નોકરી કરતા પણ આગળ જશે આ બિઝનેસ, રોજ થશે રૂ.4000 જેટલી કમાણી
નોકરી કરતા પણ આગળ જશે આ બિઝનેસ, રોજ થશે રૂ.4000 જેટલી કમાણી
પ્રતિકાત્મક તસવીર
કેળાની ચિપ્સનું માર્કેટ સાઈઝ નાની છે, જેને લઈને મોટી કંપનીઓ કેળાની ચિપ્સ નથી બનાવતી. જેના કારણે આ બિઝનેસમાં સારો સ્કોપ છે. અહીં જાણીએ તમે કઈ રીતે આ બિઝનેસ શરુ કરી શકો છો.
નવી દિલ્હીઃ ઘણા લોકોને નોકરી કરતા વ્યવસાયમાં (business) વધુ રસ હોય છે. એમાં પણ કોરોના (coronavirus) કાળના કારણે વ્યવસાયનું મહત્વ વધી ગયું છે. જો તમે પણ કોઈ નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તે બિઝનેસ વિષે તમામ જાણકારીઓ મેળવી લેવી જોઈએ. અમે તમને આજે એક એવા બિઝનેસ વિશે જાણકારી આપવા જય રહ્યા છીએ, જેને શરુ કરીને તમે દરરોજ રૂપિયા 4000 કમાઈ શકો છો. એટલે કે મહિનાના એક લાખ રૂપિયા. આ બિઝનેસ છે કેળાની ચિપ્સ બનાવવાનો. ઉલ્લેખનીય છે કે, કેળાની ચિપ્સ બટાકાની ચિપ્સ કરતા વધુ પોપ્યુલર છે અને લોકો તેને ઉપવાસમાં પણ ખાય છે.
કેળાની ચિપ્સનું માર્કેટ સાઈઝ નાની છે, જેને લઈને મોટી કંપનીઓ કેળાની ચિપ્સ નથી બનાવતી. જેના કારણે આ બિઝનેસમાં સારો સ્કોપ છે. અહીં જાણીએ તમે કઈ રીતે આ બિઝનેસ શરુ કરી શકો છો.
કેળાની ચિપ્સ બનાવવા માટે જરૂરી સમાન
કેળાની ચિપ્સ બનાવવા માટે વિભિન્ન પ્રકારની મશીનરીની જરૂર પડશે. સાથે જ કાચા કેળાં, મીઠું, ખાદ્ય તેલ અને અન્ય મસાલાની પણ જરૂર પડશે. કેટલાક મહત્વના મશીનો અને ઉપકરણોની યાદી.
ક્યાંથી ખરીદવા આ મશીન?
કેળાનો બિઝનેસ શરુ કરવા માટે તમે આ મશીનને https://www.indiamart.com/ અથવા https://india.alibaba.com/index.html પરથી ખરીદી શકો છો. આ મશીનને રાખવા માટે તમારે ઓછામાં ઓછું 4000થી 5000 sq. fitની જગ્યાની જરૂર પડશે. આ મશીન તમને લગભગ 28થી 50 હજાર સુધીમાં મળી રહેશે.
50 કિલો ચિપ્સ બનાવવાનો ખર્ચ
50 કિલો ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 120 કિલો કેળાની જરૂર પડશે. જે તમને લગભગ 1000 રૂપિયામાં મળી રહેશે. સાથે જ તમારે 12થી 15 લીટર તેલની પણ જરૂર પડશે. 15 લીટર તેલ 70 રૂપિયાના હિસાબે 1050 રૂપિયાનું હશે.
ઉલ્લેખનીય છે કે, ચિપ્સ ફ્રાયર 1 કલાકમાં 10થી 11 લીટર ડીઝલ બાળે છે. 80 રૂપિયા પ્રમાણી ગણતરી કરીએ તો 11 લીટર ડીઝલના રૂ. 900 થાય. મીઠા અને મસાલાના મહત્તમ 150 રૂપિયા થાય. તો માત્ર 3200 રૂપિયામાં 50 કિલો ચિપ્સ બનીને તૈયાર થઇ જાય.
એટલે કે એક કિલો ચિપ્સના પેકેટના પેકીંગ કોસ્ટ ઉમેરીને 70 રૂપિયામાં પડશે. જેને તમે આસાનીથી ઓનલાઇન અથવા કરિયાણાની દુકાને 90થી 100 રૂપિયામાં વેચી શકશો.
1 લાખ રૂપિયાનો પ્રોફિટ કમાઈ શકશો
જો 1 કિલોએ 10 રૂપિયાનો નફો આંકીએ તો તમે આસાનીથી દિવસના 4000 રૂપિયા કમાઈ શકો છો. એટલે કે મહિનામાં તમારી કંપની 25 દિવસ કામ કરે તો એક મહિનામાં તમે 1 લાખ રૂપિયા કમાઈ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર