Home /News /business /

FACEBOOK: જાણો કઈ રીતે તમે ફક્ત ફેસબુકના માધ્યમથી જ કરી શકો છો મોટી કમાણી

FACEBOOK: જાણો કઈ રીતે તમે ફક્ત ફેસબુકના માધ્યમથી જ કરી શકો છો મોટી કમાણી

ફેસબુકથી કરો કમાણી (પ્રતીકાત્મક તસવીર)

Earn from Facebook: મોટાભાગના દરેક લોકો ફેસબુક ફેન પેજ અને તેના વપરાશ વિશે માહિતગાર હોય છે. ફેસબુક પેજ દ્વારા નીચે જણાવેલ કેટલીક રીત દ્વારા તમે કમાણી કરી શકો છો.

મુંબઈ: સોશિયલ મીડિયા (Social media) એપ ફેસબુક (Facebook)ની પોપ્યુલારિટી હવે કોઈ સિક્રેટ નથી. ફેસબુક સોશિયલાઈઝેશન અને કોમ્યુનિકેટ કરવા માટે સાથે જ લોકોને એકબીજાથી કનેક્ટેડ રાખવા માટે ખૂબ પોપ્યુલર છે. આ જાણીતી એપ્લિકેશન વૈશ્વિક સ્તરે પોતાના યૂઝર્સને તેમની ફેસબુક વોલ પર ટેક્સ્ટ, ફોટોઝ, વીડિયો અને ઓડિયો કન્ટેન્ટ પોસ્ટ કરવાની સુવિધા આપે છે. શું તમે જાણો છો કે ફેસબુકના માર્કેટિંગ કેમ્પેઈન (Facebook marketing campaign), ફેન પેજ અર્નિંગ (Facebook fan page earnings) અને ફેસબુક માર્કેટપ્લેસ (Facebook market place) દ્વારા તમે સારી કમાણી પણ કરી શકો છો. તમે ફેસબુક દ્વારા કઈ રીતે કમાણી (Earning from Facebook) કરી શકો છો તે જાણવા માટે આર્ટિકલને અંત સુધી વાંચો.

ફેસબુક પેજ દ્વારા કઈ રીતે કમાણી કરી શકાય

મોટાભાગના દરેક લોકો ફેસબુક ફેન પેજ અને તેના વપરાશ વિશે માહિતગાર હોય છે. ફેસબુક પેજ દ્વારા નીચે જણાવેલ કેટલીક રીત દ્વારા તમે કમાણી કરી શકો છો. શું છે આ વિવિધ રીતો આવો જોઈએ.

1) ફેસબુક લાઈક્સના દ્વારા

આજકાલ લોકોમાં સોશિયલ મીડિયા સાઈટ્સ પર વધુ લાઈક મેળવવાની ધેલછા રાખે છે. લોકો વધુ લાઈક મેળવવાના એટલા શોખીન છે કે પોતાની પોસ્ટ પર વધુ લાઈક મેળવવા માટે તે પૈસા પણ ખર્ચવા તૈયાર થઈ જાય છે. આ માધ્યમથી કમાણી કરવા માટે તમારી પાસે ફેસબુક લાઈક જનરેટ કરવા માટેનો અનુભવ હોવો જરૂરી છે. આવું કરવા માટે ઓનલાઈન ફ્રી અને પેઈડ ટૂલ્સ પણ ઉપલબ્ધ હોય છે.

2) સ્પોન્સર્ડ પોસ્ટ શેર કરી

જો તમારી પાસે ફેસબુક પર લાઈક્સની એક મોટી સંખ્યા અને મોટી ફોલોવિંગ છે તે તમારા ફેસબુક પેજ પર તમે બિઝનેસ અંગેની જાહેરાત અથવા વ્યક્તિ વિશોનું પ્રમોસન કરીને પણ કમાણી કરી શકો છો. માનીલો કે તમારી પાસે વર્ડપ્રેસ ટ્યુટોરિયલ (Wordpress Tutorials) નામનું ફેનપેજ છે, જેના પર ઘણાબધા ફોલોઅર્સ પણ છે, આવામાં વર્ડપ્રેસ ડેવલપમેન્ટ (Wordpress Development)નું વેચાણ કરતી બિઝનેસ એજન્સીઓ તમારા પેજ પર પોતાની જાહેરાત પ્રસિદ્ધ કરવા માટે તમને પૈસા ચૂકવી શકે છે. જો તમારી પાસે સારી ફોલોવિંગ હોય તો આ માધ્યમથી તમે સારી કમાણી કરી શકો છો.

3) અફિલિએટ માર્કેટિંગની લિન્ક સાથે કોન્ટેન્ટ પોસ્ટ કરી

અમેઝોન, ફ્લિપકાર્ટ, વિકમિશન અને મેકમાયટ્રીપ જેવી સાઈટ્સ પોતાના પ્રોડક્ટ્સનું વેચાણ કરવા માટે અફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામ્સની મદદ લેતી હોય છે. આ રીતે અફિલિએટ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ એક સાથે કરી શકાય છે. આ રીતે કમાણી કરવા માટે બસ તમારે આમાંથી કોઈ અફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. ત્યાર બાદ પ્રોડક્ટ અથવા સર્વિસની લિન્ક તમારા પેજ પર પોસ્ટ કરી તમે સરળતાથી કમાણી કરી શકો છો.

આ પણ વાંચો: Business Ideas: ખૂબ ઓછા ખર્ચમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે બે લાખ રૂપિયા સુધીની કમાણી

4) ફેનપેજ પર ઑફરોની જાહેરાત દ્વારા

જો તમારી પાસે કોઈ બિઝનેસ અથવા બ્રાન્ડનું ફેનપેજ હોય તો ડિસ્કાઉન્ટ, સેલની ઓફરો અને કુપનો અંગેની જાહેરાત કરવાનું આ એક શ્રેષ્ઠ માધ્યમ છે. ફેસબુક ફેન પેજમાં એક ઓપ્શન ઉપલબ્ધ હોય છે જેની મદદથી તમે આવી ઓફર જનરેટ કરી તેના વિશેની માહિતી આપી શકો છો. આવું કરવાથી તમારી પોસ્ટ લાખો લોકો સુધી પહોંચશે. લોકો આવી વસ્તુઓ ખૂબ પસંદ કરે છે અને આમાં તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કામ કરવાની બાબત પણ શામેલ છે.

5) ઈન્ફ્લુએન્સર માર્કેટર બની

અહીં તમારે મોટાભાગે ફક્ત સ્પોન્સર્ડ જાહેરાતો જ પોસ્ટ કરવાની છે. કોઈ પણ બિઝનેસ અથવા માર્કેટ એજન્સી જે તમારી સાથે કામ કરવા માંગે છે તેના તમે ઈન્ફ્લુએન્સર બની શકો છો. એક ઈન્ફ્લુએન્સર તરીકે તમારે પ્રોડક્ટ કે સર્વિસને નહી પણ પણ બ્રાન્ડ અથવા આઈડિયોલોજીને પ્રમોટ કરવાની હોય છે. માત્ર મોટી સંખ્યામાં ફોલોવર ધરાવતા હોવાથી જ તમે એક સફળ ઈન્ફ્લુએન્સર નહી બની જાઓ. બની શકે છે કે તમે જે બિઝનેસ અથવા આઈડિયા વિશે પોસ્ટ કરી રહ્યાં છો તમારા ફોલોવર્સના વિચાર તેનાંથી વિપરિત પણ હોય.

આ પણ વાંચો: દેશમાં ટ્રેન્ડમાં ચાલી રહ્યાં છે આ 10 બિઝનેસ, આવી રીતે કરો શરૂઆત

6) તમારા ફોનપેજને વેચીને

સાંભળીને કદાચ વિચિત્ર લાગ્યું હશે, પણ ખરેખર આ શક્ય છે. અસલમાં કેટલાક લોકો ફેનપેજ એટલા માટે જ બનાવે છે કે તેના પર રોજ પોસ્ટ કરી વધુ લાઈક અને ફોલોવર્સ મેળવી પછી તેને વેચી શકે અને લાઈક તથા ફોલોવરની સંખ્યા પ્રમાણે તેની કિંમત મેળવી શકે. ઓનલાઈન એવા ઘણા બઘા પ્લેટફોર્મ છે જ્યાં ફોસબુક ફેનપેજની હરાજી કરવામાં આવે છે. લોકો ફેનપેજ બનાવવા અને તેને પોપ્યુલર બનાવવા માટે પોતાનો સમય ફાળવે છે જેથી આ ફેનપેજને વેચીને સારી કમાણી કરી શકાય.

ફેસબુક ગ્રુપ્સ, ફેસબુક માર્કેટ પ્લેસ, ફેસબુક અકાઉન્ટ વેચીને અને ફેસબુક એડ્સ જેવા માધ્યમથી પણ તમે કમાણી કરી શકો છો. ફેસબુક પોતાની પોપ્યુલારિટી અને યૂઝરને ધ્યાનમાં રાખીને નવા નવા ફિચર્સ લોન્ચ કરતુ જ રહે છે. આ ફીચર્સની મદદથી યૂઝર્સને પણ બેટર એક્સપિરીયન્સ મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર