મુંબઈ: ઈપીએફ (EPF)માં ફાળો આપનાર દરેક કર્મચારીને 12 આંકડાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (Universal Account Number) આપવામાં આવે છે. જેને UAN તરીકે ઓળખવામાં આવે છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(EPFO) દ્વારા આ નંબર આપવામાં આવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા UANને પ્રમાણિત કરવામાં આવે છે.
કેવી રીતે થાય છે પ્રોસેસ?
ગમે તેટલી નોકરી બદલાવી હોય, કર્મચારીને અપાયેલો UAN ક્યારે બદલાતો નથી. ઇપીએફઓ કર્મચારીને નવો એકાઉન્ટ આઈડી નંબર આપે છે. આ નંબર UAN સાથે લિંક હોય છે. UAN હોય એટલે નવી આઈડી મેળવી શકાય છે. આઈડી બને એટલે તેને UAN સાથે જોડી દેવાય છે.
ઈપીએફઓ દ્વારા ઓનલાઈન UAN જનરેટ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આધાર કાર્ડના મારફતે કર્મચારીઓ તે જનરેટ કરી શકે છે. આ સુવિધાનો લાભ એ લોકો જ લઈ શકે છે, જેનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોય. વન ટાઈમ પાસવર્ડ નાખ્યા બાદ જન્મ તારીખ, નામ સહિતની વ્યક્તિગત જાણકારી જોઈ શકાય છે. ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થયા બાદ UAN જનરેટ થાય છે.
આ જાણવા માટે https://iwu.epfindia.gov.in/eKYC/ ઉપર ક્લિક કરો. ત્યારબાદ Track E-KYC ઉપર ક્લિક કરો. ત્યારબાદ માત્ર UAN નાખો જેનથી UAN લિંક થયો છે કે નહીં તે કન્ફર્મ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર