આ સરકારી સ્કીમમાં પૈસા રોકીને મહિને 60 હજાર સુધીની કમાણી કરી શકો

પ્રતિકાત્મક તસવીર

NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ, જે બચત માટેનો સૌથી લોકપ્રીય વિકલ્પ છે. 1 મે, 2009ના રોજ તેને ખાનગી અને અસંગઠિત સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી.

 • Share this:
  નવી દિલ્હી : મ્યુચ્યૂઅલ ફંડ્સ (Mutual Funds)માં સંકટ ઘેરું બનતા હવે તમામ લોકો સુરક્ષિત રોકાણ તરફ વળ્યાં છે. નાણાકીય સલાહકારો (Investment Advisers) કહે છે કે જો તમે એક ખાનગી કંપનીમાં કામ કરો છો તો તમે ફ્લેટ અને બે બાળકોના અભ્યાસ માટે રોકાણ કરી લીધું હશે. પરંતુ જો નિવૃત્તિ (Retirement Planning) અંગે વિચાર કરશો તો સરકારની એનપીએસ (National Pension System) કંપની આ સમસ્યાનું સમાધાન લાવી શકે છે. કારણ કે આના માધ્યમથી તમે મહિને 60 હજાર રૂપિયા સુધીની વ્યવસ્થા કરી શકો છો. સાથે જ એક રકમ પણ મળશે. જેનો એક હિસ્સો ખર્ચ કરીને તમે નાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.

  શું છે NPS?

  NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ, જે બચત માટેનો સૌથી લોકપ્રીય વિકલ્પ છે. 1 મે, 2009ના રોજ તેને ખાનગી અને અન-ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. જેના બે કરોડ સબ્સક્રાઇબર્સમાંથી 44 લાખ ખાનગી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. હકીકતમાં આ પેન્શન સેવિંગ સ્કિમ છે જે ભવિષ્યમાં સુરક્ષા પૂરી પાડે છે. હવે સવાલ એ થાય કે એનપીએસ અંતર્ગત મહિને 60 હજાર રૂપિયાની કમાણી માટે કઈ રીતે પ્લાનિંગ કરી શકાય.

  મહિને કેવી રીતે 60 હજાર મેળવશો : અહીં તમામ ગણતરી એ આધાર પર કરવામાં આવી છે કે આ યોજના અંતર્ગત તમે 35 વર્ષના ઉંમરથી જોડાયેલા હોય. એનપીએસ અંતર્ગત દર મહિને 10,500 રૂપિયાનો રોકાણ કરવું પડશે. રોકાણ 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેશે.

  તમારા તરફથી કુલ રોકાણ 31.50 લાખ રૂપિયા હશે. નેશનલ પેન્શન સિસ્ટમમાં કુલ રોકાણ પર અંદાજિત રિટર્ન 10 ટકા વાર્ષિક ધોરણે માનીએ તો કુલ કૉપર્સ 1.38 કરોડ રૂપિયા થાય.

  આ પણ વાંચો :  લૉકડાઉન 2.0 : જાણો આજથી કઈ કઈ દુકાનો ખોલી શકાશે, કઈ સેવા બંધ રહેશે

  આમાથી 65 ટકા રકમથી તમે એન્યુટી ખરીદો છો તો આ કિંમત 90 લાખ થાય છે. એન્યુટી રેટ 8 ટકા હોય તો 60ની ઉંમર પછી મહિને આશરે 60 હજાર પેન્શન બનશે. સાથે જ અલગથી 48 લાખ રૂપિયાનું ફંડ પણ ખરું જ .

  એન્યુટીથી પેન્શન નક્કી થાય છે : એન્યુટી તમારા અને વીમા કંપની વચ્ચેનો કરાર હોય છે. આ કરાર અંતર્ગત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) યોજનામાં ઓછામાં ઓછી 40 ટકા રકમ એન્યુટી ખરીદવી જરૂરી હોય છે. આ રકમ જેટલી વધારે હશે, પેન્શનની રકમ એટલી જ વધારે હશે.

  NPSનો લાભ કોણ લઈ શકે : નેશનલ પેન્શન સિસ્ટમમાં 18 થી 60 વર્ષની ઉંમર વચ્ચે આવતી કોઈ પણ પગારદાર જોડાઈ શકે છે.  પાકતી મુદત પહેલા આવી રીતે પૈસા કાઢી શકો :

  નેશનલ પેન્શન સ્કીમમાં ત્રણ પરિસ્થિતિમાં અંશદાતા પૈસા કાઢી શકે છે. પ્રથમ રિટાયરમેન્ટ. બીજી અંશદાતાની મોત પર, ત્રીજી મેચ્યુરિટી પહેલા પૈસા કાઢી શકો છો. આંશિક નિકાસ માટે અમુક શરતોનું પાલન કરવું પડશે.

  એનપીએસ સરકાર-પ્રાયોજિત પેન્શન સ્કીમ છે. આ સ્કીમને 2004માં કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. 2009માં તમામ લોકો માટે તેને ખોલી દેવામાં આવી હતી. નોકરી દરમિયાન કર્મચારી આ સ્કીમમાં અંશદાન કરી શકે છે.

  મેચ્યોરિટી પહેલા પૈસા કાઢવા માટે જરૂરી છે કે ખાતું 10 વર્ષ જૂનું હોય. પેન્શનની રકમમાંથી ઓછામાં ઓછી 80 ટકા રકમ એન્યુટી ખરીદવા માટે લગાવવી પડશે. આનાથી અંશદાતાનું પેન્શન બનશે. બાકીની રકમને એક સાથે કાઢી શકાય છે.

  આ પણ વાંચો :  PM મોદીએ રમઝાનની શુભકામના પાઠવી, કહ્યું - આપણે કોરોના સામે જંગ જરુર જીતીશું

  જમા થયેલા પેન્શન પર દાવો કરવા માટે એનપીસીએસના ખાતાધારકે ફોર્મ 302 ભરવું પડશે. આ ફોર્મ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો ભરે છે. જેમાં વ્યક્તિગત માહિતી, એનપીએસ ખાતાની સંખ્યા, નિકાસનું વર્ણન, એન્યુટીનો વિકલ્પ અને બેંકની વિગત આપવી પડશે. અંશદાતાના મોતના મામલામાં નૉમિનેશન માટે ફૉર્મમાં એનેક્ચર જોડાયેલું હોય છે.

  કયા દસ્તાવેજનો જરૂર પડશે?

  એનપીએસમાંથી પૈસા કાઢવા માટે પાન કાર્ડ, કેન્સલ ચેક, એનપીએસથી મળથી રકમ પ્રાપ્તિનો સ્વીકાર કરતી રસીદ, ઓળખ અને સરનામાનો પુરાવો જરૂરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: