નવી દિલ્હીઃ અત્યાર સુધી આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા લાંબી અને માથાકૂટવાળી હતી. કરદાતાઓ આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટે લાંબી કતારોમાં રાહ જોતા હતા. પરંતુ હવે તે દિવસો ભૂતકાળ બની ગયા છે. ટેકનોલોજીમાં પ્રગતિના કારણે ઓનલાઇન ફાઇલિંગ એટલે કે ઇ-ફાઇલિંગ ખૂબ સરળ છે. ઈ-ફાઈલિંગ પદ્ધતિના કારણે તમે ઘર અથવા ઓફિસમાંથી આરામથી રિટર્ન ફાઇલ કરી શકો છો. ઇ-ફાઇલિંગની પ્રક્રિયા ખૂબ જ સરળ સ્ટેપ્સથી પૂર્ણ થઈ શકે છે.
ઇ-ફાઇલિંગ એ આવકવેરા રિટર્ન (ITR) ઓનલાઇન સબમિટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રક્રિયા છે. ITR ઇ-ફાઇલિંગ પ્રક્રિયા ઝડપી અને સરળ છે. તેના દ્વારા કોઈના ઘર અથવા ઓફિસથી ફાઈલિંગ અનુકૂળતાથી પૂર્ણ થઈ શકે છે. આ કામ માટે તમારે કોઈને કામે રાખવાની જરૂર નથી. તમે ઇલેક્ટ્રોનિક રૂપે તમારું આઇટીઆર ફાઇલ કરીને પૈસા બચાવી શકો છો. અહીં ઇ-ફાઇલિંગ કરવા અંગે જાણકારી આપવામાં આવી છે.