Paytm IPO: પેટીએમના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધારો; શેર લાગ્યા કે નહીં તે આ રીતે જાણો

પેટીએમ આઈપીઓ

Paytm IPO: પેટીએમના શેરની ફાળવણી (Paytm shares allotment) 15મી નવેમ્બરના રોજ થવાની શક્યતા. શેર ફાળવણીની તારીખ નજીક આવકે ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium)માં વધારો નોંધાયો.

  • Share this:
    મુંબઈ: પેટીએમનો આઈપીઓ (Paytm IPO) 8થી 10 નવેમ્બર, 2021 વચ્ચે ખુલ્યો હતો. રૂ. 18,300 કરોડના પબ્લિક ઇશ્યૂને બિડર્સ તરફથી જોઈએ એટલો ઉત્સાહ કે પ્રતિસાદ ન મળ્યો ન હતો. પેટીએમના શેરની ફાળવણી (Paytm IPO share allotment) 15મી નવેમ્બરના રોજ થવાની શક્યતા રહેલી છે. જે લોકોએ પેટીએમનો આઈપીઓ ભર્યો છે તેમને શેર લાગ્યા કે નહીં તેની તપાસ બે રીતે કરી શકાય છે. રોકાણકારો બીએસઈની વેબસાઇટ અથવા કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ પરથી આઈપીઓનું સ્ટેટસ જાણી શકે છે. લિંક ઇનટાઇમ પ્રાઇવેટ લિમિડેટ (Link Intime Private Ltd) પેટીએમની ઓફિશિયલ રજિસ્ટ્રાર છે. બીજી તરફ શેરની ફાળવણી પહેલા પેટીએમના ગ્રે માર્કેટ પ્રીમિયમ (Paytm grey market premium)માં વધારો જોવા મળ્યો છે. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડા બાદ ફરીથી વધારો નોંધાયો છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Paytm IPO GMP)

    માર્કેટ પર નજર રાખતા સૂત્રોનું કહેવું છે કે પેટીએમનો શેર હાલ 30 રૂપિયાના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે. શુક્રવારે પેટીએમના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 18 રૂપિયા હતું. એટલે કે અલોટમેન્ટ તારીખ નજીક આવતા શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે પેટીએમ તરફથી શેરની ઈશ્યૂ કિંમત 2080-2150 (Paytm price band) રાખવામાં આવી છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે હાલ પેટીએમનો શેર ગ્રે માર્કેટમાં 2180 રૂપિયા (2150+30) પર ટ્રેડ થઈ રહ્યો છે.

    શેર લાગ્યા કે નહીં તે આ રીતે જાણો:

    1) BSEની વેબસાઇટ પર ચેક કરો: અહીં ક્લિક કરો..
    2) Link Intime વેબસાઇટ પર ચેક કરો: અહીં ક્લિક કરો...

    દેશનો સૌથી મોટો આઈપીઓ

    પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાનો IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

    આ પણ વાંચો: Multibagger stock: બે વર્ષ પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારોને મળ્યાં 4 કરોડ રૂપિયા

    પેટીએમનો આઇપીઓ 1.89 ગણો સબ્સક્રાઇબ થયો

    પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ માટે બુધવારે ઇશ્યૂના છેલ્લા દિવસ હતો. પેટીએમનો આઈપીઓ 1.89 ગણો ભરાયો હતો. પેટીએમનો આઈપીઓ દેશના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટોક સેલ છે. આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.

    આ પણ વાંચો: Paytm IPO: આઈપીઓથી પેટીએમના 350 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, આવી રીતે થયો ચમત્કાર

    રિટેલ હિસ્સો ઝડપથી ભરાયો

    શેરબજારની માહિતી મુજબ પેટીએમની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ લિમિટેડના આઇપીઓને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બોલી મળી હતી. આઇપીઓ હેઠળ રિટેલ રોકાણકારોના સેગમેન્ટને ખૂબ ઝડપથી સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ઇન્સ્ટિટ્યુશનલ ખરીદદારો માટે અનામત શેર માટે બુધવારે જોરદાર બોલી બોલાઈ હતી. આ સેગમેન્ટને 2.79 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published: