Home /News /business /દર મહિને મોટી કમાણી કરવા માંગો છો? તો ફ્રીમાં શરૂ કરો આ બિઝનેસ, જાણો વિગતો

દર મહિને મોટી કમાણી કરવા માંગો છો? તો ફ્રીમાં શરૂ કરો આ બિઝનેસ, જાણો વિગતો

પ્રતીકાત્મક તસવીર

how to earn money: આધાર કાર્ડની ફ્રેન્ચાઇઝી લેવા માટે UIDAI દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરવી પડશે.

  નવી દિલ્હી:. જો તમે કોરોના રોગચાળા ( business after Corona pandemic ) દરમિયાન તમારી નોકરી ગુમાવી છે? અથવા જો તમે વધારાની આવક શોધી રહ્યા છો, તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે કોઈપણ નાણાંનું રોકાણ કર્યા વગર મોટી કમાણી (Earn money) કરી શકો છો. હા, આ વ્યવસાય આધાર કાર્ડ સંબંધિત છે. હવે તમે જાણતા હશો કે, આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) કેટલું મહત્વનું છે. આજના સમયમાં સરકારી કામથી લઈને ખાનગી સુધી દરેક જગ્યાએ તેની જરૂર છે. એ

  આવી સ્થિતિમાં આપણે આધારકાર્ડ ખૂબ જ કાળજીપૂર્વક રાખવું પડશે. ઉપરાંત, જો તેમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવા માટે તમે કોમન સર્વિસ સેન્ટર અથવા UIDAI ની ફ્રેન્ચાઈઝી પર જઈ શકો છો. તમે પણ આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી લઇ શકો છો. કસ્ટ્રા આવક શોધતા લોકો માટે આ વ્યવસાય ફાયદાકારક નીવડી શકે છે. આ વ્યાવસાય માટે રકમ રોકવાની જરૂર પડતી નથી. ચાલો જાણીએ કેવી રીતે…

  આધાર કાર્ડ માટે ફ્રેન્ચાઇઝી કઈ રીતે લઈ શકાય?

  આધાર કાર્ડની ફ્રેન્ચાઇઝી લેવા માટે UIDAI દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરવી પડશે. ત્યારબાદ આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન અને કોમન સર્વિસ સેન્ટર માટે નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ સર્વિસ સેન્ટર શરૂ કરવાનું લાયસન્સ આપવામાં આવશે.

  આવી રીતે કરો એપ્લાય

  >> પહેલા તમારે NSEITની સત્તાવાર વેબસાઈટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ખોલવાની રહેશે.
  >> જ્યાં Create News Userનો વિકલ્પ મળશે. જે ક્લિક કરવાથી નવી ફાઇલ ખુલશે.
  >> તેમાં Share Code enter માટે કહેવામાં આવશે. Share Code માટે તમારે https://resident.uidai.gov.in/offline-kyc પર જઈ ઓફલાઇન ઈ-આધાર ડાઉનલોડ કરવું પડશે.
  >> ત્યારબાદ XML File અને Share Code ડાઉનલોડ થઈ જશે.
  >> એપ્લાય કરતી વખતે સ્ક્રીન પર ફોર્મ ખુલશે. જે ભરીને સબમિટ કરવાનું રહે છે.
  >> હવે તમારા ઈમેઈલ આઈડી પર USER ID અને Password મળી જશે. આ ID અને Passwordથી તમે Aadhaar Testing and Certificationના પોર્ટલ પર સરળતાથી લોગીન કરી શકો છો. હવે Continue પર ક્લિક કરો.
  >> હવે વધુ એક ફોર્મ ખુલશે. જેમાં બધી માહિતી ભરી દો. ત્યારબાદ ફોટો અને ડિજિટલ સહી અપલોડ કરવી જરૂરી છે. બધી માહિતી યોગ્ય રીતે ભરાઈ ગઈ છે, તે ચેક કરી Proceed to submit form પર ક્લિક કરો.

  અહીં કરવું પડશે પેમેન્ટ

  પ્રક્રિયા પૂરી કર્યા બાદ હવે પૈસા ચૂકવવા પડશે. તે માટે Menuમાં જઈ પેમેન્ટ વિકલ્પ પસંદ કરો. જેમાં પેમેન્ટ કર્યા બાદ Please Click Here to generate receipt પર ક્લિક કરી પાવતી ડાઉનલોડ કરી શકો છો.

  આ પણ વાંચો - Petrol Price Today: સતત છઠ્ઠા દિવસે પેટ્રોલનો ભાવ વધ્યો, મુંબઇમાં ડીઝલની કિંમત રેકોર્ડ બ્રેક

  સેન્ટર બુક કરવા શું કરવું પડશે?

  બે દિવસ રાહ જોયા બાદ ફરીથી લોગ ઇન થઈ Book Center પર ક્લિક કરી નજીકના સેન્ટરને પસંદ કરી શકો છો. ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે. તે પહેલા તમે ક્યારે પરીક્ષા આપવા ઉપલબ્ધ રહેશે તેની વિગતો આપવાની રહેશે. ત્યારબાદ Admit Card કાર્ડ આપવામાં આવશે. જેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકાય છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Aadhar card, Bussiness Idea, Earn money

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन