મુંબઈ: આપણામાંથી મોટાભાગના લોકોએ દરરોજ ફાટેલી નોટોનો સામનો કરવો પડે છે. ઘણી વખત આવી નોટો ગ્રાહકોને બેંકમાંથી જ મળી જાય છે, જ્યારે ઘણી વખત ફાટેલી નોટો બેંકના ATMમાંથી મળે છે. આવી સ્થિતિમાં ગ્રાહક પરેશાન થઈ જાય છે, કારણ કે આવી નોટ ક્યાંય વાપરી શકાતી નથી. આ નોટો ફાટેલી હોવાથી કોઈ તેને સ્વીકારતું નથી. ત્યારે ભારતીય સ્ટેટ બેંકે (SBI) આવી નોટો વિશે મહત્વની માહિતી (How to exchange soiled and mutilated notes?)આપી છે. SBIના ટ્વિટર હેન્ડલ પર એક ગ્રાહકે ફાટેલી નોટો અંગે ફરિયાદ કરી છે. આ અંગે બેંકે જવાબ આપ્યો છે. તો ચાલો જાણીએ SBI એ શું કહ્યું.
SBIએ શું કહ્યું?
ટ્વિટર પર ગ્રાહકોના સવાલના જવાબમાં બેંકે કહ્યું કે, બેંકમાં નોટોની ગુણવત્તા અત્યાધુનિક નોટ સોર્ટિંગ મશીન દ્વારા તપાસવામાં આવે છે. ફાટેલી અથવા આવી ખરાબ નોટો મળવાની શક્યતા નહિવત હોય છે. જો તમને આવી નોટ મળે તો તમે અમારી કોઈપણ શાખામાંથી નોટ બદલી શકો છો.
RBI (Reserve Bank Of India) દ્વારા ફાટેલી નોટો અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબ ગ્રાહકો બેંકમાં જઈને આવી નોટો બદલી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો મુજબ, દરેક બેંકે જૂની અથવા ફાટેલી નોટો સ્વીકારવી પડશે, શરત માત્ર એટલી છે કે તે નકલી ન હોવી જોઈએ. ગ્રાહકો નજીકની બેંક શાખાની મુલાકાત લઈને સરળતાથી નોટો બદલી શકે છે. આ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. વળી, આ માટે તે બેંકના ગ્રાહક હોવું જરૂરી નથી.
એસબીઆઈ આપેલો જવાબ.
બેંક નોટ બદલતા પહેલા તેની કન્ડિશન તપાસે છે
ઉલ્લેખનીય છે કે, નોટ બદલવી કે કેમ તે બેંક પર નિર્ભર કરે છે. આ માટે કોઈ ગ્રાહક બેંકને દબાણ કરી શકે નહીં. બેંક નોટ લેતી વખતે તપાસે છે કે નોટ જાણી જોઈને ફાટી તો નથી, તેમજ આ નોટની હાલત કેવી છે. આ તપાસ્યા બાદ જ બેંક નોટ બદલે છે. જો નોટ નકલી નથી અને તેની સ્થિતિ થોડી સારી છે, તો બેંક તેને સરળતાથી બદલી દે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર