Home /News /business /

Post Office franchise: પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈને દર મહિને કરો અઢળક કમાણી, જાણો કેવી રીતે અરજી કરી શકાય

Post Office franchise: પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈને દર મહિને કરો અઢળક કમાણી, જાણો કેવી રીતે અરજી કરી શકાય

પોસ્ટ ઑફિસ

Post Office franchise: પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપવામાં આવી રહી છે. 1- ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને 2- પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઈઝી.

મુંબઈ: પોસ્ટ ઓફિસ (Post office) દ્વારા તમને એક શાનદાર ઑફર આપવામાં આવી રહી છે. તમે માત્ર રૂ. 5,000થી એક નવો બિઝનેસ કરીને દર વર્ષે અઢળક કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈને તમે લાખોની કમાણી કરી શકો છો. સમગ્ર દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે, પરંતુ તમામ સ્થળ પર પોસ્ટ ઓફિસ નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી (Post Office franchise) આપવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપવામાં આવી રહી છે. 1- ફ્રેન્ચાઈઝી આઉટલેટ અને 2- પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઈઝી. તમે આ બેમાંથી કોઈપણ એક ફ્રેન્ચાઈઝીની પસંદગી કરી શકો છો. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ (Postal stamps) અને સ્ટેશનરી ઘર ઘર સુધી પહોંચાડતા એજન્ટને પોસ્ટલ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારે માત્ર રૂ. 5,000નો ખર્ચ કરવાનો રહેશે. ફ્રેન્ચાઈઝી લીધા બાદ તમે કમિશનની મદદથી કમાણી કરી શકો છો. તમે કેટલું કામ કરો છો તેના પર તમારી કમાણી નિર્ભર કરે છે.

પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી કોણ લઈ શકે?

>> ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
>> કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈ શકે છે.
>> ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિએ માન્યતા પ્રાપ્ત શાળામાંથી 8 પાસ કરેલું હોવું જોઈએ
>> ફ્રેન્ચાઈઝી માટે અરજી કરતા પહેલા તમારે એક ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.
>> પસંદગી થયા બાદ ભારતીય પોસ્ટ ઓફિસ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષ કરવાના રહેશે.

આ પણ વાંચો: Post office RD: પોસ્ટ ઓફિસના RD એકાઉન્ટમાં સમયગાળો કેટલો હોય? કેટલું વ્યાજ મળે?

MoU

>> રજિસ્ટર્ડ આર્ટિકલના બુકિંગ પર રૂ. 3 આપવામાં આવશે.
>> સ્પીડ પોસ્ટ આર્ટિકલના બુકિંગ પર રૂ. 5 આપવામાં આવશે.
>> રૂ. 100થી રૂ. 200ના મની ઓર્ડરના બુકિંગ પર રૂ. 3.5 આપવામાં આવશે.
>> રૂ. 200થી વધુના મની ઓર્ડરના બુકિંગ પર રૂ. 5 આપવામાં આવશે.
>> દર મહિને રજિસ્ટ્રી અને સ્પીડ પોસ્ટના 1000થી વધુ બુકિંગ પર 20 ટકાનું એક્સ્ટ્રા કમિશન આપવામાં આવશે.
>> પોસ્ટલ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મનીઓર્ડરના ફોર્મનું વેચાણ થાય તો તે વેચાણ કિંમતની 5 ટકા રકમ આપવામાં આવશે.
>> રેવન્યૂ સ્ટેમ્પ, સેન્ટ્રલ રિક્રુટમેન્ટ ફી સ્ટેમ્પ સહિત રિટેઈલ સેવાઓ પર પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ આવક પ્રાપ્ત થાય તેની 40 ટકા રકમ આપવામાં આવશે.

આ પણ વાંચો: Post Office scheme: 1,000 રૂપિયાથી કરો શરૂઆત, પાંચ વર્ષે 14 લાખ રૂપિયા સુધીની કમાણી, જાણો કેવી રીતે

પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી માટે અરજી કેવી રીતે કરવી

>> અરજીકર્તાએ અરજી ફોર્મની સાથે સાથે બિઝનેસ પ્લાન પણ રજૂ કરવાનો રહેશે.
>> તમે પોસ્ટ ઓફિસમાંથી અરજી ફોર્મ મેળવી શકો છો અથવા ભારત સરકારની પોસ્ટ ઓફિસની અધિકૃત વેબસાઈટ પરથી પણ અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.
>> ફોર્મ સબમિટ કર્યા બાદ જે પણ ફ્રેન્ચાઈઝીની પસંદગી કરવામાં આવી હશે, તે પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટ સાથે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પણ હસ્તાક્ષર કરશે.
>> ફોર્મ જમા કરવામાં આવે ત્યારથી લઈને 14 દિવસની અંદર સંબંધિત ક્ષેત્રના ડિવિઝનલ હેડ દ્વારા પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી સ્કીમની પસંદગી કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Job, Post, Post office

આગામી સમાચાર