Home /News /business /

Mutual funds: શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેવી રીતે કરવી? આ પરીબળોને ધ્યાનમાં રાખીને કરો પસંદગી

Mutual funds: શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેવી રીતે કરવી? આ પરીબળોને ધ્યાનમાં રાખીને કરો પસંદગી

મ્યુચ્યુઅલ ફંડની પસંદગી

How To Select The Best Mutual Funds: મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ તે છે જે રોકાણકારોના ઉદ્દેશો અને જોખમોને અન્ય પરીબળોની સાપેક્ષમાં પાર પાડી શકે. હવે તમને સવાલ થશે કે કઇ રીતે જાણવું કે મારા માટે રોકાણ કરવા કયું ફંડ શ્રેષ્ઠ છે?

  મુંબઈ: આજકાલ રોકાણકારો બચત અને પોતાના રોકાણ પોર્ટફોલિયો (Portfolio)ને વધુ વળતરયુક્ત બનાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ (Investment in Mutual funds) તરફ વધુ આકર્ષિત થાય છે. પરંતુ એક રોકાણકાર તરીકે ધ્યાનમાં રાખવું જોઇએ કે માત્ર કોઇ એક સ્કીમ કે પછી એક સાથે અનેક સ્કીમ તમામ સારું વળતર અપાવી શકે નહીં. એક યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ તે છે જે રોકાણકારોના ઉદ્દેશો અને જોખમોને અન્ય પરીબળોની સાપેક્ષમાં પાર પાડી શકે. તો હવે તમને સવાલ થશે કે મારે કઇ રીતે જાણવું કે મારા માટે રોકાણ કરવા કયું (How to Choose the Best Mutual Fund) ફંડ શ્રેષ્ઠ છે. તા આજે અમે તમારા આ સવાલનો જવાબ આપીશું. તેના માટે તમારે નીચે દર્શાવેલ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેથી તમે એક યોગ્ય સ્કીમ સાથે શ્રેષ્ઠ વળતર મેળવી શકો.

  રોકાણ માટેના ઉદ્દેશો

  જે રીતે આયોજન વગરનું કાર્ય પાર પાડી શકાતું નથી. તે જ રીતે જ્યાં સુધી તમે તમારા રોકાણ માટેના નાણાકીય ઉદ્દેશો નક્કી નહીં કરો, ત્યાં સુધી તમે એક યોગ્ય સ્કીમની પસંદગી કરી શકશો નહીં. રોકાણનો ઉદ્દેશ જ તમારા નાણાંકીય ધ્યેયો દર્શાવે છે અને તેના માટે લોકો મ્યુચ્યુએલ ફંડમાં રોકાણ કરે છે. તમારા નાણાંકીય ઉદ્દેશો બે પ્રકારના હોઇ શકે છેઃ લાંબા સમયગાળાના ઉદ્દેશો અને ટૂંકા સમયગાળાના ઉદ્દેશો. જેમ કે ઘર કે કારની ખરીદી, બાળકના ઉચ્ચ શિક્ષણ માટે, વેકેશનમાં ફરવા જવા માટે કે પછી રિટાયરમેન્ટ માટે.

  જો તમે લાંબા ગાળાના ઉદ્દેશો જેવા કે રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે ઇક્વિટી અથવા બેલેન્સ્ડ ફંડ વધુ યોગ્ય રહેશે. જ્યારે ટૂંકા ગાળાના ઉદ્દેશો માટે લિક્વિડ ફંડ્સ વધુ સુસંગત રહેશે.

  જોખમ ક્ષમતા

  તમે કેટલું જોખમ ખેડી શકો છો તને પણ ધ્યાનમાં લેવું જોઇએ. જોખમ અને વળતર બંને એકબીજા સાથે સીધી સંકળાયેલા છે. તેથી તમારે જોખમ ઉઠાવવાની તમારી ક્ષમતા અને વળતર માટે તમારી ઇચ્છા બંનેને સંતુલિત કરવા અંત્યંત જરૂરી છે.

  ફંડના બેંચમાર્કને આધારે જાણો

  ઇક્વિટી મ્યૂચ્યૂઅલ ફંડ સ્કીમનું પ્રદર્શન શેરોમાં થતા ઉતાર-ચઢાવ પર આધારિત હોય છે. તેથી સ્કીમના રિટર્નની આકરણી કરવા માટે ફંડના બેંચમાર્ક સાથે તેની સરખામણી કરવી જોઇએ. બેંચમાર્ક ઇન્ડેક્સ સ્કીમની રોકાણ ફીલોસોફી વિશે માર્ગદર્શન આપશે. તેથી બેંચમાર્ક ઇન્ડેક્સની એસેટ ફાળવણી સ્કીમના રોકાણના ઉદ્દેશ સાથે સુમેળ ભર હોવી જરૂરી છે.

  દા.ત, લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ લાર્જ કેપ શેરોનો ઇન્ડેક્સ હોવો જોઇએ અને બેન્કિંગ શેરો પર કેન્દ્રિત મ્યુચ્યુઅલ ફંડનો બેન્ચમાર્ક બેન્કિંગ ઇન્ડેક્સ હોવો જોઈએ.

  આ પણ વાંચો: કારની ખરીદી માટે પર્સનલ લોન અને કાર લોનમાંથી કયો વિકલ્પ વધારે સારો? શા માટે?

  સમાન કેટેગરીમાં ફંડ વચ્ચે કરો તુલના

  ઘણી ઓનલાઇન ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સ અને વેબસાઇટ આ પ્રકારે તુલનાત્મક પરીણામો જાણવાની સુવિધા આપે છે. તમારે એક વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તુલના સમાન કેટેગરી વાળા ફંડ્સ વચ્ચે થવી જોઇએ. બજાર જાણકારો અનુસાર લાર્જ કેપ ફંડની તુલના સ્મોલ કેપ ફંડ કે પછી અન્ય એસેટ ક્લાસ જેમ કે ગોલ્ડ, એફડી અને રિયલ એસ્ટેસ સાથે કરી શકાય નહીં.

  સ્પર્ધાત્મક સ્કીમ સાથે તુલના

  બીજી સૌથી મહત્વની વાત એ છે કે રોકાણકારોએ અન્ય પ્રતિસ્પર્ધી સ્કીમ પણ જોવી જોઇએ. તેના માટે એકસરખી કેટેગરીના ફંડની એકબીજા સાથે સરખામણી કરો. કારણે કે ફંડની દરેક કેટેગરીનું પ્રદર્શન અલગ-અલગ હોય છે.

  ફંડના પ્રદર્શન પર નજર રાખો

  નાણાંકીય સલાહકારો માને છે કે સતત સારું પ્રદર્શન ફંડનું મહત્વનું પરીબળ છે. જો ફંડનું પ્રદર્શન સતત ઉતાર-ચઢાવ યુક્ત વલણ ધરાવે છે, એટલે કે તેજીના સમયમાં શાનદાર પ્રદર્શન અને મંદીમાં એકદમ નબળું પ્રદર્શન તો આવા ફંડને તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરવાથી બચવું જોઇએ. આ સિવાય ફંડ હાઉસની રણનીતિ અને ફંડ મેનેજ કરતી ટીમની જાણકારી પણ રાખવી જોઇએ.

  આ પણ વાંચો: Saving Account: શું તમે જાણો છો કે બચત ખાતાના પણ અલગ અલગ પ્રકાર હોય છે?

  AMC ટ્રેક રેકોર્ડ

  એક એસેટ મેનેજમેન્ટ કંપની (AMC), જેને ફંડ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવી કંપની છે જે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું સંચાલન કરે છે. દા.ત, HDFC મ્યુચ્યુઅલ ફંડએ AMCનુ નામ છે, જે HDFC ઇક્વિટી, HDFC ટોપ 100 અથવા HDFC સ્મોલ કેપ ફંડ જેવી યોજનાઓનું સંચાલન કરે છે. AMC ના મુખ્ય રોકાણ અધિકારી (CIO) દ્વારા AMC સ્તરે ઘણા નિર્ણયો લેવામાં આવે છે. AMCની માલિકીની ઘણી સ્કીમમાં નબળો પસંદ કરેલ સ્ટોક મોટેભાગે જોવા મળે છે, કારણ કે પસંદગી AMC સ્તરે કરવામાં આવી છે. તેથી જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરતી વખતે AMC નો ટ્રેક રેકોર્ડ તપાસવો અંત્યત જરૂરી બની જાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Mutual funds, Personal finance, Share market

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन