો એ તમારા માટે ફાયદારૂપ સાબિત થશે.

    આ પણ વાંચોઃ શાકભાજીની ચોરી અટકાવવા ખેડૂત ભાઈઓએ આઇડિયા કર્યો અને હવે થાય છે લાખોમાં કમાણી

    રોકાણ સામે લોન


    જો તમારી પાસે FD અથવા મ્યુચ્યુઅલ ફંડ છે, તો તમે તેની સામે પણ લોન લઈ શકો છો. બેંકો આ લોનમા ઓછું જોખમ માને છે. જો તમે તમારા કોઈપણ રોકાણ સામે લોન માટે અરજી કરો છો, તો તમારી લોન પાસ થવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે.

    આ પણ વાંચોઃ શેરબજારમાં મલ્ટિકેપ MFના ફેવરિટ આ શેર્સ, જો તમારા પોર્ટફોલિયોમાં હશે તો લીલાલહેર

    કોઈ બીજા સાથે અરજી કરો


    તમે સહ-અરજદારને તમારી સાથે લોન માટે અરજી કરવા માટે કહી શકો છો. જો તેમની પાસે ઇનકટ પ્રૂફ અને ITR હશે તો તમારું કામ ઘણું સરળ બની જશે. જો તમે સહ-અરજદાર સાથે લોન માટે અરજી કરો છો, તો બેંક બંને લોકોના પગારને સંયોજિત કરશે અને તમને વધુ લોન મળવાની શક્યતાઓ વધી જશે.


    નાની લોન માટે અરજી કરો


    જો તમારી પાસે ITR કે આવકનો કોઈ પુરાવો ન હોય તો બેંકમાંથી લોન મેળવવી મુશ્કેલ છે પરંતુ ઓછી રકમની લોન હજુ પણ પાસ કરવામાં આવે છે. એટલા માટે મોટી રકમની લોનને બદલે નાની લોન માટે પ્રયાસ કરો. નાની લોન માટે મંજૂરીનો સમય પણ ઘણો ઓછો છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Bank loan, Documents, ITR filing

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन