Home /News /business /

FY 2022-23: નવા નાણાકીય વર્ષમાં Income Tax પ્લાનિંગ કેવી રીતે કરશો? આટલી વાતોને ધ્યાનમાં રાખો

FY 2022-23: નવા નાણાકીય વર્ષમાં Income Tax પ્લાનિંગ કેવી રીતે કરશો? આટલી વાતોને ધ્યાનમાં રાખો

ઇન્મક ટેક્સ પ્લાનિંગ

Income tax planning: નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ સ્લેબના રેટ્સમાં ગયા વર્ષની તુલનામાં કોઈ ફેરફાર થયો નથી અને સૌથી ઊંચો સ્લેબ રેટ 30 ટકા છે. આ ઉપરાંત સરચાર્જ (આવકના સ્તરના આધારે) અને આરોગ્ય અને શિક્ષણ સેસ (બેઝિક ટેક્સ અને સરચાર્જના 4 ટકા પર) લાગુ પડશે. આમ, મહત્તમ માર્જિનલ ટેક્સ રેટ 42.744 ટકા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2022-23 (New financial year) શરૂ થઈ ચૂક્યું છે. મોટાભાગના લોકો છેલ્લી ઘડીએ આવકવેરા (Income tax planning)ને લગતા કામ પતાવે છે. પરંતુ યાદ રાખો કે, વર્ષની શરૂઆતમાં જ તમારા કરવેરાને લગતું પ્લાનિંગ શરૂ કરી દેવું હંમેશાં વધુ સારું હોય છે. જેથી અહીં આપણે વિવિધ કર જોગવાઈઓ (Tax provisions)ની યાદી જોઈશું અને તે વર્ષ માટેના ટેક્સ પ્લાનિંગમાં મદદ કરશે. આવકવેરા ધારા, 1961 (કાયદો) હેઠળ વ્યક્તિગત કરદાતાને લાગુ પડતી કેટલીક જોગવાઈઓ નીચે મુજબ છે.

કરવેરાના દર


નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ સ્લેબના રેટ્સમાં ગયા વર્ષની તુલનામાં કોઈ ફેરફાર થયો નથી અને સૌથી ઊંચો સ્લેબ રેટ 30 ટકા છે. આ ઉપરાંત સરચાર્જ (આવકના સ્તરના આધારે) અને આરોગ્ય અને શિક્ષણ સેસ (બેઝિક ટેક્સ અને સરચાર્જના 4 ટકા પર) લાગુ પડશે. આમ, મહત્તમ માર્જિનલ ટેક્સ રેટ 42.744 ટકા છે.

રોકાણો/ખર્ચાઓ માટે ઉપલબ્ધ કપાતો


►પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન, ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ઇએલએસએસ), સુકન્યા સમૃદ્ધિ સ્કીમ, 5 વર્ષની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ, અન્ય ચોક્કસ વિકલ્પોમાં રોકાણ/કન્ટ્રીબ્યુશન કાયદાની કલમ 80સી હેઠળ રૂ.150,000 સુધીની કપાતને પાત્ર છે.

►વ્યક્તિ નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં પણ રોકાણ કરી શકે છે અને કાયદાની કલમ 80સીસીડી (1બી) હેઠળ 50,000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે.

►પોતાના માટે કે જીવનસાથી અને આશ્રિત બાળકો માટે રૂ. 25,000 સુધીના તબીબી વીમા પ્રીમિયમની ચૂકવણી અને માતા-પિતા માટે રૂ. 25,000 સુધીની ચૂકવણી કપાત તરીકે માન્ય છે. વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં આ મર્યાદા 50,000 રૂપિયા સુધી વધારવામાં આવી છે.

►આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવતી એજ્યુકેશન લોન પર ચૂકવેલા વ્યાજ માટે કપાતની મંજૂરી છે. તે શરતોને આધીન છે. આ કપાત આઠ વર્ષ માટે અથવા વ્યાજની ચૂકવણી ન થાય ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી માન્ય છે

►સંસ્થા/ફંડને અપાતું દાન સંસ્થા/ફંડ પ્રકારને આધારે કરવામાં આવેલા દાનના 50-100 ટકા સુધીની કપાત તરીકે ઉપલબ્ધ છે.

►મિલકતની ખરીદી માટે લીધેલી લોન પર વ્યાજની ચૂકવણીમાં (પોતાના કબજાવાળી મિલકત માટે) 200,000 રૂપિયા સુધીની છૂટ છે, જ્યારે લેટ આઉટ મિલકતોના કિસ્સામાં કપાતની કોઈ મર્યાદા નથી. જોકે, લેટ આઉટ પ્રોપર્ટીના કિસ્સામાં, તે જ વર્ષમાં સેટ-ઓફ માટે માત્ર રૂ. 200,000 સુધીના નુકસાનની ગણતરી થાય છે અને બાકીની રકમ મકાનની મિલકત (આગામી આઠ વર્ષ સુધીની) આવક સામે સેટ-ઓફ માટે આગળ ધપાવવાની જરૂર હોય છે.

આ પણ વાંચો: અદાણી જૂથની કંપનીઓના શેરમાં શા માટે આવી તેજી? 

લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (એલટીસીજી) પર મુક્તિ


જો જમીન/મકાનના બાબતે એલટીસીજીનું રોકાણ આરઇસી - એનએચએઆઈ - અન્ય નોટિફાઇડ બોન્ડ્સ (રૂ. 50 લાખ સુધી)માં વેચાણના છ મહિનાની અવધિમાં કરવામાં આવે તો આવા લાભમાંથી મુક્તિ મળી શકે છે. અન્ય રહેણાંક મકાન મિલકતની ખરીદી-બાંધકામ માટે પુનઃરોકાણ કરાયેલ રહેણાંક મકાન મિલકતના હસ્તાંતરણ પર એલટીસીજી માટે મુક્તિનો દાવો કરી શકાય છે, જે નિયત શરતોને આધિન છે. તેવી જ રીતે, જ્યાં લોન્ગ ટર્મ કેપિટલ એસેટ્સ (ઘરની મિલકત સિવાય)ના વેચાણની આવકથી મકાનની ખરીદી-બાંધકામ માટે પુનઃરોકાણ કરવામાં આવે છે, ત્યાં ચોક્કસ શરતોને આધિન મુક્તિ ઉપલબ્ધ છે.

ભાડાની ચૂકવણી


મકાન ભાડા ભથ્થું (HRA) પ્રાપ્ત કરતી વ્યક્તિઓ માટે ચૂકવેલ ભાડામાં મુક્તિને નીચેનામાંથી મંજૂરી આપવામાં આવી છે:

આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતમાં કેટલો વધારો-ઘટાડો થયો? જાણો તમારા શહેરમાં આજનો ભાવ

મેળવેલું વાસ્તવિક HRA


વાસ્તવિક ભાડાની ચૂકવણી બેઝિક પગારના 10 ટકા સુધી ઘટાડવામાં આવી છે અથવા બેઝિક પગારના 40 ટકા / 50 ટકા (રહેઠાણના સ્થાનના આધારે) ગણતરી થાય છે.

HRA પ્રાપ્ત ન કરતી વ્યક્તિઓ માટે કપાતને નીચેનામાંથી (શરતોને આધિન) મંજૂરી આપવામાં આવી છે:

ચૂકવવામાં આવેલા વાસ્તવિક ભાડામાં કુલ આવકના 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અથવા કુલ આવકના 25 ટકા રહે છે.

કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થયેલી કોઈપણ રકમ (એમ્પ્લોયર સહિત) પોતાના અને / અથવા પરિવાર માટે કોવિડ -19 તબીબી સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે તો તેને અમુક શરતોને આધિન મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે.

આ ઉપરાંત એમ્પ્લોયર પાસેથી મૃત્યુની તારીખથી 12 મહિનાની અંદર મૃતક વ્યક્તિના પરિવાર દ્વારા પ્રાપ્ત કોઈપણ રકમને કોઈ પણ મર્યાદા વિના મુક્તિ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે અને જો તેમના એમ્પ્લોયર સિવાય અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થાય તો તેને 10,00,000 રૂપિયા સુધી મર્યાદિત કરવામાં આવી છે. આ સુધારો નાણાકીય વર્ષ 2019-20થી પૂર્વવર્તી અસરથી અમલી મુકવાનો પ્રસ્તાવ છે.

ટેક્સ પ્લાનિંગ કરતાં ફાઇનાન્સિયલ પ્લાનિંગ મોટું


ટેક્સ પ્લાનિંગનો અર્થ હંમેશાં રોકાણ કરીને ટેક્સ બચાવવાનો નથી હોતો, પરંતુ તેનો અર્થ એ પણ થાય છે કે સમયસર ટેક્સ ભરીને એટલે કે એડવાન્સ ટેક્સ દ્વારા વ્યાજને બચાવી શકાય.

આ પણ વાંચો: શેર બજારમાં બલ્લે બલ્લે: સેન્સેક્સ 1,500 પોઇન્ટ ઉછળ્યો

તમારી વ્યક્તિગત આવક (એટલે કે વ્યાજ, ડિવિડન્ડ, કેપિટલ ગેઇન, ઘરની મિલકતમાંથી આવક વગેરે) અને પગારની આવક પર એડવાન્સ ટેક્સની ચૂકવણી કરવાની જરૂર હોય છે. એડવાન્સ ટેક્સ લાયબિલિટી ત્યાં જ ડિસ્ચાર્જ કરવી જરૂરી છે જ્યાં રોકેલા કર (એટલે ​​કે TDS) ઘટાડ્યા પછી ચૂકવવાપાત્ર કુલ ટેક્સ રૂ. 10,000 થી વધુ હોય. તેથી કરદાતાએ નાણાકીય વર્ષની શરૂઆતમાં પોતાની ટેક્સ લાયબિલિટીનો આદર્શ રીતે અંદાજ કાઢવો જોઈએ અને જરૂરી એડવાન્સ ટેક્સ ચુકવણી કરવી જોઈએ.

(ડેલોઈટ હાસ્કિન્સ અને સેલ્સ એલએલપીના વરિષ્ઠ મેનેજર નિજી અરોરા અને ડેલોઇટ હાસ્કિન્સ અને સેલ્સ એલએલપી ડેપ્યુટી મેનેજર ઝલક શાહના સહયોગથી)
First published:

Tags: Financial Year, Investment, Tax, આયકર વિભાગ

આગામી સમાચાર