Nykaa IPO allotment: તમારા ખાતામાં નાયકાના શેર આવ્યા કે નહીં? આ રીતે કરો ચેક

નાયકા આઈપીઓ

Nykaa IPO allotment: Nykaaના શેરની ફાળવણી આઠમી નવેમ્બરના રોજ થશે. 9મી નવેમ્બરથી રિફંડ મળવાની શરૂઆત થઈ જશે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે નાયકા અને નાયકા ફેશનની ઑપરેટર કંપની FSN ઇ-કૉમર્સ વેન્ચર્સ લિમિડેટનો IPO ભર્યો હતો તો તમારા માટે સારા સમાચાર છે. Nykaa IPOના શેરની ફાળવણી (Nykaa IPO allotment date) આગામી અઠવાડિયે એટલે કે 8 નવેમ્બર, 2021ના રોજ થવાની આશા છે. જેમની શેર નથી લાગ્યા તેમને નવમી નવેમ્બરથી રિફંડ (Refund) મળવાની શરૂઆત થઈ જશે. શેર લાગ્યા છે કે નહીં તે તમે બે રીતે ચેક કરી શકો છો. આ માટે તમારે કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અથવા BSEની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

    અલૉટમેન્ટ અને લિસ્ટિંગ તારીખ (Nykaa IPO listing date)

    નાયકાના શેરનું અલોટમેન્ટ 8મી નવેમ્બરના રોજ થશે. જ્યારે રિફંડ મળવાની શરૂઆત 9 નવેમ્બરથી થશે. 10મી નવેમ્બર સુધી ડીમેડ ખાતામાં શેર જમા થઈ જશે. નાયકાનો આઈપીઓ 11મી નવેમ્બરના રોજ શેર બજાર પર લિસ્ટ થાય તેવી શક્યતા છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey Market premium)

    બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે હાલ નાયકાના શેર પર 630 રૂપિયા ગ્રે માર્કેટ ચાલી રહ્યું છે. કંપનીના શેરની ઇશ્યૂ કિંમત 1085-1125 રૂપિયા છે. આ રીતે નાયકાનો શેર હાલ અનલિસ્ટેડ માર્કેટમાં 1,755 (1125+630) રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. નાયકાનો આઈપીઓ અંતિમ દિવસ સુધી 81.78 ગણો ભરાયો હતો.

    શેર લાગ્યા કે નહીં? (Allotment status)

    1) તમે બીએસઈની વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. ક્લિક કરો...

    2) તમે કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. ક્લિક કરો..

    કોના માટે કેટલો હિસ્સો અનામત (Nykaa IPO Quota Details)

    નાયકાના આઈપીઓમાંથી 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રખાયો હતો. જ્યારે QIB (Qualified institutional buyer) માટે 75 ટકા હિસ્સો અનામત રખાયો હતો. NII (Non institutional investor) માટે 15 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાયકાએ પોતાના કર્મચારીઓ માટે 2.5 લાખ ઇક્વિટી શેર અનામત રાખ્યા હતા.

    એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,400 કરોડ મેળવ્યા

    આઈપીઓ ખુલ્યાના એક દિવસ પહેલા Nykaaએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 2,400 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. નાયકાએ એન્કર ઇન્વેસ્ટર્સ માટે જેટલો હિસ્સો અનામત રાખ્યો હતો તેના માટે 40 ગણી વધારે બોલી લાગી છે. આ શેર્સ માટે સૌથી વધારે બોલી રોકાણ પેઢી બ્લેકરૉક કેપિટલ ગ્રુપ અને અસેટ મેનેજર ફિડિલિટીએ લગાવી છે. આ ઉપરાંત કેનેડાના સૌથી મોટા પેન્શન ફંડ મેનેજર CPPIB અને સિંગાપુરના સૉવરેન વેલ્થ ફંડ GIC સહિત મોટી વૈશ્વિક સંસ્થાઓએ પણ આ બીડમાં ભાગ લીધો હતો.

    આ પણ વાંચો: Diwali top picks: દિવાળી મુહૂર્તમાં આ 12 શેર તમને કરી શકે છે માલામાલ

    630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    આ પ્રમાણે કંપનીનું વેલ્યૂએશન 7.11 અબજ ડૉલર એટલે કે 53,200 કરોડ રૂપિયા થાય છે. કંપની આ આઈપીઓ મારફતે 630 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fesh Issue) લાવશે. જ્યારે ઑફર ફૉર સેલ (Offer for sale)ના માધ્યમથી પ્રમોટર અને વર્તમાન શેરધારકો 41,972,660 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. ઉલ્લેખનીય છે કે Nykaaના પ્રસ્તાવિત આઈપીઓને સેબી (SEBI) તરફથી 14 ઓક્ટોબરના રોજ મંજૂરી મળી ગઈ હતી.

    નફો કરતી કંપની

    ઑફર ફૉર સેલ હેઠળ સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને અમુક શેરહોલ્ડર્સ પોતાનો હિસ્સો વેચશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપનીની આવક વધીને 2,441 કરોડ રૂપિયા પર પહોંચી હતી. કંપનીએ 61.9 કરોડ રૂપિયાનો પ્રૉફિટ કર્યો હતો. માર્ચ અંત સુધી કંપનીએ મોબાઇલ એપ્લીકેશન 4.37 કરોડ ડાઉનલોડ થયેલી છે.

    આ પણ વાંચો: દિવાળી પછી ખુલશે દેશનો સૌથી મોટો IPO: જાણો ગ્રે માર્કેટમાં Paytmના એક શેરની કિંમત

    કંપનીના 80 સ્ટોર

    નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 80 જેટલા સ્ટોર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: