Home /News /business /

Mutual Funds: માર્કેટમાં કરેક્શન વખતે તમારે કયા મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા જોઇએ? જાણો વિગત

Mutual Funds: માર્કેટમાં કરેક્શન વખતે તમારે કયા મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા જોઇએ? જાણો વિગત

મ્યુચ્યુઅલ ફંડ

Investment in Mutual Funds: છેલ્લા એક સપ્તાહથી ભારતીય શેરબજાર (Stock Market) સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો છે. કોઇ પણ નવા રોકાણકારે ઇન્વેસ્ટ કરતા પહેલા રિસ્ક પ્રોફાઇલમાં તેની એસેટ ફાળવણી જરૂરી ધ્યાનમાં રાખવી જોઇએ.

વધુ જુઓ ...
નવી દિલ્હી: શેર બજારમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ઘણા રોકાણકારો (Investors) આગળ શું કરવું તેની મૂંઝવણ અનુભવી રહ્યા છે. તો અમુક નવા રોકાણકારો માર્કેટમાં ઇન્વેસ્ટ (Investment) કરવાથી ડરી રહ્યા છે. પરંતુ જો તમે હાલ તમારા પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને તમે માર્કેટ ડાયનામિક્સ (Market Dynamics)ને સમજી ચૂક્યા છો, તો અહીં અમે તમને અમુક રોકાણના અવસરો (Investment opportunity) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. છેલ્લા એક સપ્તાહથી ભારતીય શેરબજાર (Stock Market) સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો છે. કોઇ પણ નવા રોકાણકારે ઇન્વેસ્ટ કરતા પહેલા રિસ્ક પ્રોફાઇલમાં તેની એસેટ ફાળવણી જરૂરી ધ્યાનમાં રાખવી જોઇએ.

નિષ્ણાતોની સલાહ

મિન્ટના અહેવાલ પ્રમાણે ફિનિટીના બિઝનેસ હેડ અભિલાષ જોસેફે જણાવ્યું કે, વર્તમાન મેક્રોઇકોનોમિક અને માર્કેટ ડાયનેમિક્સ વ્યૂહાત્મક ફાળવણીને ફરી ચકાસવાની તક આપે છે.

કરેક્શન હોવા છતાં હજારો હજુ પણ વધુ સારા દેખાતા હોવાનો દાવો કરતા એસોસિએશન ઓફ રજીસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બોર્ડ મેમ્બર વિશાલ ધવને જણાવ્યુ હતું કે, ડાયનેમિક એસેટ એલોકેશન/બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ તરફ જોવું સમજણભર્યું છે. જે ડાઉનસાઇડને સુરક્ષિત રાખી શકે છે.

માર્કેટ કરેક્શન દરમિયાન માનવીય પૂર્વગ્રહો દૂર કરવા IIFL વેલ્થના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શાજી કુમાર દેવકર ક્વોન્ટ ફંડ સૂચવે છે. દેવકરનું કહેવું છેકે, અનિશ્ચિતતા અને રૂલ-બેઝ્ડ અપ્રોચ સાથે ક્વોન્ટ ફંડ્સ સ્ટોક પસંદગીને વધુ સારી બનાવવા અને પોર્ટફોલિયો જોખમને શ્રેષ્ઠ રીતે મેનેજ કરવા માટે એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

એક્ટિવ કે પેસિવ?

સમગ્ર માર્કેટમાં કરેક્શન હોવાથી રોકાણકારો બ્રોડ બેઝ્ડ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. જોકે, આ અંગે એક્સપર્ટ્સના મંતવ્યો અલગ અલગ છે.

આ પણ વાંચો: Mutual Fund: NFOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વાતનું રાખો ધ્યાન

એમકે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સીઇઓ વિકાસ સચદેવે જણાવ્યું કે, અમારા જેવા માર્કેટ, કે જે આલ્ફાની તલાશમાં રહે છે, હું ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતા ઉચ્ચ ગુણવત્તાવાળા શેરોના પોર્ટફોલિયો પર દાવ લગાવવાનું પસંદ કરીશ.

જ્યારે વિશાલ ધવન જણાવે છે કે, નિફ્ટી 50 અને નિફ્ટી 500 તેમજ S&P 500 અને MSCI વર્લ્ડ ઇન્ડેક્સ જેવા વૈશ્વિક સૂચકાંકો તરફ જોવા માટે ઇન્ડેક્સ ફંડ્સ એક સારો વિકલ્પ છે. બજારો હજુ પણ પ્રીમિયમ પર હોવાથી કોઇ પણ વ્યક્તિ SIP અથવા STP સ્ટ્રેટેજી દ્વારા સમયાંતરે ઇન્ડેક્સ ફંડ ઉમેરવાનું વિચારી શકે છે.

આ પણ વાંચો: Mutual funds: શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેવી રીતે કરવી? આ પરીબળોને ધ્યાનમાં રાખીને કરો પસંદગી

આ બંને અભિપ્રાયોને સંતુલિત કરી એક યોગ્ય પોર્ટફોલિયો બનાવવા માટે ડીઝર્રવા કો-ફાઉન્ડર વૈભવ પોરવાલે આલ્ફા અને બીટા સ્ટ્રેટેજીનું કોમ્બિનેશન સૂચવ્યું હતું. વૈભવે જણાવ્યું કે, અમારા સલાહ છે કે ઇન્ડેક્સ ફંડ માટે અલોકેશનના લાર્જકેપ પાર્ટનો ઉપયોગ અને મલ્ટીકેપ/ મિડકેપ અને સ્મોલકેપ એલોકેશન્સ માટે સક્રિય સંચાલિત સ્કીમ્સનો ઉપયગ કરવો જોઇએ.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Mutual funds, Share market, સેન્સેક્સ

આગામી સમાચાર