Home /News /business /તાત્કાલિક જરૂરિયાત પડી PAN Cardની! આ રીતે કરી લ્યો ડાઉનલોડ, એકદમ સરળ રીતે થઇ જશે

તાત્કાલિક જરૂરિયાત પડી PAN Cardની! આ રીતે કરી લ્યો ડાઉનલોડ, એકદમ સરળ રીતે થઇ જશે

પાન કાર્ડ USDL અને UTIITSL પોર્ટલની મદદથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.

PAN કાર્ડનો ઉપયોગ ITR ફાઇલ કરવા, બેંક એકાઉન્ટ ખોલવા, પૈસા ટ્રાન્સફર કરવા અને લોન મંજૂર કરાવવા જેવા કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યોમાં થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો તમે તમારું પાન કાર્ડ ઑનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો. તમે NSDL પોર્ટલ અથવા UTIITSL પોર્ટલ દ્વારા તમારું PAN કાર્ડ ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

વધુ જુઓ ...
PAN Card Download: આજના સમયમાં સૌથી જરૂરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજમાં એક પાન કાર્ડને માનવામાં આવે છે. ઘણા એવા જરૂરી કામો છે કે જેમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આઈટીઆર ફાઇલિંગ, બેંકમાં ખાતું ખોલવા, રૂપિયા ટ્રાન્સફર, લોન સેન્સન જેવા અતિ જરૂરી અને મહત્વપૂર્ણ કામો માટે પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો તમે ઈચ્છો તો પાન કાર્ડને ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો. તમે તેના માટે USDL અને UTIITSL પોર્ટલની મદદથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. ચાલો જાણીએ સંપૂર્ણ પ્રોસેસ.

UTIITSL પોર્ટલ પરથી ડાઉનલોડ કરવા


સ્ટેપ 1: સૌ પ્રથમ તમારે UTIITSLના ઈ-પોર્ટલ પર જવાનું રહેશે.

સ્ટેપ 2: ત્યારબાદ પાન નંબર, GSTIN નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો. બાદમાં સબમિટ પર ક્લિક કરો.

આ પણ વાંચો:પુરુષોની જેમ મહિલાઓ પણ રોકાણ કરવામાં નંબર 1, વધુ કરે છે આ ક્ષેત્રે રોકાણ, આ રહ્યો સંપૂર્ણ સર્વે

સ્ટેપ 3: રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર આવેલ ઓટીપી એન્ટર કરો.

સ્ટેપ 4: પાન કાર્ડ જાહેર કરવા માટેનો સમય 30 દિવસથી વધુ છે તો 8.26 રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે.

સ્ટેપ 5: અંતમાં પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરતા ડાઉનલોડ થઇ જશે.

આ પણ વાંચો:PF ખાતાધારકો માટે મોટા સમાચાર! માર્ચમાં વ્યાજ દરો નક્કી થશે, શું દર 8%થી નીચે જશે?

NSDL વડે ડાઉનલોડ કરવા


સ્ટેપ 1: સૌવ પ્રથમ એનએસડીએલ ઈ પાન કાર્ડ પેઈજ પર જાઓ.

સ્ટેપ 2: ત્યારબાદ પાન નંબર અથવા એક્નોલેજમેન્ટ નંબર પસંદગી પર ક્લિક કરો.

સ્ટેપ 3: કેપ્ચા કોડ સાથે માગેલી તમામ માહિતી ભરો.



સ્ટેપ 4: ક્લિક ટુ સબમિટ ઓપ્શન પર ક્લીક કરો.

સ્ટેપ 5: પાન કાર્ડ સ્ક્રીન પર જોઈ શકાશે. ક્લિક ટુ ડાઉનલોડના ઓપ્શન પર જઈને પીડીએફ ફોર્મેટ ડાઉનલોડ કરી લો.
First published:

Tags: Business news, Documents, Pan card