SIP એટલે શું? જાણો કઇ રીતે રોકાણ કરીને મેળવી શકશો ફાયદો

જે લોકો શેરબજારમાં મૂડી રોકાણનો જોખમી વિકલ્પ પસંદ કરવા નથી માંગતા તેઓ એસઆઈપીને પસંદ કરી શકે છે. પણ તેમાં રોકાણ કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન છે. જેનો જવાબ અહીં આપવામાં આવ્યો છે.

જે લોકો શેરબજારમાં મૂડી રોકાણનો જોખમી વિકલ્પ પસંદ કરવા નથી માંગતા તેઓ એસઆઈપીને પસંદ કરી શકે છે. પણ તેમાં રોકાણ કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન છે. જેનો જવાબ અહીં આપવામાં આવ્યો છે.

  • Share this:
    વર્તમાન સમયે મૂડી રોકાણ માટે અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. પરંતુ લોકોમાં સૌથી વધુ સ્વીકૃત એસઆઈપી (SIP) છે. મ્યુચ્યુઅલ ફંડની અનુકૂળતા મુજબ અલગ અલગ હપ્તાથી રોકાણ કરવામાં આવે છે જેને એસઆઈપી (Systematic Investment Plan) કહેવાય છે. જે લોકો શેરબજારમાં મૂડી રોકાણનો જોખમી વિકલ્પ પસંદ કરવા નથી માંગતા તેઓ એસઆઈપીને પસંદ કરી શકે છે. પણ તેમાં રોકાણ કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન છે. જેનો જવાબ અહીં આપવામાં આવ્યો છે.

    એસઆઈપીમાં રૂ. 500થી પણ રોકાણ કરી શકાય છે. રોકાણ કરવા માટે પાનકાર્ડ, એડ્રેસ પ્રૂફ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ચેકબૂકની જરૂર રહેશે. તે માટે કેવાયસી પ્રક્રિયા ફરજિયાત છે.

    • કોઈ પણ ફંડ હાઇસની વેબસાઈટ ઉપર જઈને પોતાની પસંદગીની એસઆઈપીનો વિકલ્પ પસંદ કરો. જોકે, પહેલા કેવાયસી કરવું પડે.

    • રજીસ્ટરના વિકલ્પ ઉપર ક્લિક કરો. ત્યારબાદ ફોર્મ સબમિટ કરો. પહેલા તો તમામ વ્યક્તિગત અને કોન્ટેકટ ડિટેઇલ ભરવી પડશે. ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે યુઝર નેમ અને પાસવર્ડ નિર્માણ કરવા પડશે. એસઆઈપી પેમેન્ટ કપાવવા માટે તમારે બેન્ક એકાઉન્ટની વિગતો એડ કરવી પડશે. ત્યાર બાદ યુઝર નેમથી લોગ ઈન કરી સ્કીમની પસંદગી કરી શકો છો. ફંડ હાઉસ કન્ફર્મેશન મોકલે ત્યાર બાદ જ એસઆઈપી શરૂ થશે. સામાન્ય રીતે 45 દિવસનો સમય લાગે છે.


    સુરતનો ટેમ્પોચાલક પણ 'ધૈર્યરાજ'ની મદદે આવ્યો, લોકોને કરી દાન આપવા વિનંતી

    એસઆઈપીના ફાયદા

    જે લોકો શેર બજારનું જોખમ લેવા માંગતા નથી, તેઓ માટે એસઆઈપી રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. નાનું રોકાણ પણ સરળતાથી કરી શકાય છે અને એ પણ હપ્તેથી. SIPમાં પૈસા બેન્કમાંથી ઓટો ડેબિટ થઈ જાય છે.

    સમયાંતરે નાની નિશ્વિત રકમનું રોકાણ કરાતું હોવાથી એસઆઇપી અસ્થિર કે નીચે આવતી બજારમાં સરેરાશ ખર્ચ ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે.

    ઓનલાઇન ડિલીવરીમાં વેજને બદલે આવ્યા નોન વેજ પિઝા, મહિલાએ માંડ્યો 1 કરોડનો દાવો

    શેરના ભાવના ઘટાડાના કોઈપણ તબક્કામાં એસઆઇપી દ્વારા રોકાણ કરનારા રોકાણકારોને ફાયદો થાય છે, કારણ કે તેઓ એટલી જ રકમથી વધારે યુનિટ્સ ખરીદી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, માસિક હપ્તો મોટાભાગના રોકાણકારોની રોકાણની પેટર્નને ફિટ થતો હોય છે તેવો હોય છે.



    ચક્રવૃધ્ધિ વ્યાજ

    એસઆઈપીમાં રોકાણકારોને ચક્રવૃધ્ધિ વ્યાજનો લાભ મળે છે. જો તમે 10 ટકાના વળતર માટે રૂ. 1000નું રોકાણ કરો તો એક વર્ષમાં તમને વ્યાજના રૂ. 100 મળશે. જોકે ત્યાર બાદના વર્ષથી વ્યાજનું વળતર રૂ. 1100ના રોકાણના આધારે મળશે.
    First published: