આ મહિને કરી લો આ કામ, આખુવર્ષ મળતો રહેશે મોટો નફો

 • Share this:
  નવા ફાયનાન્શિયલ વર્ષ 2018-19ની શરૂઆત થઈ ચુકી છે. ગત વર્ષની જેમ આ વર્ષે તમને સારૂ રિટર્ન મળશે તે મોટો પ્રશ્ન છે. આના પર એક્સપર્ટ કહે છે કે, વર્ષના શરૂઆતમાં તમારે તમારા પોર્ટફોલિયોની સમીક્ષા જરૂર કરવી જોઈએ. મતલબ સ્પષ્ટ છે કે, તમે તમારા જે પણ ફંડમાં એસઆઈપી કરી તેના રિટર્ન્સને ચેક કરવું જોઈએ. આવું કરવાથી તમે અગામી વર્ષમાં પણ સારૂ રિટર્ન મેળવી શકો છો. તો જોઈએ કેવી રીતે અને શુ કરવું જોઈએ.

  1 - પહેલું કામ
  દરેક મ્યુચ્યુઅલ ફંડસ્કીમનું બેંચમાર્ક હોય છે. તમારે હંમેશા તમારી સ્કીમની પરફોમન્સ તેના બેંચમાર્ક સાથે તુલના કરી જોવી જોઈએ. સ્કીમની પર્ફોમન્સની તુલના બેંચમાર્ક સાથે કરવાથી તમને તમારી સ્કીમની પર્ફોમન્સનો સારો આઈડીયા મળશે. જો સ્કીમે પોતાના બેંચમાર્કને પૂરો કર્યો હોય તો તેનો મતલબ છે કે ફંડે સારૂ પ્રદર્શન કર્યું છે. જો સ્કીમ બેંચમાર્કને સારા એવા માર્જિનથી પૂરૂ કરે છે તો ખબર પડે છે કે, ફંડ મેનેજરની સ્ટોક ઓળખવાની સ્કીલ સારી છે.

  2 - બીજુ કામ
  તમારા મ્યુચ્યુઅલ ફંડે બેંચમાર્ક કરતા સારૂ પ્રદર્શનો કર્યું, પરંતુ શું એ બરોબર છે? જરૂરી નથી કે, તમારે તમારી સ્કીમનું પ્રદર્શન કેટેગરી સાથે પણ કમ્પેયર કરવું પડશે. તમે કેટેગરીની એવરેજ રિટર્ન્સ જોઈ શકો છો અને જાણી શકો છો કે, તમારૂ ફંડ એવરેજ પરફોર્મરથી સારૂ છે. તમે તમારા ફંડનું કેટેગરીમાં પ્રદર્શન કેટલાક મજબૂત પીયર્સ સાથે કંપેયર કરીને પણ જાણી શકો છો.

  3 - ત્રીજુ કામ
  માની લઈએ કે, તમારા ફંડનું પ્રદર્શન કેટેગરીની એવરેજ પરફોર્મરથી ઉપર છે, પરંતુ શું તે પ્રોફિટ આપવાવાળું છે? તમે ફંડના પોર્ટફોલિયો પર નજર નાખી તેનો જવાબ જાણી શકો છો. પોર્ટફોલિયોના સ્ટોક પર ખાસરીતે ધ્યાન આપો. શું ફંડના મેનેડેટ અનુસાર છે? શું સ્ટોક પોર્ટફોલિયો તમારી રિસ્ક પ્રોફાઈલ સાથે મેચ કરે છે

  4 - ચોથુ કામ
  તમે તમારા ફંડના જરૂરી રેશિયો પર પણ નજર રાખી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ્સ એક્સપર્ટ્સ મોટાભાગે સ્ટાડર્ડ ડેવિએશન, શાર્પ રેશિયો, સોર્ટિનો, મીન, એલ્પા, બીટા... જેવા રેશિયો ફોલો કરે છે. તમે આ રેશિયોના બેસિક ફંક્શન સમજી શકો છો અને કોઈ સ્કિમના રેશિયોના પીયર્સ સાથે કંમ્પેરકરી શકો છો.
  Published by:kiran mehta
  First published: