Home /News /business /એવું જરૂરી નથી કે લોન લેવા મિલકત જોઈએ, મ્યુચ્યઅલ ફંડ જેવી ડિજિટલ અસેટ પણ લોન અપાવી શકે, જાણો કઈ રીતે

એવું જરૂરી નથી કે લોન લેવા મિલકત જોઈએ, મ્યુચ્યઅલ ફંડ જેવી ડિજિટલ અસેટ પણ લોન અપાવી શકે, જાણો કઈ રીતે

મ્યુચ્યુઅલ ફંડ એકમો સામે લોન ઓવરડ્રાફ્ટ સુવિધાના સ્વરૂપમાં આપવામાં આવે છે.

Mutual Fund Loan: ગ્રાહકો લોન મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ જેવી ડિજિટલ મિલકતોનો સરળતાથી લાભ લઈ શકે છે. એટલે કે હવે તમે મ્યુચ્યુઅલ ફંડ પર સરળતાથી લોન લઈ શકો છો.

Mutual Fund Loan: લોકો મોટાભાગે મિલકત, ખેતીની જમીન, સોનું અથવા વાહનો જેવી કોલેટરલ સામે લોન લે છે. પરંતુ જેમ જેમ ડિજિટાઇઝેશન વધી રહ્યું છે, તેમ ગ્રાહકો લોન મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી ડિજિટલ મિલકતોનો સરળતાથી ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે હવે તમે મ્યુચ્યુઅલ ફંડ પર સરળતાથી લોન લઈ શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ એકમો સામે લોન ઓવરડ્રાફ્ટ સુવિધાના સ્વરૂપમાં આપવામાં આવે છે અને ક્રેડિટ તરીકે મેળવેલી રકમ પર વ્યાજ વસૂલવામાં આવે છે. આ કિસ્સામાં લોનની રકમ મોટાભાગે લોન સામે ઉપયોગમાં લેવાતા મ્યુચ્યુઅલ ફંડ એકમોના મૂલ્ય પર આધારિત છે.

આ પણ વાંચો:હવે લોકોની બલ્લે બલ્લે! દરેક બિલ્ડિંગમાં વીજળી અને પાણીની જેમ મળશે નેટવર્ક કનેક્ટિવિટી

કેવી રીતે અરજી કરવી


રોકાણકાર બેંક અથવા નાણાકીય સંસ્થામાં તેના મ્યુચ્યુઅલ ફંડ એકમો સામે લોન માટે અરજી કરી શકે છે. કોઈપણ બેંક અથવા નોન-બેંકિંગ નાણાકીય કંપની (NBFC) નો સંપર્ક કરીને ઇક્વિટી અથવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોન લઈ શકે છે. તે ઓનલાઈન અથવા ઓફલાઈન મોડ પર લઈ શકાય છે,

લોનની રકમ અને વ્યાજ દરો


રોકાણકારને ઉપલબ્ધ લોનની રકમ મ્યુચ્યુઅલ ફંડની શ્રેણીને આધીન છે જેમાં તેણે રોકાણ કર્યું છે અને તે સામાન્ય રીતે પ્રવર્તમાન નેટ એસેટ વેલ્યુ (NAV) ની ટકાવારી છે. ડેટ ફંડના કિસ્સામાં, તે NAV ના 75-80% સુધીની છે. વ્યાજ દર કે જેના પર લોન ચૂકવવાની છે તે પણ ધિરાણકર્તા અને બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અને શરતોને આધીન છે.

આ પણ વાંચો:FD દ્વારા કરી થશે સારામાં સારી કમાણી, આ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કરશે તમારી સંપૂર્ણ મદદ

ટેક્નોલોજીએ લોકોનું જીવન બદલી નાખ્યું છે. CNBC TV18 સાથે વાત કરતાં, FinSireના સહ-સ્થાપક અને CEO શ્રેયાંસ નાહરે જણાવ્યું હતું કે, વિવિધ ટચપોઇન્ટ્સ પર આ ડિજિટલ અસેટ ગીરવે મુકવા અને ગીરવે મૂકવાથી તમે બેંકમાંથી લોન અથવા વિવિધ દસ્તાવેજના પુરાવા સાથે વ્યક્તિગત લોન માટે અરજી કરી શકશો. સરખામણીમાં ક્રેડિટ લેવાનું સરળ બને છે.



સૌવથી મોટી વાત એ છે કે, મ્યુચ્યુઅલ ફંડ સામે લોનના કિસ્સામાં એકમોને પૂર્વાધિકાર તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હોવા છતાં રોકાણકારો હજુ પણ ડિવિડન્ડ ચૂકવણીનો ફાયદો ઉઠાવે છે. આ લોન રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ એકમો દ્વારા સુરક્ષિત હોવાથી, તે ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે.
First published:

Tags: Business news, Loan, Mutual fund