2000 રૂપિયાની ફાટેલી નોટના બદલે બેંક આપે છે આટલા રૂપિયા, જાણો ક્યાં અને કેવી રીતે બદલશો આ નોટ

પ્રતિકાત્મક તસવીર

How to exchange damaged Rs2000 notes- જો તમારી પાસે પણ ફાટેલી નોટ છે તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યાંથી અને કેવી રીતે તમે આ ફાટેલી નોટને ચેન્જ કરી શકો છો

  • Share this:
    નવી દિલ્હી : ફાટેલી નોટના બદલે (How to exchange damaged Rs2000 notes)રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (નોટ રિફંડ) નિયમ 2009માં (Reserve Bank of India)ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નિયમોના મતે નોટની સ્થિતિના આધારે લોકો દેશભરમાં આરબીઆઈ (RBI)કાર્યાલયો અને નામિત બેંક શાખાઓમાં વિકૃત કે દોષપૂર્ણ નોટને બદલાવી શકે છે. જો તમારી પાસે પણ ફાટેલી નોટ છે તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યાંથી અને કેવી રીતે તમે આ ફાટેલી નોટને ચેન્જ કરી શકો છો. બેંક તેના બદલે તમને કેટલા પૈસા પાછા આપે છે.

    અહીં બદલો ફાટેલી નોટ

    તમે તમારી આસપાસ કોઇપણ બેંકની બ્રાન્ચમાં જઈને આ નોટોને બદલી શકો છે. જોકે આ સુવિધા દરેક બેંકમાં ઉપલબ્ધ હોતી નથી. બેંકના કર્મચારી તમારી નોટ બદલવાની ના પાડી શકે નહીં. ભારતીય રિઝર્વ બેંકે (RBI)પણ બધી બેંકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તે ફાટેલી નોટને બદલી આપે. સાથે તેમણે પોતાની શાખાઓમાં આ સુવિધા વિશે બોર્ડ પણ લગાવવાનું છે.

    2000ની ફાટેલી નોટના બદલે કેટલા રૂપિયા મળે

    RBIના નિયમો પ્રમાણે નોટ કેટલી ફાટેલી છે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે કે કેટલા રૂપિયા મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આધિકારિક વેબસાઇટ પર રહેલી જાણકારી પ્રમાણે 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર (cm)હોવા પર પૂરા પૈસા મળશે. જ્યારે 44 વર્ગ cm પર અડધા જ પૈસા મળશે.

    આ પણ વાંચો - અદાણી ગ્રૂપને ફટકો, SEBIએ અદાણી વિલ્મરના આઈપીઓ પર લગાવી રોક, જાણો કારણ

    બેંક નથી લેતું કોઇ ફી

    ફાટેલી નોટના બદલે બેંક તમારી પાસે કોઈ પ્રકારની ફી લઇ શકે નહીં. આ સર્વિસ બેંક દ્વારા મફત આપવામાં આવે છે. જોકે બેંક એવી નોટોને બદલાવાની ના પાડી શકે છે જે ઘણી ખરાબ હોય કે ખરાબ રીતે સળી ગયેલી હોય. જોં બેંકને શંકા જાય કે નોટને જાણીજોઈને ફાડી નાખવામાં આવી છે તો તેને પણ બદલી આપે નહીં.

    કેટલું રિફંડ મળશે?

    50 રૂપિયા, 100 રૂપિયા અને 500 રૂપિયાની જૂની નોટના પૂરા પૈસા મેળવવા માટે એ જરૂરી રહેશે કે તમારી નોટ બે ભાગમાં હોય. જેમાંથી એક ભાગ 40 ટકા કે તેનાથી વધારે ક્ષેત્રને કવર કરતો હોય.
    Published by:Ashish Goyal
    First published: