Home /News /business /

Life Insurance Policy: મૃત્યુ કે મેચ્યોરિટીના કિસ્સામાં વીમાના ક્લેમ કેવી રીતે ફાઇલ કરવા?

Life Insurance Policy: મૃત્યુ કે મેચ્યોરિટીના કિસ્સામાં વીમાના ક્લેમ કેવી રીતે ફાઇલ કરવા?

ઇન્શ્યોરન્સ ક્લેમ

Life insurance claim: મોટાભાગના કિસ્સામાં પોલિસીધારક (Policy holder)ના મૃત્યુ અથવા મેચ્યોરિટી (Maturity)નો સમયગાળો પૂરો થવાની સ્થિતિમાં વીમા પોલિસીનો ક્લેમ કરી શકાય છે.

મુંબઈ. Life insurance claim: જીવનમાં ક્યારે શું થઈ જાય તે નક્કી નથી. જેથી પરિવારની આર્થિક સુરક્ષા (Financial security) માટે લોકો વીમા પોલિસી (Insurance policy) લેવાનું પસંદ કરતાં હોય છે અને પોલિસી લેતા પહેલા જરૂરિયાત, પોલિસીના વિવિધ વિકલ્પ, ખર્ચ અને કવરેજ સહિતના પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. પોલિસી લેવામાં ચીવટ રાખી હોવા છતાં ઘણી વખત વીમાનો ક્લેમ (Claim of Insurance) કરવાની પ્રક્રિયા પર ધ્યાન રહેતું નથી. મોટાભાગના કિસ્સામાં પોલિસીધારક (Policy holder)ના મૃત્યુ અથવા મેચ્યોરિટી (Maturity)નો સમયગાળો પૂરો થવાની સ્થિતિમાં વીમા પોલિસીનો ક્લેમ કરી શકાય છે. જેથી અહીં આ બંને કિસ્સાઓમાં પોલિસીનો ક્લેમ કરવાની પ્રક્રિયા અંગે જાણકારી આપવામાં આવી છે.

મૃત્યુના કિસ્સામાં વીમા પોલિસીનો ક્લેમ કઈ રીતે કરવો? (Life insurance claim after death)

પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં જીવન વીમા પોલિસી ક્લેમ કરવા પોલિસીના નોમિનીની મહત્વની ભૂમિકા રહે છે. નોમિનીએ વીમા કંપનીને જાણ કરવાની હોય છે. પરિવાર વતી મૃતકના નજીકના સગા કે વીમા એજન્ટ પણ જાણ કરી શકે છે. વીમાના ક્લેમમાં રકમ સરળતાથી મેળવવા માટે જેમ બને તેમ વહેલી અરજી મોકલવી હિતાવહ છે.

ક્લેમની અરજીમાં મૃત્યુની તારીખ, સમય અને કારણ જેવી માહિતી રહે છે. નોમિનીઓને વીમા દાવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરવાની જવાબદારી પોલિસીના વીમા એજન્ટની રહે છે. અરજી મળ્યા બાદ વીમા કંપની દ્વારા ડોક્યુમેન્ટ માટે અરજદારનો સંપર્ક કરવામાં આવશે. આ દસ્તાવેજોની યાદી નીચે મુજબ છે.

• ક્લેમ માટેનું ભરેલું ફોર્મ

• પોલિસીના ડોક્યુમેન્ટ

• મૃત્યુનું પ્રમાણપત્ર

• અસાઈનમેન્ટ કે રી અસાઈનમેન્ટની ડિડ

• જો પોલિસીમાં કોઈ નોમિની ન હોય અથવા કોઈને સોંપવામાં આવી ન હોય તો ટાઇટલનો કાનૂની પુરાવો.

ઉલ્લેખનીય છે કે, વીમા કંપની મેડિકલ એટેન્ડન્ટનું સર્ટિફિકેટ, હોસ્પિટલ સર્ટિફિકેટ, એમ્પ્લોયરનું સર્ટિફિકેટ, પોલીસ ઇન્કવેસ્ટ રિપોર્ટ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ માંગી શકે છે.

આ પણ વાંચો: Life insurance: તમારા માટે કયો લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન યોગ્ય? જાણો બેસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન વિશે

મેચ્યોરિટીના કિસ્સામાં જીવન વીમા પોલિસીનો દાવો કઈ રીતે કરવો? (Life insurance claim after death Maturity)

મેચ્યોરિટી સમયે જીવન વીમા પોલિસીનો દાવો કરવા પોલિસીધારકને મેચ્યોરિટીની તારીખના ઓછામાં ઓછા બેથી ત્રણ મહિના પહેલા ડિસ્ચાર્જ વાઉચર અને અન્ય વિગતો સાથે માહિતી મોકલવી પડશે. ઉપરાંત પોલિસીધારકે સાક્ષીઓની હાજરીમાં સહી કરેલા ડિસ્ચાર્જ વાઉચર ની સાથે પોલિસી બોન્ડની મૂળ નકલ મોકલવાની રહે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Insurance, LIC, Life Insurance

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन