Home /News /business /શું તમે મ્યુચ્યુઅલ ફંડમાં બાળકોના નામથી રોકાણ કર્યું છે? માઇનરમાંથી મેજરમાં પરિવર્તિત કરવા કરો આ કામ
શું તમે મ્યુચ્યુઅલ ફંડમાં બાળકોના નામથી રોકાણ કર્યું છે? માઇનરમાંથી મેજરમાં પરિવર્તિત કરવા કરો આ કામ
મ્યુચ્યુઅલ ફંડ
Mutual funds Minor to Major Conversion: માત્ર વડીલો જ નહીં, પરંતુ 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો (Minor) પોતાના માતાપિતા/ગાર્ડિયન (Parents/Guardian) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Mutual Fund Investment) કરી શકે છે.
મુંબઈ: આજે બચત (Savings) લોકો માટે સૌથી પહેલી જરૂરિયાતમાંથી એક બની છે. નાના બાળકોથી માંડી વડીલો સુધી તમામ માટે બચત સુરક્ષિત ભવિષ્ય (Safe Future)ની ચાવી છે. કારણ કે કોરોના મહામારીએ લોકોને આ વાત ખૂબ સારી રીતે સમજાવી દીધી છે. તેથી જ લોકો વિવિધ ક્ષેત્રે કે પછી યોજનાઓમાં પોતાના પૈસાઓનું રોકાણ કરે છે. તેમાં પણ રોકાણ માટે સૌથી વધુ ભરોસો લોકો મ્યુચ્યુઅલ ફંડ(Invest in Mutual Fund) પર જ કરે છે. માત્ર વડીલો જ નહીં, પરંતુ 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો (Minor) પોતાના માતાપિતા/ગાર્ડિયન (Parents/Guardian) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Mutual Fund Investment) કરી શકે છે.
આવા કિસ્સામાં સગીર પ્રથમ અને એકમાત્ર એકાઉન્ટ ધારક છે અને તેનું પ્રતિનિધિત્વ તેના માતાપિતા અથવા કાયદાકીય (કોર્ટ દ્વારા નિયુક્ત) વાલીઓ દ્વારા કરવામાં આવી શકે છે. એવું એટલા માટે કારણ કે સગીરોના મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં જોઇન્ટ હોલ્ડિંગની છૂટ નથી. માતાપિતા તેમના બાળકોના હાયર એજ્યુકેશન માટે તેમના નામથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. જો તમારો ઇરાદો આટલા સુધી સિમિત છે, તો તે સારું છે. પરંતુ જો તમે ટેક્સ બચાવવાના હેતુથી આવું કરવા માંગતા હોય તો તે એકદમ ખોટું છે. કારણ કે બાળકોના નામે ખોલવામાં આવેલા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં જે પણ નફો થાય છે તે તમારી આવક સાથે જોડવામાં આવેલો હોય છે.
માઇનર એકાઉન્ટ શું છે?
માઇનર એકાઉન્ટ (Minor Account) તેને કહેવામાં આવે છે, જે એકાઉન્ટ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે હોય છે. આવા એકાઉન્ટમાં અનેક સુવિધાઓ મળે છે જેમ કે ઇન્ટરનેટ બેન્કિંગ, લોન, ક્રેડિટ કાર્ડ વગેરે.
મેજર એકાઉન્ટ શું છે?
18 વર્ષથી વધુની ઉંમરની લોકોના એકાઉન્ટને મેજર એકાઉન્ટ (Major Account) કહેવામાં આવે છે. તેમાં ખાતાધારકને તમામ બેન્કિંગ સુવિધાઓ આપવામાં આવે છે.
આપને જણાવી દઇએ કે, કુદરતી વાલી દ્વારા રજૂ કરાયેલ સગીર (Minority) 18 વર્ષની વયે મેજોરિટી (પુખ્ત વય) (Majority) મેળવે છે, જ્યારે કાનૂની વાલી દ્વારા રજૂ કરાયેલ સગીર 21 વર્ષની વયે મેજોરિટી મેળવે છે.
આ કામ નહીં કરો તો એકાઉન્ટ થશે સસ્પેન્ડ
સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા માટે વાલી અને સગીરને અગાઉથી નોટિસ (Notice) મોકલે છે. જો તમે બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો પછી જ્યારે તેઓ પુખ્ત બને, ત્યારે સૌથી પહેલા તેમના સ્ટેટસને માઇનરમાંથી મેજરમાં (Minor to Major) બદલવાની જરૂરિયાત પડે છે.
એકવાર સગીર પુખ્ત થઈ જાય પછી તમારે એકમાત્ર ખાતાધારક (Account Holder)ની સ્થિતિને માઇનરમાંથી મેજરમાં પરિવર્તિત કરવા માટે અરજી કરવી પડે છે. જો તમે આ અરજી કરવામાં નિષ્ફળ રહો છો, તો તમારા તમામ ટ્રાન્ઝેક્શન (SIP/SWP/STP) એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. બેંક અધિકારી દ્વારા યોગ્ય પ્રમાણિત માઇનરની સહી સાથે સ્ટેટસ મેજરમાં બદલવા માટે વાલીએ અરજી કરવાની જરૂર છે. અરજી સાથે બેંક એકાઉન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ અને સગીરનું KYC પણ સબમિટ કરવું જરૂરી છે.
સગીરમાંથી પુખ્તમાં પરિવર્તિત કરવા માટે તમારે એક ફોર્મ ભરવાનું રહે છે, જેને MAM કહેવામાં આવે છે. આ સાથે જ તમામ ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે. MAM એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ધારકે પાન કાર્ડ માટે અરજી કરી લેવી જોઈએ અને પાન કાર્ડ મેળવવું જરૂરી છે. આ ઉપરાંત કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલી હોવી જોઇએ. જો સગીરનું પહેલાથી જ બેંકમાં ખાતું હોય તો સગીરથી પુખ્તમાં સ્ટેટસ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ અથવા સગીર પુખ્ત બનતાની સાથે જ બેંક ખાતું તાત્કાલિક ખોલાવીને ચેકબુક પણ અવશ્ય મેળવી લેવી જોઈએ. જેથી તમને આગળની પ્રક્રિયામાં સરળતા રહે.
ગાર્ડિયને શું કરવું?
જો તમે માઇનરના કુદરતી માતાપિતા નહીં, પરંતુ ગાર્ડિયન છો તો તમારે બેંક અધિકારીઓ દ્વારા વિધિવત તપાસ કરાયેલા અને માન્ય હસ્તાક્ષર સાથે માઇનરમાંથી મેજોરમાં સ્ટેટસ અપડેટ કરાવવા માટે આવેદન કરવાનું રહેશે. આવેદનની સાથે સાથે બેંક એકાઉન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ અને સગીરનું કેવાયસી પણ સબમિટ કરવાનું રહેશે.
જ્યાં સુધી બાળક નાનું હોય, ત્યાં સુધી બાળકના ખાતામાંથી તમામ આવક અને લાભો માતાપિતા/વાલીની આવક હેઠળ જોડવામાં આવે છે અને માતાપિતા/વાલીએ તેમના સ્લેબ મુજબ કર (ટેક્સ) ચૂકવવો પડે છે. પરંતુ માઇનોરથી મેજોરમાં સ્ટેટસ બદલ્યા બાદ ટેક્સ નિયમોનું પાલન એકમાત્ર એકાઉન્ટ ધારક એટલે કે મેજર દ્વારા કરવાનું રહેશે. જે વર્ષમાં સગીર પુખ્તતા પ્રાપ્ત કરે છે, તે વર્ષમાં તેને અલગ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે અને તે વર્ષમાં સગીર જેટલા મહિનાઓ માટે મેજોર હોય તેટલા મહિના માટે તેને ટેક્સ ચૂકવવો જ પડશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર