નવી દિલ્હી: કોરોના મહામારી (Covid-19)ના ભરડામાં સપડાયેલા લોકો માટે હાલ એક આદર્શ ઇન્સ્યોરન્સ કવરેજ (Life Insurance) હોવું અનિવાર્ય બની ગયું છે. ઘણા લોકોએ બોધપાઠ ભણી લાઇફ ઇન્સ્યોરન્સ કવચ કરાવ્યું પણ છે. પરંતુ અમુક લોકોના મનમા હજુ પણ સવાલ હશે કે, કેટલું ઇન્સ્યોરન્સ કવર ખરીદવું (How Much Life insurance) જોઇએ? ફાઇનાન્સિયલ એક્સપ્રેસના કહેવા પ્રમાણે આનંદ રાઠી વીમા બ્રોકર્સના ડિરેક્ટર સુપ્રિયા રાઠી કહે છે, "જીવનની અનિશ્ચિતતા એ આપણને આપણા પ્રિયજનોની નાણાકીય સુરક્ષા વિશે વધુ વિચારવા મજબૂર કરી દીધા છે. જેથી કોઇ પણના મનમાં આવતો સૌથી પહેલો વિચાર લાઇફ ઇન્સ્યોરન્સ હોય છે. હાલની COVID-19 મહામારી વચ્ચે પર્યાપ્ત વીમા કવચ ખરીદવાની જરૂરિયાત વધી છે. જોકે, જે લોકોએ ઇન્સ્યોરન્સ નથી ખરીદ્યું તે થોડા આશ્ચર્યની વાત છે."
તેનું કારણ વીમાની રકમ અંગે સમજણનો અભાવ છે, જે એક સમયે નાણાકીય પ્રતિકૂળતાઓ તરફ દોરી જાય છે. અનેક સવાલો અને મૂંજવણો વચ્ચે સૌથી પહેલા તે જાણવું જરૂરી છે કે તમારે કેટલા ઇન્સ્યોરન્સની જરૂરિયાત છે? અહીં અમે તમને અમુક પરીબળો જણાવવા જઇ રહ્યા છીએ જેના દ્વારા તમે આ બાબત નક્કી કરી શકો છો.
જીવન ઉદ્દેશ
તમારો અને તમારા પરીવારનો જીવન ઉદ્દેશ પણ નાણાના યોગ્ય આયોજનને અસર કરે છે. 30 વર્ષની ઉંમર ઇન્સ્યોરન્સ લેવા માટે એકદમ યોગ્ય છે. રાઠી જણાવે છે કે, “તમારા જીવનના મહત્વપૂર્ણ લક્ષ્યોની યાદી બનાવો. જેથી તમે અંદાજ લગાવી શકો કે તમારા પરિવારને તેમના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે કેટલા પૈસાની જરૂર પડશે.”
હાલની નાણાકીય સ્થિતિ
ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે, કોઈએ લોન દ્વારા ખરીદેલી તમામ સંપત્તિઓ વિશે વિચારવું જોઈએ અને પછી વિચાર કરવો જોઈએ કે જો કમાનાર વ્યક્તિ નહીં હોય તો તેમના પરિવારને આ દેવાનો બોજ ઉપાડવો પડશે. રાઠી જણાવે છે, “વ્યક્તિએ લીધેલી તમામ લોનની યાદી બનાવવી જોઈએ અને કેટલીક ટર્મ ઈન્સ્યોરન્સ યોજનાઓ પણ તપાસવી જોઈએ. જે સાધારણ પ્રીમિયમ પર પૂરતું કવરેજ આપી શકે. સામાન્ય ટર્મ ઇન્સ્યોરન્સ પણ નાણાકીય કટોકટી દરમિયાન વ્યક્તિના પરિવારને મદદ કરી શકે છે.
ઉંમર
તમારી ઉંમર પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે, કારણ કે તેની સીધી અસર જીવન વીમાની મહત્તમ રકમના પ્રીમિયમ પર પડે છે. એટલે કે કોઈ યુવાન વ્યક્તિ ઓછા પ્રીમિયમ પર પર્યાપ્ત વીમાની રકમ ખરીદવા માટે પાત્ર બને છે જેમાં પ્રીમિયમ વધારે હોય છે અને વીમા રકમ ઓછી હોય છે.
અંદાજીત કામ કરવાના વર્ષો
તમારા નિવૃત્તિ આયોજનનું એક નિર્ણાયક પાસુ એ છે કે, તમારા કામકાજના વર્ષો દરમિયાન તમારી નાણાકીય જવાબદારીઓનું ધ્યાન રાખવું પડે છે. ધ્યાનમાં રહે કે, તમે પસંદ કરો છો તે કવરેજની રકમ આ વર્ષો દરમિયાન તમને પરવડી શકે તેવા પ્રીમિયમ સાથે જોડાયેલી હોવી જોઈએ.
રાઠી જણાવે છે, લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક જવાબદારી છે, જે કોઇ પણ વ્યક્તિ તેના કામકાજના વર્ષો દરમિયાન ઉઠાવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ તેના જીવન વીમા યોજના સાથે મર્યાદિત પગારનો વિકલ્પ પસંદ કરે છે ત્યારે તે વ્યક્તિ પ્રીમિયમની ચૂકવણી વહેલી તકે પૂર્ણ કરી શકે છે, જ્યારે પોલિસી પછીની ઉંમર સુધી ચાલુ રહે છે.”
જો તમને જીવન વીમાની જરૂર હોય, તો તમારે કેટલી અને કેવા પ્રકારની જરૂર છે તે જાણવું હિતાવહ છે. એક પર્યાપ્ત જીવન વીમા કવરેજ તે જ હશે જેમાં તમારો પરીવાર તેની જીવનશૈલી જેમ છે તેમ જાળવી શકે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર