નવી દિલ્હી: એમ્પ્લોયઝ પ્રોવેડેન્ટ ફંડ (EPF) સબ્સક્રાઇબર્સે તમામ લાભ મેળવવા માટે 31 ડિસેમ્બર પહેલા ઈ-નૉમિનેશનનું કાર્ય પૂર્ણ કરવાનું રહેશે. આવું ન કરવા પર તમને અને તમારા પરિવારને સાત લાખ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. EPFO તરફથી એક નોટિફિકેશન જાહેર કરીને તમામ સબ્સક્રાઇબર્સને ઈ-નૉમિનેશન (e-Nomination) બને એટલું ઝડપથી ફાઇલ કરવાનું કહ્યું છે. જેનાથી ખાતા ધારકની સોશિયલ સિક્યોરિટી તેના પરિવારને મળે તેવી ખાતરી કરી શકાય. EPFO તેના સબ્સક્રાઇબર્સને નિવૃત્તિ પર ફંડ અને પેન્શનનો લાભ (Pension benefits) આપે છે. સબ્સક્રાઇબર્સના મોતના કેસમાં તેના પરિવારને ફેમિલી પેન્શન અને વીમાનો લાભ (Insurance benefits) આપે છે.
ઑનલાઇન નૉમિનેશન આવી રીતે ફાઇલ કરો:
-ડિજિટલ માધ્યમથી EPF નૉમિનેશન ફાઇલ કરવા માટે સબ્સક્રાઇબર્સે EPFOની અધિકૃત વેબસાઇટ (https://www.epfindia.gov.in/site_en/index.php) પર જવાનું રહેશે. જે બાદમાં Services વિકલ્પ પસંદ કરો.
-બાદમાં for Employees વિકલ્પ પર જાઓ.
-જે બાદમાં Member UAN/Online Service પર ક્લિક કરો.
- ત્યારબાદ સબ્સક્રાઇબરને ઑફિશિયલ મેમ્બર e-SEWA પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામાં આવશે. જ્યાં UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગીન કરી શકાય છે.
- ત્યારબાદ ડ્રોપ ડાઉન મેનૂમાં મેનેજ ટેપ પર જાઓ અને ઈ-નૉમિનેશનની પસંદગી કરો. તેના Yes વિકલ્પની પસંદગી કરો અને ફેમિલી ડિક્લેરેશનને અપડેટ કરો.
- એડ ફેમિલી ડિટેલ્સ પર ક્લિક કરો ને નૉમિનેશન વિગતને પસંદ કરો. અહીં તમે જે તે વ્યક્તિ માટે રકમનો કેટલો હિસ્સો રાખવો છે તેની પસંદગી કરી શકો છો.
- જે બાદમાં સેવ EPF નૉમિનેટ ક્લિક કરો. આગળના પેજ પર ઈ-સાઈન ઑપ્શન પર ક્લિક કરો. તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ પર OTP મોકલવામાં આવશે. જેને દાખલ કરતા જ આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાશે.
જો તમે નૉમિની એડ નથી કરતા તો તમારા પરિવારને સાત લાખ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈપીએફઓના સભ્યના મોત બાદ વીમાની રકમની ચૂકવણી કરવામાં આવે છે. જો સેવા દરમિયાન ઈપીએફ કર્મચારીનું નિધન થાય છે તો નૉમિની અથવા કાયદાકીય રીતે ઉત્તરાધિકારી વીમા માટે ક્લેમ કરી શકે છે. આ સ્કીમ હેઠળ લઘુત્તમ વીમા રાશી અઢી લાખ છે. જ્યારે વીમાની મહત્તમ મર્યાદા સાત લાખ રૂપિયા છે. મતલબ કે નૉમિની સાત લાખ રૂપિયા સુધીની રકમ લઈ શકે છે. વીમાની રકમ સીધી નૉમિનીના ખાતામાં જમા કરવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર