Home /News /business /નોકરિયાત લોકો આનંદો: મોદી સરકારે 22.55 કરોડ લોકોના ખાતામાં જમા કરી રકમ, આ રીતે કરો ચેક
નોકરિયાત લોકો આનંદો: મોદી સરકારે 22.55 કરોડ લોકોના ખાતામાં જમા કરી રકમ, આ રીતે કરો ચેક
ઈપીએફઓ
EPFO interest rate: EPFO તરફથી અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, અત્યારસુધી 22.55 કરોડ લોકોના ખાતામાં નાણાકીય વર્ષ 2020-21 માટે 8.50% લેખે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.
નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી નાણાકીય વર્ષ 2020-21 માટે 22.55 કરોડ ખાતામાં 8.5 ટકા લેખે વ્યાજ જમા કરવામાં આવ્યું છે. EPFO તરફથી અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપવામાં આવી છે. ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, અત્યારસુધી 22.55 કરોડ લોકોના ખાતા (PF account holders)માં નાણાકીય વર્ષ 2020-21 માટે 8.50% લેખે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. સરકારે આ માહિતી આપી છે ત્યારે શું તમે પણ તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં (How to check PF Balance) તે જાણવા માંગો છો તો અમે તમને કેટલિક સરળ રીત બતાવી રહ્યા છીએ.
આ રીતે ચેક કરો PF બેલેન્સ:
1) SMSની મદદથી બેલેન્સ ચેક કરો
જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 77382 99899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.
2) મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો
તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
>> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે
>> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો