EXplained : ચેકબાઉન્સ થયો કોને કહેવાય અથવા ડીસઓનર એટલે શું? જાણો શું છે એને લગતી કાયદાકીય પ્રક્રિયા

EXplained : ચેકબાઉન્સ થયો કોને કહેવાય અથવા ડીસઓનર એટલે શું? જાણો શું છે એને લગતી કાયદાકીય પ્રક્રિયા
પ્રતિકાત્મક તસવીર

ચેક બાઉન્સ અથવા ચેક રિટર્ન શબ્દ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. પરંતુ તેના મતલબની ઘણાને ખબર નથી.

 • Share this:
  નવી દિલ્હી : ચેક બાઉન્સ અથવા ચેક રિટર્ન શબ્દ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. પરંતુ તેના મતલબની ઘણાને ખબર નથી. આજે અહીં ચેક બાઉન્સ-ડિસઓનર અને કાયદેસર કાર્યવાહી તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 સહિતના પાસાની છણાવટ કરી છે.

  ચેકબાઉસ/ડિસઓનર એટલે શું?  જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા પૈસાની ચુકવણી માટે ચેક આપે છે. ત્યારે ચેક આપવો તે ચુકવણી કરનાર દ્વારા પૈસા ચુકવવાની લેખિત પ્રતિબદ્ધતા છે. હવે આવી સ્થિતિમાં ચેક જમા કર્યા બાદ બેંક કોઈ કારણસર પૈસા આપવાનો ઇનકાર કરી દે, તો તેને ચેક બાઉન્સ અથવા ડિસઓનર કહેવાય છે. બેંક દ્વારા પૈસા ન આપવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. મોટા ભાગના કિસ્સામાં અકાઉન્ટમાં અપૂરતું ભંડોળ એ ચેક બાઉન્સ અથવા ડિસઓનરનું કારણ હોય છે.

  ચેક ડિસઓનરના કિસ્સામાં કયા કયા કાયદેસર પગલાં લઈ શકાય?

  ચેક ડિસઓનરના કિસ્સામાં ચેક ધારક ચેક લખનાર વિરુદ્ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે. સાથે જ રિકવરી માટે સિવિલ કેસ પણ કરી શકે છે.

  આ પણ વાંચો -ભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

  કલમ 138 હેઠળ ચેક લખનાર સામે કેસ નોંધાવાની પ્રક્રિયા શું છે?

  ચેક બાઉન્સ થયો છે, તેવી બેંક તરફથી જાણકારી મળ્યાના 30 દિવસમાં ચેક ધારકને ચેક લખી આપનારને ડિમાન્ડ નોટિસ મોકલવાની રહેશે. જેમાં ચેકમાં લખેલી રકમ નોટિસ મળ્યાના 15 દિવસમાં ચૂકવી દેવા જણાવવાનું રહે છે. જો ચેક લખીઆપનાર નોટિસ મળ્યાના 15 દિવસમાં ચુકવણી કરવામાં નિષ્ફળ જાય, તો આવી ફરિયાદ લેવાનું અધિકારક્ષેત્ર ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી શકાય છે.

  શું ચેક બાઉન્સ ફોજદારી ગુનો છે?

  હા, ચેક બાઉન્સ ફોજદારી ગુનો છે. ચેક બાઉન્સ અથવા ડિસઓનરને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ ફોજદારી ગુનો ગણવામાં આવે છે. જેમાં દંડ અથવા કારાવાસની જોગવાઈ છે.

  નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ કઈ સજા થઈ શકે?

  ચેક લખી આપનાર/ સહી કરનારને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અથવા ચેકની રકમનું બેગણું ચુકવણું કરવું પડે. એટલું જ નહીં બંને સજા એકસાથે પણ થઈ શકે છે.

  આ પણ વાંચો -કમાણી કરવા તૈયાર રહો! અબજોપતિ કરસનભાઇ પટેલની આ કંપની 5,000 કરોડનો IPO લાવશે, વર્ષો પછી ધમાકેદાર વાપસી

  શું ફોજદારી અને સિવિલ કેસ એકસાથે દાખલ કરી શકાય?

  હા. ચેકના ડિસઓનરમાં ફોજદારી અને સિવિલ કેસ એકસાથે દાખલ કરી શકાય છે.

  ગેરેન્ટરના એકાઉન્ટમાંથી સિક્યુરિટી તરીકે આપેલો ચેક પણ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ આવે?

  હા, સિક્યુરિટી ચેક પણ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138ના કાર્યક્ષેત્રમાં આવે છે. તે વ્યક્તિ પોતાની લાયેબિલિટીમાંથી છટકી શકે નહીં.

  ક્યાં સંજોગોમાં ચેક બાઉન્સ ગુનો ગણાતો નથી?

  (1) જ્યારે ચેક એડવાન્સ તરીકે આપવામાં આવ્યો હોય અને ચુકવણી માટે તેની કોઈ કાયદાકીય લાયેબિલિટી ન હોય. (2) ચેક જ્યારે સિક્યુરિટી તરીકે અપાયો હોય. (3) શબ્દો અને આંકડામાં જણાવેલ રકમમાં અસમાનતા હોય. (4) ચેકમાં ફેરફારને ડ્રોઅર દ્વારા પ્રમાણિત કરવું જરૂરી છે. (5) જો ચેક ફાટેલી કે ખરાબ હાલતમાં હોય. (6) જ્યારે ચેક ચેરીટેબલ ટ્રસ્ટને દાન-ભેટ તરીકે અપાયો હોય.

  જો આરોપી ચેકની રકમ જમા કરાવવા માટે તૈયાર હોય તો શું થાય?

  કેસ થયા બાદ ઘણી વખત આવું બનતું હોય છે. જો આરોપી ચોક્કસ તારીખે કોર્ટ દ્વારા આકારણી કરેલી વ્યાજ અને ખર્ચની સાથે ચેકની રકમ ચૂકવવા માટે તૈયાર હોય તો કોર્ટ કાર્યવાહી બંધ કરી શકે છે.

  એકથી વધુ ચેકના ડિસઓનર માટે એક ફરિયાદ પૂરતી છે?

  ના, 3 ચેક ડિસઓનર ચેકના કિસ્સામાં જ સિંગલ ફરિયાદ થઈ શકે. જો 6 ચેક ડિસઓનર થાય તો 2 ફરિયાદ કરવી પડે. આવી રીતે જેમ સંખ્યા વધે તેમ ફરિયાદ વધે.
  Published by:News18 Gujarati
  First published:May 08, 2021, 19:16 pm

  ટૉપ ન્યૂઝ