મહામારીમાં વીમા કવચ કેવી રીતે પસંદ કરશો? જાણો, નિષ્ણાતોએ શું સલાહ આપી

મહામારીમાં વીમા કવચ કેવી રીતે પસંદ કરશો? જાણો, નિષ્ણાતોએ શું સલાહ આપી
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

સામાન્ય રીતે લોકોમાં "મારે કેટલું કવર પસંદ કરવું જોઈએ?" તેવો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. આ પ્રશ્નો જવાબ તમારી પોતાની સ્વાસ્થ્યની સ્થિતિ પર આધારિત છે.

  • Share this:
નવી દિલ્હી: કોરોના મહામારીએ દરેક વ્યક્તિ પર અલગ-અલગ રીતે અસર કરી છે. એમાં પણ ખાસ કરીને બીજી લહેર (Coronavirus second wave) દરમિયાન લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય તેવા કિસ્સા વધ્યા છે. એવું નથી કે, આ આફત માત્ર વૃદ્ધો ઉપર આવી છે, કોરોના મહામારીએ યુવાનોને પણ ટાર્ગેટ બનાવ્યા છે. આ મુશ્કેલ સમયમાં તમારી જાત અને તમારા પરિવારને વીમા યોજનાનું કવચ (Health insurance) મળે તેવી પ્રાથમિકતા હોવી જોઈએ. અહીં લોકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન થયો છે

ક્યાં પ્રકારનું વીમા કવચ લેવું?સામાન્ય રીતે લોકોમાં "મારે કેટલું કવર પસંદ કરવું જોઈએ?" તેવો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. આ પ્રશ્નો જવાબ તમારી પોતાની સ્વાસ્થ્યની સ્થિતિ પર આધારિત છે. તમે જ્યાં રહો છો તે શહેર અને આસપાસના હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચના આધારે આ નિર્ણય લેવો જોઈએ. ઉદાહરણ તરીકે દક્ષિણ મુંબઇમાં રહેતી વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ થવું મોંઘું પડે છે. ઇમરજન્સીની સ્થિતિમાં તેઓ નજીકના હૉસ્પિટલમાં દાખલ થઈ જાય છે. આવા સંજોગોમાં મોટો વીમો જોઈએ.

આ પણ વાંચો: મુંબઈમાં જૂન સુધી સ્થિતિ સામાન્ય થઈ શકે, જુલાઈમાં સ્કૂલો ખુલી શકશે- અભ્યાસમાં દાવો

મહામારી દરમિયાન કેવા પ્લાન પસંદ કરવા?

પરિવારના દરેક સભ્ય માટે અલગ વીમાને પ્રાધાન્ય આપો. ફેમિલી પ્લાનમાં પણ આ વિકલ્પ લઈ શકાય છે. ફેમિલી ફ્લોટર પ્લાનના સ્થાને સ્વતંત્ર વીમાને પ્રાધાન્ય આપવું. ફેમિલી ફ્લોટર પ્લાનની મહત્તમ મર્યાદામાં આખું કુટુંબ આવરી લેવામાં આવે છે. મહામારી દરમિયાન એકથી વધુ સભ્યને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે ત્યારે આવા ફ્લોટર પ્લાન ધરાવતા પરિવારો સામે મુશ્કેલી સર્જાય છે.

ટોપ-અપ્સ શું છે? મારે તે લેવા જોઈએ?

હેલ્થકેર પ્લાનને ઝીરો કર્યા બાદ ટોપ-અપ્સ પણ પસંદ કરી શકો છો. હેલ્થકેર યોજનાઓમાં મૂળ વીમાની રકમ પૂરી થઈ ગયા પછી વધારાના ખર્ચની ટોપ એપ્સ ભરપાઈ કરે છે. લાખની સરખામણીએ ટોપ-અપ્સની કિંમત ઓછી હોય છે. નોંધનીય છે કે, સમયાંતરે આરોગ્ય સંભાળના ખર્ચમાં વધારો થશે પરંતુ તે માટે હાલની વીમા રકમ પર્યાપ્ત નહીં હોય. બીજી તરફ મોટી ઉંમરે કેટલીક વખત નવું અથવા વધારાનું હેલ્થ કવર મેળવવું મોંઘું પડી શકે. જેથી ટોપ-અપ્સ વધુ હાથવગો વિકલ્પ છે.

આ પણ વાંચો: અંકલેશ્વર: 'કોરોનાકાળમાં રૂપિયા કોઈ કામના નથી,' બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ

કેટલીક ગંભીર બીમારીઓ માટેના કવર પણ ઉપલબ્ધ છે. જો તમે અથવા તમારા કુટુંબમાં કોઈને ચોક્કસ ગંભીર બીમારીઓ હોવાનું સામે આવ્યું હોય તો આ વિકલ્પ વધુ સારો છે.

વિદેશમાં સારવાર ખર્ચને સમાવી લે તેવી યોજનાઓ છે?

વિદેશમાં સારવાર લઈ શકાય તેવા પ્લાન ઉપલબ્ધ છે. જે લોકોને મોટા પ્રીમિયમ પરવડી શકે તેઓને હેલ્થકેર પ્લાનની જાણકારી મેળવવી જોઈએ. આવા પ્લાનમાં વિદેશમાં સારવારની જરૂર હોય તો તેને આવરી લેવાય છે. હેલ્થ ઇમેર્જન્સીના કિસ્સામાં કેટલીક આરોગ્ય યોજનાઓમાં પ્લેનમાં લઇ જવાના ખર્ચનો પણ સમાવેશ થાય છે.

શું મારી અને મારા પરિવાર માટે એક આરોગ્ય નીતિ પૂરતી છે?

માત્ર એક જ હેલ્થ પોલિસી હોય તેવા દિવસો હવે પૂરા થઈ ચૂક્યા છે. જેને સામાન્ય રીતે ‘મેડિકલેમ’ કહેવામાં આવે છે. તમારી પાસે તમારા એમ્પ્લોયર દ્વારા અપાયેલા વીમા કવર હોઈ શકે છે. ઉપરાંત તમારી પોતાની પોલિસી, ટોપ-અપ પ્લાન પણ લઈ શકાય. જો શક્ય હોય તો વિદેશમાં એરલિફ્ટ અને સારવાર જેવા વધારાના ખર્ચ માટેના પ્લાનનો પણ સમાવેશ કરી શકાય.

આ પણ વાંચો: જિંદગી હારીને પિન્કી દેવી બની પ્રધાન, પરિણામના ત્રણ દિવસ પહેલા મોત

ઉપરાંત કોઈ નોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અથવા જીવન વીમા કંપની દ્વારા આપવામાં આવતા પ્લાન ઉપર પણ નજર દોડાવો. નોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આવરી લેવામાં આવનારા કિસ્સામાં મોટી રકમ હોય તો પણ સારવાર દરમિયાન તમને ખર્ચ મળશે.

ઉપરાંત જે રકમ માટે પ્રીમિયમ ચૂકવાય છે તેનો દાવો પણ કરી શકાય છે. બીજી તરફ જીવન વીમા કંપની દ્વારા આપવામાં આવતી સેવામાં ખર્ચને ધ્યાનમાં લીધા વિના સંપૂર્ણ રકમની મળશે. જો કે, આ વન ટાઈમ પેમેન્ટ છે.

મને એમ્પ્લોયર દ્વારા વીમો અપાયો છે? શું મારે હજી બીજી આરોગ્ય વીમા પોલિસી લેવાની જરૂર છે?

હા, તમારે લેવી જ જોઈએ. વર્તમાન સમયમાં નોકરી રહેશે કે નહીં તે અનિશ્ચિત છે. જો તમે તમારી નોકરી ગુમાવો છો, તો તમે તમારા એમ્પ્લોયર દ્વારા પૂરા પાડવામાં આવેલું કવર પણ ગુમાવશો. તેથી તમારા અને પરિવાર માટે એક અલગ વીમા પ્લાન લેવો આવશ્યક છે.

નિષ્ણાતો શું કહે છે?

જેવી રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને રિવ્યૂ કરો છો, તેવી જ રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ કવર ઉપર પણ ધ્યાન દેવું જોઈએ. આ વાત માત્ર મહામારી પૂરતી સીમિત નથી. પ્લાનની વિગતો પરિવાર સાથે શેર કરવી જોઈએ. ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે, હું આઇસીયુમાં હતો ત્યારે મારી પાસે પૂરતો હેલ્થ વીમો હતો, પરંતુ મારા પરિવારને તે અંગે જાણ જ નહોતી. આવી ભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં.
Published by:News18 Gujarati
First published:May 03, 2021, 13:02 pm

ટૉપ ન્યૂઝ