Home /News /business /Earn money: મોબાઈલમાં મેસેજ મેળવીને આવી રીતે કમાઈ શકો છો પૈસા
Earn money: મોબાઈલમાં મેસેજ મેળવીને આવી રીતે કમાઈ શકો છો પૈસા
એસએમએસથી કરો કમાણી (પ્રતીકાત્મક તસવીર)
Earn money: ટેક્સ્ટ મેસેજ (SMS) વડે મોબાઈલથી પૈસા કમાવવા કેવી રીતે શક્ય છે? તે સવાલ બધાના મનમાં ઉઠે છે. તમે ઘણી વખત ઇન્ટરનેટ, ટીવી, અખબારો, રેડિયો, હોર્ડિંગ્સ વગેરે જેવા પ્રચાર માધ્યમથી કંપની તમારા સુધી પહોંચી રહી હોવાનો અનુભવ કર્યો હશે.
મુંબઈ: આજના સમયમાં મોબાઈલના કારણે કોમ્યુનિકેશન (Communication) ખૂબ જ ઝડપી અને અસરકારક થઈ ચૂક્યું છે. મોબાઈલ મનોરંજનનું સાધન પણ બન્યું છે. આ સાથે પૈસા કમાવવા (Earn money) માટે પણ મોબાઈલ ઉપયોગી બની શકે છે. તમારા મોબાઇલ ફોનમાંથી કમાણી કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ SMS છે. તમે SMS થકી પણ પૈસા કમાઈ શકો છો. જેથી આજે SMS દ્વારા પૈસા કઈ રીતે પૈસા કમાઈ શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.
મોબાઈલ ફોનથી પૈસા કેવી રીતે કમાઈ શકાય?
કંપનીઓ વેચાણને વધારવા માટે દર વર્ષે જાહેરાતો અને માર્કેટિંગ (Marketing) પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. તેઓ ગ્રાહકોનું ધ્યાન ખેંચવા મેસેજ મોકલે છે. જેમાં તેમની પ્રોડક્ટ ગ્રાહકને કેવી રીતે લાભ આપી શકે છે તે અંગેની જાણકારી હોય છે. કંપનીઓ ટીવી, અખબાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platform) અને મોબાઈલ ફોન દ્વારા ગ્રાહક સુધી પહોંચવા જાહેરાતો પર ખૂબ પૈસા ખર્ચે છે.
SMS મેળવીને પૈસા કેવી રીતે કમાવવા?
ટેક્સ્ટ મેસેજ (SMS) વડે મોબાઈલથી પૈસા કમાવવા કેવી રીતે શક્ય છે? તે સવાલ બધાના મનમાં ઉઠે છે. તમે ઘણી વખત ઇન્ટરનેટ, ટીવી, અખબારો, રેડિયો, હોર્ડિંગ્સ વગેરે જેવા પ્રચાર માધ્યમથી કંપની તમારા સુધી પહોંચી રહી હોવાનો અનુભવ કર્યો હશે. જોકે, તમારા ફોન પર તમને SMS મોકલવા તેમને નિયમ મુજબ પરવાનગી લેવી પડે છે. ગ્રાહકો પાસે મોબાઈલમાં DND (Do not disturb) સર્વિસ સક્રિય કરીને કોઈપણ પ્રમોશનલ જાહેરાતો અથવા મેસેજ પ્રાપ્ત ન કરવાની સત્તા છે. તેથી કંપનીઓ તમને પ્રમોશનલ મેસેજ મોકલવા માંગે અને તમે તેનો સ્વીકાર ન કરો તો કંપની તેમના મેસેજ સ્વીકારવા માટે તમને પૈસા ચૂકવે છે. વર્તમાન સમયે આ માટે ઘણી કંપની પૈસા ચૂકવી રહી છે.
કયા પ્લેટફોર્મ પર કમાઈ શકાય?
અહીં અમુક પ્લેટફોર્મ અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં તમારે નોંધણી કરાવવી પડશે. તમે તેમાં તમારી અનુકૂળતા મુજબનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરી શકો છો.
McMoney
McMoneyનું સંચાલન CM.com દ્વારા થાય છે. તેઓ તમારા મોબાઈલ પર મેસેજ મોકલવાના પૈસા ચૂકવશે. તમારે એપ્લિકેશન પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા સિવાય કઈ કરવાની જરૂર રહેશે નહીં. આ એપ્લિકેશન બ્રાઉઝર પર સર્ચ કરીને ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ એન્ડ્રોઇડ માટે જ છે અને ઇન્સ્ટોલ કર્યા બાદ તેમના નિયમો અને શરતો સાથે સહમત થવું પડશે. આટલું કર્યા બાદ તમને SMS મળવા લાગશે અને તમે પૈસા કમાવા લાગશો. આ એપ થકી રેફરલના પૈસા પણ કમાઈ શકો છે.
આ મફત Android એપ્લિકેશન છે. જેમાં પણ તમને મળતા SMSના પૈસા મળશે. આ નામની એપ્લિકેશન શોધી ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તેમના નિયમો અને શરતો સ્વીકાર્યા બાદ તમને મેસેજ મળવાનું શરૂ થશે. તેઓ તમને 24 કલાક મેસેજ મોકલશે અને એક મેસેજ દીઠ 0.2 euroની ચૂકવણી કરશે. તેઓ રેફરલ પ્રોગ્રામ પણ ચલાવે છે. જેમાં તમને અન્યની કમાણીમાંથી 30% રકમ મળે છે.
ControlMySMS
આ કંપની Android મેસેજિંગ સૉફ્ટવેરના ઉત્પાદન સાથે સંકળાયેલ ટેલિનેટ કંપનીનો ભાગ છે. તેઓએ ટેસ્ટિંગ નેટવર્ક તૈયાર કર્યું છે. જેમાં તેઓને મેસેજ યૂઝર્સના હેન્ડસેટ સુધી પહોંચી રહ્યા છે કે નહીં તે તપાસે છે. આ માટે તેઓ દરેક દેશમાં પાર્ટનર શોધે છે અને તેમને ચૂકવણી કરવામાં આવે છે. તેમની સાથે જોડાવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારે તમારા ફોન પર તેમની મફત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે. એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી તમને મેસેજ મળવાનું શરૂ થશે. આ મસેજથી તમારા ફોનને ખરાબ અસર થશે નહીં. આ એપમાં યૂઝર્સને મહીનાના પ્રથમ અઠવાડિયામાં પેમેન્ટ મળતું હોય છે.
SMSProfit
SMSProfit પણ યુઝર્સને SMS પ્રાપ્ત કરવા માટે પૈસા આપે છે. તેઓ Android ફોન પર દરરોજ સંદેશા મોકલે છે અને દરેક સંદેશ માટે તેઓ લગભગ $0.01-$0.06 ચૂકવે છે. અન્ય વેબસાઇટ્સની તુલનામાં તેઓ વધુ રકમ ચૂકવે છે.
Simcash.io
આ પણ Android એપ્લિકેશન પણ છે અને યૂઝર્સને SMS મેળવવા બદલ ચૂકવણી કરે છે. Simcash.io મેસેજ મેન્યુફેક્ચરિંગ કંપની પણ છે અને તેઓ તમને મેસેજ માટે ઘણા બધા વિકલ્પો આપે છે. તેઓ ક્રિપ્ટોકરન્સી, PayPal અથવા યુએસ ડૉલર કે યુરોમાં સ્વરૂપે પૈસા ચૂકવે છે. કંપની તમને રોજિંદા, સાપ્તાહિક અથવા માસિક કેટલા મેસેજ મોકલી શકાય તે નક્કી કરવાનો વિકલ્પ આપે છે.
આ પદ્ધતિ દ્વારા કમાણી શરૂ કરવા માટે તમારે ફક્ત એન્ડ્રોઇડ ફોન, ઇન્ટરનેટ કનેક્શન, SMS મેળવવાની સુવિધાની જરુર પડશે. આ સાથે ટેક્સ્ટ મેળવવા તમારે દરરોજ એપ્લિકેશન ખોલવાની જરૂર પડશે.
હું મારી કમાણી વિશે કેવી રીતે જાણી શકું?
આ બધી એપ્લિકેશનો અને વેબસાઇટ્સમાં તમે કમાયેલા નાણા વિશે જાણવાની અલગ અલગ રીતો છે. સામાન્ય રીતે વેબસાઇટ્સના ડેશબોર્ડ કે એપ્સમાં પેમેન્ટ હિસ્ટ્રીનો વિકલ્પ પસંદ કરી જાણકારી મેળવી શકો છો. સામાન્ય રીતે 300થી 500 રૂપિયા થઈ જાય એટલે વેબસાઈટ પૈસા ચૂકવે છે. અલબત્ત બધાની પોલિસી અલગ છે.
શા માટે લોકો અન્ય માર્કેટિંગ પ્લેટફોર્મ કરતાં SMS જાહેરાતને પસંદ કરે છે?
જાહેરાતો માટે અન્ય પ્લેટફોર્મ પણ સારા છે. પરંતુ કંપનીઓ SMS દ્વારા થતી જાહેરાતને વધુ પસંદ કરે છે. SMS થકી જાહેરાત પસંદ પાછળનું પ્રથમ કારણ એ છે કે, ઘણા લોકો તેઓ જે જાહેરાતો મેળવવા માંગે છે તે પસંદ પણ કરે છે. બીજું કારણ એ છે કે, લોકો મેસેજ ડિલીટ કરતા પહેલા હેડલાઇન વાંચે જ છે. જેથી આવી જાહેરાત વધુ અસરકારક હોય છે.
તમે SMS મોકલીને પણ પૈસા કમાઈ શકો છો. આ પ્રક્રિયા સરળ છે. જ્યારે તમે તમારા મિત્રને મેસેજ મોકલો, ત્યારે તેમાં ટૂંકું લખાણ ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મિત્રને ખરીદી કરવા જવા વિશે ટેક્સ્ટ મોકલો છો, તો તેમાં Levis અથવા Nikeની જાહેરાત હોઈ શકે છે. આવા મેસેજ મોકલવા બદલ તમને પૈસા મળશે. આ ઉપરાંત તમે રેફરલથી પણ પૈસા કમાઈ શકો છો. જેમાં તમને રેફરલ દીઠ રૂ.5 અને તમારા રેફરલ થકી જોઈન થનારની આવકમાંથી અમુક કમિશન મળી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર