જો તમારી પાસે ફોર્મ-16 ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તમે ખુદ ગણતરી કરીને તમારી ટેક્ષેબલ ઇન્ક્મની જાણકારી મેળવી આઈટીઆર ફાઈલ કરી શકો છો.
પ્રતિભા શર્મા (ફર્સ્ટ પોસ્ટ, હિન્દી) :
ઈન્ક્મટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ઘણુંખરું તમને ફોર્મ-16ની જરૂરત પડે છે. પરંતુ જો તમારી પાસે ફોર્મ-16 ન હોય તો તમે રિટર્ન કેવી રીતે ફાઈલ કરશો ? જો તમે આ અંગેની મુશ્કેલીમાં હોવ તો અમારી પાસે તેનો ઉકેલ છે.
શું છે ફોર્મ-16?
ફોર્મ-16 ટીડીએસ સર્ટિફિકેટ છે, જે તમારી ટેક્ષબલ ઈન્ક્મ અને ટીડીએસની જાણકારી આપે છે. જો તમારી પાસે ફોર્મ-16 ન હોય તો તમે ખુદ ટેક્ષબલ ઇન્ક્મની ગણતરી કરીને આઈટીઆર ફાઈલ કરી શકો છો.
ટેક્ષબલ ઈન્ક્મ કઈ રીતે ગણશો?
સૌથી પહેલા એક નાણાકીય વર્ષ (ફાઇનાન્શ્યલ યર)ની સેલરી સ્લીપ સાથે નેટ સેલરીનો સરવાળો કરો. જો તમે એક ફાઇનાન્શ્યલ યરમાં એક-બે નોકરી બદલી હોય તો તે તમામ પે-સ્લીપથી ટેક્ષબલ ઈન્ક્મ જોડો.
કઈ રીતે ખબર પડે કેટલો ટેક્સ ચૂકવવો?
એક ફાઇનાન્શ્યલ યરમાં કંપનીએ કેટલો ટીડીએસ કાપ્યો તેની સેલરી સ્લીપથી જાણકારી મેળવી તેની ગણતરી કરો. તમે ટેક્સની આ રકમને ફોર્મ-26 એએસ સાથે સરખાવી શકો છો. જો તમારી સેલેરી સ્લીપ સાથે સરખાવીને જે હિસાબ તમે ટીડીએસનો કર્યો હતો તે ટેક્સ ફોર્મ-26એ એસ સાથે મેચ ન થાય તો તમે આ અંગેની જાણકારી તમારી કંપનીને કરો, તમારી કંપની તમારા ફોર્મ-26 એ એસ માં સુધારો કરી આપશે.
ભાડે રહેતા હો તો એચઆરએ મિસ ન કરશો
ઘણી કંપનીઓ પગારમાં જ હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ)ને સામેલ કરે છે. એચઆરએ કપાતનો દાવો કરવા માટે એડવાન્સમાં ભાડા રસીદ જમા કરાવી દો. જો તમે આવું કરવાનું ભૂલી જશો તો એચઆરએ ડિડક્શનનો ફાયદો તમને નહિ મળે.
તમારી કપાતનો હિસાબ રાખો
ટેક્ષબલ ઈન્ક્મ જાણવા માટે એ જરૂરી છે કે આપ આપનો ટેક્સ બચાવવા માટે જે જરૂરી રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) કરો છો તેનો હિસાબ રાખો। દા.ત., 80સી અંતર્ગત જીવનવીમો, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, 80સી હેઠળ અત્યારે રૂ.1.50 લાખ સુધી મળતી રોકાણ ઉપરની છૂટ. આ ઉપરાંત 80ડી હેઠળ મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, 80ઈ હેઠળ એજ્યુકેશન લોનના વ્યાજ ઉપર મળતી છૂટછાટની ગણતરી કરી હિસાબ રાખો.
આવકનું કોઈ અન્ય સાધન?
નોકરી ઉપરાંત તમારી પાસે આવકનું અન્ય કોઈ સાધન હોય તો તેને ટેક્ષબલ ઈન્ક્મમાં શામેલ કરવાનું ન ભૂલશો। મકાન-દુકાનના ભાડા અથવા ફિક્સડ ડિપોઝિટથી થનારી આવક પણ ટેક્ષબલ ઈન્ક્મનો ભાગ છે.
ટેક્સ રિટર્ન ફાઈલ કરો
ટેક્સ ડિડકશનનો હિસાબ લગાવી તેને ટેક્ષબલ ઈન્ક્મમાંથી બાદ કરો, આ બાદ જે ઈન્ક્મ રહે છે તે રકમ ઉપર તમારે ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર