Home /News /business /Best Car loan: કાર લોન લેવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન, નહીંતર પડશે મોંઘી

Best Car loan: કાર લોન લેવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન, નહીંતર પડશે મોંઘી

કાર લોન

How to get the best car loan: કાર લોન (Car loan)માં વાર્ષિક 7.30 ટકા જેટલા નીચા વ્યાજદર અને 8 વર્ષ સુધીની ચૂકવણીની મુદત મળી શકે છે. તમે કારની ઓન-રોડ કિંમતના 90%થી 100% જેટલી લોન લઈ શકો છો.

મુંબઈ: કારની ખરીદી (Purchasing of Car) પહેલા કિંમતની ચર્ચા વખતે ડીલર તમને લોનનું પૂછે છે. જો તમે હા પાડો તો તે ડીલરનો પ્રતિનિધિ તમને લોન ડેસ્ક (Loan desk) પર લઈ જશે. જ્યાં તમે બે-ત્રણ જુદા જુદા ફાઈનાન્સર પાસેથી લોન મેળવી શકો છો. કાર લોન (Car loan)માં વાર્ષિક 7.30 ટકા જેટલા નીચા વ્યાજદર અને 8 વર્ષ સુધીની ચૂકવણીની મુદત (Car loan tenure) મળી શકે છે. તમે કારની ઓન-રોડ કિંમતના 90%થી 100% જેટલી લોન લઈ શકો છો. કાર ખરીદનાર મોટાભાગના ગ્રાહકો ડીલર સાથે ભાગીદાર હોય તેવા ધીરાણકર્તા પાસેથી કાર લોન લે છે. ફાઇનાન્સ સર્વિસ (Finance service) અને કાર એક જ છત હેઠળથી મળતી હોવાથી ત્યાંથી જ લોન લેવી અનુકૂળ પડે છે. જોકે, તમે આવી લોનમાં આગળ વધો તે પહેલાં અન્ય વિકલ્પો પર પણ નજર નાખવી જોઈએ.

2021માં કોણ આપી રહ્યું છે સસ્તી કાર લોન? (Best Car loan)

બેંક ઑફ ઇન્ડિયા, SBI અને કેનેરા બેંક

બેંક ઑફ બરોડા દ્વારા કાર લોનના વ્યાજ 7 ટકાથી શરૂ થાય છે. બેંક દ્વારા પ્રોસેસિંગ ફી તરીકે રૂ. 1500 લેવાય છે અને GST અલગથી લાગે છે. બીજી તરફ કેનેરા બેંકમાં કાર લોન 7.30 ટકાથી શરૂ થાય છે. બેંક દ્વારા લોનના 0.25 ટકા જેટલી પ્રોસેસિંગ ફી લેવાય છે. એકંદરે ફી લઘુતમ રૂ. 1000 કે મહત્તમ રૂ. 5000ના ધોરણે લેવામાં આવે છે. જ્યારે SBIમાં કાર લોનનો વ્યાજદર 7.20થી શરૂ થાય છે.

એક્ઝિસ બેંક, ICICI બેંક અને ફેડરલ બેંક

એક્ઝીસ બેંક દ્વારા કાર લોનનો દર 7.45 ટકાથી શરૂ થાય છે. બેંકમાં પ્રોસેસિંગ ફી તરીકે રૂ. 3500થી રૂ. 7000 વચ્ચેની રકમ લેવાય છે. ફેડરલ બેંક કાર લોનમાં 8.50%નું વ્યાજ ઓફર કરે છે. જ્યારે ICICI બેંકમાં કાર લોનનો વ્યાજદર 7.90 ટકાથી શરૂ થાય છે. લોન પ્રોસેસિંગ ચાર્જ 0.5 ટકા લેખે લાગે છે.

લોનમાં 1 ટકાનો ઘટાડો પણ ફાયદો કરાવે

લોનમાં 1 ટકાનો તફાવત પણ તમને બચત કરવામાં મદદ કરી શકે છે. ધારો કે તમારે રૂ. 7 લાખની લોન જોઈતી હોય અને બેંક તમને પાંચ વર્ષ માટે 8 ટકાના દરે લોન ઓફર કરે છે. આવી સ્થિતિમાં તમારો માસિક હપ્તો (EMI) રૂ. 14,194 જેટલો રહેશે અને કુલ આઉટગો રૂ. 8,51,609 થશે.

જો લોન 0.5 ટકા સસ્તી હોય તો તમારો માસિક હપ્તો રૂ.14,027 હશે અને કુલ લોન આઉટગો રૂ. 8,41,594 હશે. જ્યારે જો લોન 1% સસ્તી હોય તો EMI અને કુલ લોન આઉટગો અનુક્રમે રૂ. 13,861 અને રૂ. 8,31,650 રહેશે.

આ પણ વાંચો:  Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? તેમાં રોકાણ કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

બેસ્ટ કાર લોન લેવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખો

1) કાર લોન લેતી વખતે સૌથી મહત્ત્વનું વ્યાજ હોય છે. સસ્તી પડે તેવી લોન લેવાના પ્રયાસ કરો.
2) ક્યારેય એક સાથે ઘણી જગ્યાએ લોનની અરજી ન કરશો. તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર થશે.
3) લોનની અરજી કર્યા પહેલા તમારા માટે અનુકૂળ કાર પસંદ કરી લો. કાર પસંદ કરતી વખતે તમારા આર્થિક પાસાઓને ધ્યાને રાખો
4) સ્પેશિયલ ઓફરનું લાભ લઇ શકો છો. બેંક સમયાંતરે આવી ઓફર ચલાવતી હોય છે.
5) તમારે માસિક હપ્તો અને વીમો ભરવાનો હોય છે. જેથી સર્વિસ પાછળ વધુ ખર્ચ થઈ શકે તેવી કાર પસંદ ન કરશો.

કાર લોન લેતા પહેલા આ પ્રશ્નો તમારી જાતને પૂછો

તમે કાર મૉડેલ પસંદ કરી અને તમારી મનપસંદ કાર ઘરે લાવો તે પહેલાં આર્થિક સ્થિતિને ધ્યાને લેવી પડશે. કાર લોન લેતા પહેલા પોતાની જાતને અમુક પ્રશ્નો પૂછવા પડશે. જે આ મુજબ છે.

આ પણ વાંચો:  Education loan: શું એજ્યુકેશન લોનમાં કર લાભ મળે? જાણો એજ્યુકેશન લોન લેવાના ફાયદા

1) કાર લોન પર કેટલું વ્યાજ ચૂકવવું પડશે?

બેંકો પોતાની પોલિસી મુજબ અલગ અલગ વ્યાજ વસૂલે આવી સ્થિતિમાં બેસ્ટ ઓફર (best offer) શોધવાની જવાબદારી તમારી છે. આગાઉ જણાવ્યું તેમ, એક ટકા જેટલો તફાવત પણ લોન પર અસર કરી શકે છે.

2) બેંક દ્વારા કુલ કેટલી રકમનું ધીરાણ થઈ રહ્યું છે?

કાર ખરીદી વખતે કુલ કિંમતના 20 ટકા રકમ તમે પોતે જ આપો અને બાકીની 80 ટકા રકમની લોન લેવી હિતાવહ હોય છે. અમુક બેંકો 100 ટકા સુધીની લોન આપે છે. અલબત્ત 20 લોન લેનારે પોતે જ ભરી દેવા જોઈએ. જેના કારણે આવું કરવાથી માસિક હપ્તામાં વધુ ભારણ આવશે નહીં.

આ પણ વાંચો:  Mutual funds: શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેવી રીતે કરવી? આ પરીબળોને ધ્યાનમાં રાખીને કરો પસંદગી

3) કાર માટે અંતે હું કેટલી રકમ ચૂકવીશ?

વ્યાજ દર ઓછો હોય તો પણ કેટલીક સંસ્થાઓ પ્રોસેસિંગ, ડોક્યુમેન્ટેશન, પ્રીપેમેન્ટ, ફોર્ક્લોઝર, લેટ ચાર્જ, ચુકવણીમાં ડિફોલ્ટ વગેરે માટે ભારે ચાર્જ લે છે. જેના કારણે કાર માટે ચૂકવવામાં આવતી એકંદર રકમમાં વધારો થાય છે. લોન લેનારે કાર લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને છેલ્લે ચૂકવવાની અંતિમ રકમ તપાસવી જોઈએ.

4) શું હું કોઈ પેનલ્ટી વગર વહેલી લોન ભરી શકું?

લોન લેનાર દરેક વ્યક્તિએ આ પ્રશ્ન ધિરાણ કરનારને પૂછવો જોઈએ. ઘણી બેંકો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં લોન ચૂકવવા ઇચ્છુક પાસે પ્રીપેમેન્ટ ચાર્જ, ફોર્ક્લોઝર ચાર્જ અને અન્ય ફી વસૂલે છે. આવો ચાર્જ ઓછો હોય તેવી બેંક પસંદ કરવી હિતાવહ છે. ઘણી બેંકો લોન મંજૂર થયાના બે વર્ષ પછી ફોર્ક્લોઝર ચાર્જ વસૂલતી નથી.
First published:

Tags: Automobile, Bank, Loan, Personal finance, Vehicle, કાર