Home /News /business /

NPS Balance check: NPS બેલેન્સ ચેક કરવાની રીત, NSDL પોર્ટલ અને UMANG એપ માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા

NPS Balance check: NPS બેલેન્સ ચેક કરવાની રીત, NSDL પોર્ટલ અને UMANG એપ માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા

નેશનલ પેન્શન સ્કીમ (પ્રતીકાત્મક તસવીર)

NPS balance check: NPSને 2004માં પેન્શન ફ્રેન્ડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરાઇ હતી. NPS એ નિવૃત્તિ પછી પેન્શન ન મેળવતા હોય તેવા લોકો માટે સરકારની ખાસ યોજના છે.

નવી દિલ્હી: આજના સમયમાં એનપીએસ (NPS) નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) કર્મચારીઓ માટે ખૂબ લાભદાયક છે. NPSનો ધ્યેય છે કે, ખાતાધારકો (Account holder) નિવૃત્ત થયા પછી સ્થિર આવક (Stable income) મેળવતા રહે, તેમજ કરલાભ સાથે તેમના રોકાણ પર નોંધપાત્ર વળતર પણ મેળવે. તેમાં 18થી 60 વર્ષની વયના લોકો ખાતું (NPS account opening) ખોલાવી શકે છે.

NPS એટલે શું?


NPSને 2004માં પેન્શન ફ્રેન્ડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરાઇ હતી. NPS એ નિવૃત્તિ પછી પેન્શન ન મેળવતા હોય તેવા લોકો માટે સરકારની ખાસ યોજના છે. વ્યક્તિએ નિવૃત્તિ સુધી પોતાના NPS એકાઉન્ટ બેલેન્સમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા ભરવા ફરજિયાત છે. પાકતી મુદત બાદ અંદાજે 60 ટકા રોકડ ઉપાડી શકાય છે. બાકીના 40% નિવૃત્તિ પછી સતત આવક માટે હોય છે. તેને રિટાયરમેન્ટ પ્લાનિંગ પ્રોગ્રામ પણ કહેવાય છે. ત્યારે NPS બેલેન્સ કેટલું છે તે અંગે જાણકારી રાખવી જરૂરી છે. અહીં NSDL પોર્ટલ પર NPS બેલેન્સને ઓનલાઇન ચકાસવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ આપવામાં આવી છે.

સબસ્ક્રાઇબર્સ જ્યારે NPS એકાઉન્ટ ખોલે છે ત્યારે તેમને પરમેનન્ટ રિટાયરમેન્ટ એલોટમેન્ટ નંબર (PRAN) મળે છે. એનપીએસનું બેલેન્સ જાણવા માટે PNA જરૂરી છે.

આ સ્ટેપને અનુસરો


● NSDL પોર્ટલ ખોલો. (https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html)
● લોગ ઇન કરવા માટે યૂઝર આઈડી તરીકે PRAN અને એકાઉન્ટ પાસવર્ડ દાખલ કરો.
● આગળ વધવા માટે સ્ક્રીન પરનો કેપ્ચા કોડ દાખલ કરો.
● Transaction Statement વિભાગ હેઠળ તમને Holding Statement વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
● હવે સ્ક્રીન પર તમારું બેલેન્સ જોવા મળશે.

ટ્રાન્ઝેક્શન અને કેટલા જમા કર્યા તે સહિતની વિગતો સાથે NPS બેલેન્સ સ્ટેટમેન્ટ મેળવવા માંગતા લોકોએ ઉલ્લેખીત વિભાગ હેઠળ Transaction Statement વિકલ્પ પર ક્લિક કરવી જોઈએ.

ઉમંગ એપથી એનપીએસ એકાઉન્ટ બેલેન્સ આવી રીતે ચકાસો


ઉમંગ પ્લેટફોર્મ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને નેશનલ ઇ-ગવર્નમેન્ટ ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

આ સ્ટેપને અનુસરો


● તમારા મોબાઇલમાં ઉમંગ એપ્લિકેશન ખોલો અને NPS સર્વિસ શોધો.

● હવે NPS વિકલ્પ પસંદ કરો અને તમારા સંબંધિત CRA પર ટેપ કરો.

● આગળના પેજ પર Current Holding વિકલ્પ પર ક્લિક કરો અને PRAN અને પાસવર્ડ દાખલ કરો.

● અંતે તમારા એકાઉન્ટની બેલેન્સની વિગતો જોવા માટે Login પર ટેપ કરો.
First published:

Tags: Nps, Pension, Retirement, Savings

આગામી સમાચાર