સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ (SBI) ભારતની સૌથી મોટી સરકારી બેંક છે. આ બેંકનું નેટવર્ક મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી ફેલાયેલું છે. દેશની સૌથી મોટી બેંક તમને પણ કામની કરવાનો મોકો આપી રહી છે. જેમાં તમે દર મહિને 60,000 થી લઈને 70,000 સુધીની કમાણી કરી શકો છો.
આ કોરોનાકાળ આપણને ઘણું બધું શીખવી ગયો છે. જેમાં ઘણા લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી, તો કેટલાકના બિઝનેસ ઠપ્પ થઇ ગયા છે. જેના કારણે તેમને આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે તમારી આ મુશ્કેલી દૂર કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉકેલ લઈને આવી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે જોડાઈને તમે ATM ફ્રેન્ચાઇઝી (SBI ATM Franchise) લઇ શકો છો.
કેવી રીતે થશે કમાણી?
તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ATM ફ્રેન્ચાઇઝી(SBI ATM Franchise) હોય તો તમને દરેક કેશ ટ્રાન્જેક્શન પર 8 રૂપિયા અને નોન-કેશ ટ્રાન્જેક્શન પર 2 રૂપિયા મળશે. જેમાં વાર્ષિક રોકાણ પર 33-50 ટકા સુધીનું વળતર મળી શકે છે.
ATM ફ્રેન્ચાઇઝી મેળવવા માટેના જરૂરી નિયમો:
જો તમારે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમની ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો તમારી પાસે 50-80 સ્કવેર ફુટ એરિયાની જગ્યા હોવી જરૂરી છે અને બીજા એટીએમથી ઓછામાં ઓછું 100 મીટરનું અંતર પણ હોવું જોઈએ. તે જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર હોવી જરૂરી છે. 24 કલાક વીજળીની સુવિધા પણ હોવી જોઈએ. તમારે એટીએમ ફ્રેન્ચાઇઝી લેવા માટે 2 થી 5 લાખ રૂપિયાની ડિપોઝિટ આપવી પડશે. જે પરત મળવા પાત્ર છે.
ATM ફ્રેન્ચાઇઝી માટે કઈ રીતે એપ્લાય કરવું:
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એટીએમ ફ્રેન્ચાઇઝી કેટલીક કંપનીઓ આપે છે. એટીએમ લગાવનારી કંપનીઓ અલગ હોય છે. તમે તેની ઓફિશ્યિલ વેબસાઈટ પર જઈને તેના વિશે જાણી શકો છો. ભારતમાં એટીએમ લગાવવાનો મુખ્ય કોન્ટ્રાક્ટ Muthoot ATM, India One ATM અને Tata Indicash પાસે છે. હવે તમારે તેના વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે તેમની વેબસાઈટ પર જઈને તેના વિશે ડિટેલમાં માહિતી મેળવી શકો છો.