Home /News /business /તમારા સ્વાસ્થ્ય વીમાને ઓફિસ કવર અને વ્યક્તિગત કવરમાંથી એક જ સમયે ક્લેમ કેવી રીતે શકાય?
તમારા સ્વાસ્થ્ય વીમાને ઓફિસ કવર અને વ્યક્તિગત કવરમાંથી એક જ સમયે ક્લેમ કેવી રીતે શકાય?
સ્વાસ્થ્ય વીમો
તમારી કોર્પોરેટ પોલિસી ઉપરાંત, તમારા માટે તમારી પોતાની સ્વાસ્થ્ય વીમા પોલિસી હોવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પૉલિસીધારકો માટે તેમના કુટુંબના સ્વાસ્થ્ય અને સુખાકારીનું સારું કવરેજ સુનિશ્ચિત કરવા માટે અલગ અલગ આરોગ્ય વીમા પૉલિસીઓ હોવી કોઈ અવનવી વાત નથી.
પગારદાર કર્મચારી જે સૌથી મોટી ભૂલો કરે છે, તેમાંની એક માત્ર ઓફિસ દ્વારા પૂરા પાડવામાં આવેલ સ્વાસ્થ્ય વીમા પર આધાર રાખવો તે છે. તમારી પાસે તમારો પોતાનો વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમો પણ હોવો જોઈએ. જો નવા એમ્પ્લોયર સઘળું કવર કરતો વીમો ઓફર ન કરે અથવા બિલકુલ કવર ન આપે તો અચાનક નોકરી ગુમાવતા અથવા નોકરીમાં ફેરફાર થવાથી તમારું વીમા કવર રાતોરાત દૂર થઈ શકે છે.
વળી, તમારી ઑફિસ દ્વારા અપાયેલ કવરની આસપાસ પણ ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે શું કોર્પોરેટ આરોગ્ય વીમા યોજના (corporate health insurance plan) તમારા માતાપિતાને આવરી લે છે? તમે કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ દાવો કેવી રીતે સબમિટ કરશો? શું તમારા એમ્પ્લોયર ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ કવરને કસ્ટમાઈઝ કરી શકે છે?
આ શ્રેણી દ્વારા માત્ર કોર્પોરેટ હેલ્થ પ્લાન ન રાખીને તમારી ગ્રુપ આરોગ્ય વીમા યોજનાનો મહત્તમ લાભ લેવામાં તમારી મદદ કરવાનો અમારો હેતુ છે .
સૌપ્રથમ ધ્યાનમાં રાખો કે તમારી કોર્પોરેટ પોલિસી ઉપરાંત, તમારા માટે તમારી પોતાની સ્વાસ્થ્ય વીમા પોલિસી હોવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પૉલિસીધારકો માટે તેમના કુટુંબના સ્વાસ્થ્ય અને સુખાકારીનું સારું કવરેજ સુનિશ્ચિત કરવા માટે અલગ અલગ આરોગ્ય વીમા પૉલિસીઓ હોવી કોઈ અવનવી વાત નથી.
તો જ્યારે જરૂરિયાત ઊભી થાય, ત્યારે તેઓ એક જ હોસ્પિટલ માટેના દાવાને અલગ અલગ વીમા પૉલિસી વચ્ચે કેવી રીતે વહેંચી શકે?
હોસ્પિટલનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. તબીબી ફુગાવો સામાન્ય ફુગાવા કરતાં વધુ ઝડપી દરે વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે. આવા સંજોગોમાં વ્યક્તિઓ માટે તેમની એક જ પોલિસીની મર્યાદા દૂર કરવી તે વધુને વધુ સામાન્ય છે. ક્લેમ કરવા માટેની પદ્ધતિથી જ એ નક્કી થઇ શકે કે કેવી રીતે તમારા ખિસ્સામાંથી ખર્ચ ઓછો થાય.
ક્લેઇમની પતાવટ કેશલેસ મોડમાં હોઈ શકે છે અથવા ભરપાઈ માટે ફાઇલ કરી શકાય છે.
કેશલેસ એક સરળ અને ઝડપી પ્રક્રિયા છે. જેમાં તમારે હોસ્પિટલમાં વીમા હેલ્પડેસ્કનો સંપર્ક કરવો પડશે અને તમારું આરોગ્ય ઇ-કાર્ડ બતાવવું પડશે. તમારી પોલિસી મર્યાદા સુધીના બિલની પતાવટ કરવા માટે હોસ્પિટલ અને વીમા આપનાર એકબીજા સાથે કોર્ડીનેટ કરી લે છે.
કેશલેસ ક્લેમનો લાભ લેવા માટે સારવાર કરતી હોસ્પિટલને વીમાદાતા પાસે નેટવર્ક હોસ્પિટલ તરીકે રજીસ્ટર કરવાનું રહે છે. રિએમ્બર્સમેન્ટ નામ પ્રમાણે જ તમારે પહેલા ચૂકવણી કરવાની અને પછીથી ભરપાઈ કરેલી રકમ મેળવવાની જરૂર છે. નેટવર્કનો ભાગ ન હોય તેવી હોસ્પિટલો માટે ક્લેમ માટે વળતર એ એકમાત્ર મોડ છે. તમારે તમામ બીલ, રસીદો અને તબીબી કાગળો વીમા કંપનીને સબમિટ કરવાના રહેશે, જે પછી તેમની તરફથી ચકાસણી કરશે અને તમારા બેંક ખાતામાં રકમની ભરપાઈ કરશે.
ઓફિસ દ્વારા વીમા કવર vs વ્યક્તિગત વીમા કવર
એકથી વધુ પોલિસી દ્વારા ક્લેમ
દાવાઓને બે પોલિસી વચ્ચે વિભાજિત કરવા માટેનું સૌથી સામાન્ય કારણ એ છે કે વીમાની રકમ અથવા પોલિસી મર્યાદા સમાપ્ત થઈ જવી. એકવાર એક પોલિસીમાં મર્યાદા સમાપ્ત થઈ જાય, પછી તમે બાકીની રકમ માટે બીજી પોલિસીમાં ફાઇલ કરી શકો છો. સારવાર આપતી હોસ્પિટલ નેટવર્કનો ભાગ છે કે કેમ તેના આધારે ચાલો અમુક પરિસ્થિતિ અને એ અંતે સૂચવેલી પદ્ધતિ જોઈએ.
સ્થિતિ 1 - હોસ્પિટલ એ વીમાદાતા 1ના નેટવર્કનો ભાગ છે, પરંતુ વીમાદાતા 2ના નેટવર્કનો ભાગ નથી
તમારે વીમાદાતા 1 પાસે કેશલેસ ક્લેમ માટે ફાઇલ કરવી જોઈએ. વીમાદાતા 1 ક્લેમની પતાવટ, પોલિસી મર્યાદા સુધી સીધી હોસ્પિટલ સાથે કરશે. બાકીની રકમ તમારે તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવી પડશે. હોસ્પિટલ તમને તે બાકીની રકમની રસીદ, તમામ બીલ અને સારવારના કાગળોની નકલ અને ક્લેમ સેટલમેન્ટ લેટર આપશે.
હોસ્પિટલમાં દાખલ હોવા છતાં 2 વીમા કંપની સાથે દાવો રજીસ્ટર કરો. ડિસ્ચાર્જ થયા પછી તમારે ઉપરોક્ત કાગળો 2 વીમા કંપની સાથે શેર કરવાના રહેશે. તપાસ કર્યા પછી બાકીની રકમ પોલિસી મર્યાદા સુધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
સ્થિતિ 2 - હોસ્પિટલ એ બંને વીમા કંપનીઓ 1 અને 2ના નેટવર્કનો ભાગ છે
સામાન્ય રીતે આવી સ્થિતિમાં બંને વીમા કંપનીઓ સાથે કેશલેસ થવું શક્ય નથી. તેથી તમારે કેશલેસ વિકલ્પ માટે વીમા કંપનીઓમાંથી કોઈ એકને પસંદ કરવી પડશે.
સામાન્ય રીતે વીમા કંપનીઓ હોસ્પિટલો સાથે સમજૂતી કરેલ પેકેજ દર ધરાવે છે. જો સારવાર પેકેજનો ભાગ નથી, તો તેને ઓપન બિલિંગ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં વીમાદાતા મુખ્ય ખર્ચ પર ડિસ્કાઉન્ટ માટે વાટાઘાટ કરે છે જેમ કે, રૂમ ભાડું.
ઓછી કિંમતના પેકેજની વીમા કંપનીને પસંદ કરો. જે તમને તમારા આઉટ ઓફ પોકેટ ખર્ચ અને એકંદર બિલિંગ ઘટાડવામાં મદદ કરશે. એકવાર પસંદ કરેલ વીમાદાતા દ્વારા કેશલેસની પ્રક્રિયા થઈ જાય, પછી ઉપર ઉલ્લેખિત કર્યા મુજબ, અન્ય વીમાદાતા સાથે ભરપાઈ માટે તે જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
સ્થિતિ 3 - હોસ્પિટલ કોઈપણ નેટવર્કનો ભાગ નથી
આવા કિસ્સામાં તમારે બંને વીમા કંપનીઓના ક્લેમ સેટલમેન્ટ ટર્નઅરાઉન્ડ ટાઈમ (TAT) વિશે પૂછપરછ કરવી જોઈએ. ઉપરાંત, ખાતરી કરો કે ક્લેમની પ્રક્રિયા થયા પછી કયા વીમાદાતા તમને ઝડપથી દસ્તાવેજો પરત કરશે. પ્રથમ વળતર માટે ઝડપી વીમાદાતાને પ્રાધાન્ય આપો.
પહેલા ક્લેમની પતાવટ થઈ ગયા પછી ક્લેમ સેટલમેન્ટ લેટર સાથે ક્લેમ પેપરની તમામ સ્ટેમ્પ કરેલી કૉપી પાછી મેળવો. તમે બાકીની રકમની ભરપાઈ માટે વીમા કંપની 2ને આ સબમિટ કરી શકો છો.
આ બાબતોની નોંધ રાખો
વળતરના ક્લેમ પર સમય મર્યાદા - વળતરનો ક્લેમ દાખલ કરવા માટે સમય મર્યાદા હોય છે. તેથી તમારા હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન જ તમારા દાવાની નોંધણી કરો અને ખાતરી કરો કે તમે ડિસ્ચાર્જ થયા પછી તરત જ તમામ સંબંધિત દસ્તાવેજો સબમિટ કરો છો. કેટલીકવાર વીમા કંપનીઓ હોસ્પિટલમાં દાખલ થવાની ચકાસણી કરવા માંગે છે. હૉસ્પિટલમાં દાખલ થવા સાથે ક્લેમની નોંધણી વીમાદાતાને આવી ચકાસણી જો ઈચ્છે તો તરત જ કરી શકે છે.
પૉલિસી મર્યાદા - પૉલિસીમાં કેટલીક સારવારોમાં સબલિમિટ હોઈ શકે છે. દા.ત, પ્રસૂતિ. કેશલેસ ક્લેમ મેળવવા માટે વધુ લિમિટ આપતા વીમાદાતાને પસંદ કરો.
હોસ્પિટલ પેકેજ રેટ અને પોલિસી પેટા-મર્યાદા - જો હોસ્પિટલ બંને વીમા કંપનીઓના નેટવર્ક પર હોય તો હોસ્પિટલ સાથે નીચા પેકેજ રેટ (એટલે કે, વીમાદાતાઓ અને હોસ્પિટલો દ્વારા વાટાઘાટ કરેલ અને સંમત દરો) ધરાવતા વીમાદાતા સાથે જાઓ.
ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ કે જ્યાં વીમાદાતા 1 પાસે 80,000નું પેકેજ છે અને વીમાદાતા 2 પાસે 1 લાખનું પેકેજ છે. અનુક્રમે 50,000 અને 60,000ની પોલિસી પેટા-મર્યાદા (રૂમના ભાડા અથવા પ્રક્રિયા-વિશિષ્ટ સાથે જોડાયેલી આંતરિક ટોચમર્યાદા) ધારીએ. જો તમે વીમા કંપની 2 તરફથી કેશલેસ ક્લેમ પસંદ કરો છો, તો તમારી બાકી રહેતી રકમ 40,000 હશે. તેથી, એવી શક્યતા છે કે વીમાદાતા 1 20,000 કરતાં વધુના ક્લેમનું સેટલમેન્ટ નહીં કરે.
પરંતુ, જો તમે કેશલેસ માટે વીમા કંપની 1 પસંદ કરો છો, તો તમારી બાકીની રકમ જે 30,000 હશે, વીમાદાતા 2 સંપૂર્ણ રકમની પતાવટ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર