Ideal Amount to Invest in Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટેની આદર્શ રકમ અંગે રોકાણકારના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. કેટલાક લોકો મ્યુચ્યુઅલ ફંડને વૈકલ્પિક રોકાણનો માર્ગ માને છે. પરંતુ શું ખરેખર એવું છે?
મુંબઈ: દેશમાં અત્યારસુધી બચત (saving)ને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હતું અને રોકાણ માટે સોનાને શ્રેષ્ઠ ગણવામાં આવતું હતું. પણ હવે સમય બદલાયો છે. લોકો બચત સાથે રોકાણ (Investment) પર પણ ધ્યાન આપવા લાગ્યા છે અને રોકાણ માટે માત્ર સોનાનો મોહ રહ્યો નથી. ઇક્વિટી, રિયલ એસ્ટેટ અને ક્રીપ્ટોકરન્સી ( cryptocurrency) જેવા અનેક વિકલ્પોમાં રોકાણો થવા લાગ્યા છે. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડ (Investment in mutual fund) પણ લોકોનું પસંદગીનું સાધન બની ગયું છે.
રોકાણ માટે આદર્શ રકમ કેટલી?
નાના મોટા લાખો પરિવારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (investment in mutual fund) કરે છે. તેઓ પોતાનું રોકાણ સુરક્ષિત રાખવા સાથે યોગ્ય વળતર પણ ઈચ્છે છે. આ બાબત માટે મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ છે. તેમાં રોકાણ (investment) અને બચત એમ બંને ધ્યેય (goal) સધાઈ જાય છે. આ ઉપરાંત તમે માત્ર નજીવી રકમ સાથે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. પરંતુ પ્રશ્ન એ ઉભો થાય કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે યોગ્ય રકમ કેટલી? (What is the Ideal Amount to Start Investing in a Mutual Fund?) સવાલના જવાબ અલગ અલગ બાબત પર આધાર રાખી શકે છે.
ઉદાહરણથી સમજો
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટેની આદર્શ રકમ અંગે રોકાણકારના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. કેટલાક લોકો મ્યુચ્યુઅલ ફંડને વૈકલ્પિક રોકાણનો માર્ગ માને છે. પરંતુ શું ખરેખર એવું છે? શું મ્યુચ્યુઅલ ફંડ ફિક્સ્ડ ડિપોઝિટ, ડિબેન્ચર અથવા કંપનીઓના શેરની જેમ રોકાણનો માર્ગ છે? નિષ્ણાતો આ વાત સાથે સહમત નથી. તેઓ મ્યુચ્યુઅલ ફંડને તમારા રોકાણના ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ સમજે છે. આ બાબતને ઉદાહરણ સાથે સમજીએ. તમે કોઈ હોટેલમાં જમવા ગયા અને ત્યાં ફૂલ થાળીનો ઓર્ડર આપ્યો, હવે આ ફૂલ થાળીને મ્યુચ્યુઅલ ફંડ સાથે સરખાવો. જેમાં તમને ઓછા ખર્ચે ઘણા વિકલ્પ મળ્યા છે. જો તમે અલગ અલગ વસ્તુઓ મંગાવી હોત એટલે કે સ્ટોક, બોન્ડમાં રોકાણ કર્યું હોત તો કદાચ તમને મોંઘુ પડે. જોકે, તેમાં તમને પસંદગીનો વિકલ્પ મળી જાય છે. મ્યુચ્યુઅલ ફંડ એટલે કે ફૂલ થાળીમાં આવું નથી.
રોકાણની રકમ કઈ રીતે નક્કી કરવી?
સામાન્ય રીતે બજેટ બનાવતી વખતે 50:30:20ના નિયમને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમાં 50 ટકા આવકને જરૂરીયાતમાં ફાળવવાની હોય છે. આ રકમમાં ભાડું, હપ્તો, કિરાણા જેવી જીવનજરૂરી વસ્તુઓ શામેલ હોય છે. જ્યારે 30 ટકા રકમ બહાર હરવા ફરવા, નવા કપડાં ખરીદવા જેવી વસ્તુઓમાં વપરાય છે. બાકી વધેલી 20 ટકા રકમને અલગ કાઢવાની કરવાની રહે છે. જેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે.
હવે તમે અલગ કાઢેલી 20 રકમમાંથી 20 ટકા રકમ ઇમરજન્સી ફંડ તરીકે અલગ તારવવી જરૂરી છે. ગમે ત્યારે ઇમરજન્સીની સ્થિતિ ઉભી થઇ શકે છે. જેથી તેને બચત ખાતામાં રાખવી જોઈએ અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિ સામે લડવા જ થવો જોઈએ.
હવે રોકાણ કરવાની રકમ કેટલી?
આટલું બજેટ બનાવ્યા બાદ હવે તમારે રોકાણ કરવાનું વિચારવાનું છે. તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોથી શરૂઆત કરો તે પહેલાં તમારે તમારી પ્રોફાઇલનું મૂલ્યાંકન કરવું જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડ્સનો ક્લાસ નક્કી કરવો જોઈએ. રોકાણ તમારી અનુકૂળતા મુજબ ટૂંકા કે લાંબા ગાળાનું હોય શકે છે.
હવે સવાલ આવે છે કે, તમારે મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ કરવું જોઈએ? આ બાબત તમારી જરૂરિયાત અને રોકાણના લક્ષ્યો પર આધાર રાખે છે. શરૂઆતમાં તમે અન્ય તમામ ખર્ચ અલગ કર્યા પછી તમારી આવકના 20% રોકાણ કરી શકો છો. આ ઉપરાંત તમે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળી તે રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.
જો તમારે 1 કરોડ રૂપિયા એકઠા કરવા માંગો છો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં 15 વર્ષ માટે દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વર્ષે 15 ટકા રિટર્નમાં આટલી રકમ ભેગી થાય છે. જો તમને 15 વર્ષનો સમય લાંબો લાગે તો તમે 11 વર્ષ માટે મહિને 30,000 રૂપિયાનું રોકાણ કરીને 1 કરોડ રૂપિયા ભેગા કરી શકો છો
અહીં નોંધનીય છે કે, રોકાણકારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની આદર્શ રકમ નક્કી કરવા માટે ઘણા પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. સામાન્ય રીતે રોકાણકારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા રોકાણના ઉદ્દેશ, માસિક આવક, ખર્ચ વગેરેનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ. ભારતમાં મોટાભાગના લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઓછામાં ઓછા કેટલા નાણાંની જાણકારી હોય છે તેનો ખ્યાલ જ હોતો નથી. તેઓ વિચારે છે કે તેમને શરૂઆત માટે મોટી રકમની જરૂર હોય છે. જોકે આ વાત સત્ય નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર