Home /News /business /બેંક ડિટેલ્સ અને મોબાઇલ વોલેટથી આ રીતે હટાવો આધારની જાણકારી

બેંક ડિટેલ્સ અને મોબાઇલ વોલેટથી આ રીતે હટાવો આધારની જાણકારી

aadhar card

સુપ્રીમ કોર્ટે બેંક એકાઉન્ટ, મોબાઇલ ફોન અને સ્કૂલ એડમિશન માટે આધારની અનિવાર્યતા પૂર્ણ કરી દીધી છે. કોર્ટે દુનિયાની સૌથી મોટી બાયોમેટ્રિક સ્કીમને બંધારણીય રુપે માન્ય ગણવામાં આવી છે.

બુધવારે સુપ્રીમ કોર્ટે આધાર પર નિર્ણય કર્યો હતો. ચુકાદામાં, કોર્ટે બેંક એકાઉન્ટ, મોબાઇલ ફોન અને શાળા પ્રવેશ માટે આધારની જરૂરિયાતને દૂર કરી દીધી છે. કોર્ટે વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક યોજનાને બંધારણીય રૂપે માન્ય ગણવામાં આવી છે.

તમારા પેટીએમ એકાઉન્ટ અથવા અન્ય કોઇ મોબાઇલ વોલેટ માટે પણ આધાર ફરજીયાત નથી. આ સવાલ છે કે જો તમે પહેલેથી જ આધાર નંબર આ તમામ જગ્યાએ લીંક કરેલા છે તો તેને ડી- લીંક કેવી રીતે કરવુ?

જો તમે પેટીએમથી તમારા આધાર ડી-લિંક કરવા માંગો છો, તો તમે આ પેટીએમ કસ્ટમર કેર સાથે પણ વાત કરી શકો છો.

પેટીએથી કેવી રીતે કરો આધાર ડી-લિંક?

- તમારે પહેલા પેટીએમ કસ્ટમર કેર (01204456456) પર કૉલ કરવો પડશે.

- તમે તેઓને તમારા આધારને ડિ- લિંક કરવા માટે ઇમેઇલ મોકલવાનું કહો.

- જવાબમાં, તે તમારી પાસે આધાર કાર્ડની સ્કેન કોપીની માંગ કરી શકે, કારણકે તે તમારી ઓળખને સુનિશ્ચિત કરી શકે.

ત્યારબાદ તમને 72 કલાકની અંદર તમને આધાર ડી-લિંકનો ફાઇનલ ઇમેઇલ મળશે.

બેંક એકાઉન્ટમાંથી આધાર ડી-લિંક
- પહેલા તમારે બેંક શાખા પર જાઓ.

- બેંકમાં, આધાર અનલિંક કરનાર ફોર્મ ભરીને તેમે તેને સબમિટ કરો.

- ફોર્મ રજૂ કર્યા બાદ 48 કલાક પછી તમારો આધાર ડી-લિંક થઇ જશે.

મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર સાથે આધારની ડી-લિંકિંગ

અત્યાર સુધી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ આધારને ડિ-લિંક કરવાનો વિકલ્પ આપતી નથી. હવે તેઓ આગામી થોડા અઠવાડિયામાં ડી-લિંક ની સુવિધા આપશે.
First published:

Tags: Business

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો