Home /News /business /

Aadhaar Card: 5 લાખથી વધુ આધાર નંબર રદ, જાણો તમારું કાર્ડ અસલી છે કે નહીં

Aadhaar Card: 5 લાખથી વધુ આધાર નંબર રદ, જાણો તમારું કાર્ડ અસલી છે કે નહીં

આધાર કાર્ડ અપડેટ

Aadhaar Card: બનાવટી આધારનો ઉપયોગ યૂઝરના નામ હેઠળ વિવિધ ગુનાઓ કરવા માટે થઈ શકે છે અને છેતરપિંડી કરનારાઓ ઘણીવાર આવું કરવા માટે આ યુક્તિનો ઉપયોગ કરે છે.

નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (Electronics and Information Technology)ના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે (Rajeev Chandrasekhar) ગત સપ્તાહની શરૂઆતમાં મોનસૂન સત્રની કાર્યવાહી દરમિયાન સંસદને માહિતી આપી હતી કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આશરે 6 લાખ આધાર નંબર રદ કર્યા છે. આ તમામ આધાર નંબર ડુપ્લિકેટ અથવા નકલી (UIDAI Cancels 6 Lakh Fake Aadhaar Numbers) હતા. નકલી આધાર કાર્ડ અને આધાર નંબરનો ઉપયોગ ઘણીવાર ગંભીર ગુનાઓ કરવા માટે થાય છે અને UIDAI તેના પર પ્રતિબંધ મૂકવા માટે નિયમિતપણે પગલાં લે છે. લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સત્તાધીશોએ ડુપ્લિકેટ આધાર જનરેશનના મુદ્દાને પહોંચી વળવા પગલાં લીધાં છે. ચંદ્રશેખરે વધુમાં નોંધ્યું હતું કે, ડુપ્લિકેશનને અટકાવવા માટે આધારની ચકાસણી કરવા માટે 'ફેસ'ને એક વધારાની સુવિધા તરીકે ઉમેરવામાં આવ્યો છે, જેના પરિણામે 598,999 આધાર નંબર રદ્દ કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, "જનસાંખ્યિક મેચિંગ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે, તમામ નવી નોંધણીઓનું બાયોમેટ્રિક મેચિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે અને ડિ-ડુપ્લિકેશન માટે નવી પદ્ધતિ (ફિંગરપ્રિન્ટ અને આઇરિસ ઉપરાંત) તરીકે 'ફેસ' નો સમાવેશ કરવામાં આવ્યો છે."

કઇ રીતે ઓળખવું નકલી આધાર કાર્ડ?


- જો તમે એ ચેક કરવા માંગતા હોવ કે તમારી પાસે રહેલો આધાર નંબર અસલી છે કે નકલી, તો યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ https://resident.uidai.gov.in/offlineaadhaar પર જાઓ.

- આ પછી, 'આધાર વેરિફાય' સર્વિસ વિકલ્પ પસંદ કરો. આધારની અધિકૃતતા ચકાસવા માટે તમે સીધા https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar લિંક પર પણ જઈ શકો છો.

- આ પછી, આગળ વધવા માટે 12-અંકનો આધાર નંબર અથવા 16-અંકનો વર્ચ્યુઅલ આઈડી દાખલ કરો.

- જ્યારે તમે નંબર દાખલ કર્યા બાદ સ્ક્રીન પર દેખાતો સિક્યોરિટી કોડ દાખલ કરો અને વન ટાઇમ પાસવર્ડ અથવા ઓટીપી માટે રીક્વેસ્ટ કરો. તમે ટીઓટીપી પણ દાખલ કરી શકો છો.

આ પણ વાંચો: તમારા ફોન પર તમારી location ટ્રેક કરવાની એપ્લિકેશન્સને કેવી રીતે કરશો બંધ

- હવે તમને આપેલા આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મળશે. વેબસાઇટ પર ઓટીપી દાખલ કરો.

- હવે તમે નવા પેજ પર રીડાયરેક્ટ થશો. જ્યાં તમને એક મેસેજ મળશે જે જણાવશે કે તમારો આધાર નંબર માન્ય છે કે નહીં.

- મેસેજની સાથે સાથે સંબંધિત આધાર નંબર માટે સ્ક્રીન પર નામ, રાજ્ય, ઉંમર, લિંગ અને અન્ય વિગતો પણ દર્શાવવામાં આવશે. જો આ તમામ વિગતો દર્શાવવામાં આવે તો તમારી પાસે જે આધાર નંબર છે તે અસલી છે.

- આ ઉપરાંત આધારની ઓફલાઇન વેરિફિકેશન કરવા માટે તમે સ્કેન આધાર લેટર/ ઇઆધાર/ આધાર પીવીસી કાર્ડ પર છપાયેલા ક્યૂઆર કોડને સ્કેન કરી શકો છો.

આ પણ વાંચો: તમારા આધાર કાર્ડનો કોણ કોણ કરી રહ્યું છે ઉપયોગ, આ સરળ રીતથી જાણો

બનાવટી આધારનો ઉપયોગ યૂઝરના નામ હેઠળ વિવિધ ગુનાઓ કરવા માટે થઈ શકે છે અને છેતરપિંડી કરનારાઓ ઘણીવાર આવું કરવા માટે આ યુક્તિનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છેકે 12 અંકનો નંબર દરેક ભારતીય નાગરિક માટે ઓળખનો આવશ્યક ભાગ બની ગયો છે. આધારકાર્ડ, તેના વધતા જતા મહત્વ સાથે ઓળખના પુરાવા તરીકે સૌથી વધુ માંગવાળા દસ્તાવેજોમાંનો એક બની ગયું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Aadhaar card, UIDAI, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन