નવી દિલ્હીઃ જો તમારી પાસે વધુ પૈસા (money) નથી, તો ઓછુ રોકાણ કરીને પણ તમે બિઝનેસ (business) શરૂ કરી શકો છો. અહીં એવા બિઝનેસની જાણકારી આપી છે, જેમાં તમે માત્ર રૂ. 10થી 15 હજારનું રોકાણ (Investment) કરીને બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસથી તમે મહિને રૂ. 80 હજારથી 1 લાખની કમાણી કરી શકો છો. આ બિઝનેસ વેસ્ટ મટીરિયલથી (Waste Material) શરૂ કરી શકાય છે. અહીં તે બિઝનેસની તમામ જાણકારી આપવામાં આવી છે.
વેસ્ટ મટીરિયલ બિઝનેસ
વિશ્વભરમાં દર વર્ષે 2 બિલિયન ટન વેસ્ટ મટીરિયલ ઉત્પન્ન થાય છે. ભારતમાં 277 મિલિયન ટનથી વધુ વેસ્ટ ઉત્પન્ન થાય છે, જેને મેનેજ કરવાનું મુશ્કેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વેસ્ટ મેનેજમેન્ટ અંગે અનેક ઈનિશિએટીવ શરૂ કરવામાં આવ્યા છે. અનેક લોકો વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને જ્વેલરી, પેઈન્ટિંગ્સ જેવી અનેક વસ્તુઓ બનાવીને તેનાથી સારી કમાણી કરે છે. રાંચીના શુભમ કુમાર અને બનારસની શિખા સાહ વેસ્ટ મટીરિયલથી બિઝનેસ કરીને લાખોની કમાણી કરી રહ્યા છે.
બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવી?
બિઝનેસ શરૂ કરતા પહેલા તમારા ઘરનો અને આસપાસના ઘરનું વેસ્ટ મટીરિયલ ભેગુ કરો. જો તમે ઈચ્છો તો નગર નિગમ પાસેથી વેસ્ટ લઈ શકો છો, ભંગારવાળા પાસેથી સામાન લઈ શકો છો. અનેક ગ્રાહક વેસ્ટ મટીરિયલ પ્રોવાઈડ કરે છે, જેની પાસેથી તમે ખરીદી શકો છો. તે વેસ્ટ લઈને તેને સાફ કરીને, ડિઝાઈન અને કલર કરી લો. તમે વાંસનું ટૂથબ્રશ બનાવી શકો છો, જેની એમેઝોન પર રૂ. 70 ની આસપાસ કિંમત છે. તે સિવાય ગ્લાસ, લાકડાના ક્રાફ્ટ, કિટલી, જેવો ડેકોરેશનનો સામાન બનાવી શકો છો. ઓફલાઈન અથવા ઓનલાઈન ઈ-કોમર્સ કંપની એમેઝોન કે ફ્લિપકાર્ટ પર વેચી શકો છો.
શુભમ વાર્ષિક 10 લાખની કમાણી કરે છે
શુભમ કબાડી ડોટકોમ સ્ટાર્ટઅપ ચલાવે છે. તેમણે સૌથી પહેલા એક રિક્ષા અને ત્રણ લોકો સાથે મળીને ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્ટ કરવાનું કામ શરૂ કર્યું. તેની કંપનીનું મહિને 8થી 10 લાખ સુધી ટર્નઓવર પહોંચી ગયું છે. શુભમે જણાવ્યું કે મહિને 40થી 50 ટન વેસ્ટ કલેક્ટ કરે છે. બે વર્ષ પહેલા ચાર લોકો સાથે આ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અત્યારે 28 લોકોને રોજગાર મળી રહ્યો છે.
વેસ્ટનું શું કરવામાં આવે છે?
શુભમ વેસ્ટને રિસાયક્લિંગ માટે મોકલે છે. લોખંડ, કાગળ, પ્લાસ્ટિકને અલગ અલગ ફેક્ટરીમાં મોકલીને રિસાયક્લિંગ કરવામાં આવે છે અને ફરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. શિખાએ વેસ્ટ મટીરિયલથી યુનિક વસ્તુઓ બનાવીને તેના બિઝનેસની ઘરેથી શરૂઆત કરી હતી. શિખા સ્ક્રેપશાલા નામની કંપની ચલાવે છે.
શિખા જણાવે છે કે તેમણે રૂ. 15 હજારથી બિઝનેસની શરૂઆત કરી. નગર નિગમ પાસેથી વેસ્ટ લઈને સફાઈ કરવામાં આવતી અને ડિઝાઈન કરીને કલર કરવામાં આવતો, ત્યાર બાદ નવી ડિઝાઈન સાથે તેને બજારમાં વેચી દેતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર