MTAR Technologies: IPO લાગ્યો કે નહીં તે આ રીતે તપાશો, જાણો ક્યારે થશે લિસ્ટિંગ

MTAR Technologies: IPO લાગ્યો કે નહીં તે આ રીતે તપાશો, જાણો ક્યારે થશે લિસ્ટિંગ
પ્રતીકાત્મક તસવીર

MTAR Technologies IPO allotment status: માર્કેટના જાણકારોના મતે ગ્રે માર્કેટમાં MTAR Technologiesના શેર જે ભાવે ટ્રેડ થઈ રહ્યા છે તેના પરથી તેનું લિસ્ટિંગ જોરદાર થશે. કંપનીનો ઇશ્યૂ પ્રાઇસ ભાવ 574-575 રૂપિયા છે.

  • Share this:
    મુંબઈ: MTAR Technologies ના IPOના લિસ્ટિંગ પર તમામ લોકોની નજર ટકેલી છે. કંપનીનો ઇશ્યૂ 200 ગણો ભરાયો છે. માર્કેટના જાણકારોના મતે ગ્રે માર્કેટમાં MTAR Technologiesના શેર જે ભાવે ટ્રેડ થઈ રહ્યા છે તેના પરથી તેનું લિસ્ટિંગ જોરદાર થશે. કંપનીનો ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ 574-575 રૂપિયા છે.

    બમ્પર ભરાયા બાદ ગ્રે માર્કેટમાં MTAR Technologiesના અનલિસ્ટેડ શેર 540-545 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. MTAR Technologiesના શેરનું અલૉટમેન્ટ 12મી તારીખના રોજ નક્કી થઈ શકે છે. શેરનું લિસ્ટિંગ 16મી માર્ચના રોજ થઈ શકે છે.



    જો તમે MTAR Technologiesનો આઈપીએ ભર્યો છે તો તમે IPOની રજીસ્ટ્રાસ વેબસાઈટ https://kcas.kfintech.com/ipostatus/ પર તેનું સ્ટેટસ તપાસી શકો છો.

    આટલી પ્રક્રિયાને અનુસરો:

    1) વેબસાઇટ ઓપન કર્યા બાદ IPO (MTAR Technologies Limited) પસંદ કરો.

    આ પણ વાંચો: રાજકોટ: 'આ ડોશીને તમે અહીં શું કામ રાખો છો?' 70 વર્ષીય વૃદ્ધા પર પુત્રવધૂએ સળગતો સ્ટવ ફેંક્યો

    2) જો તમે એપ્લિકેશન નંબર પસંદ કરો છો તો NON-ASBA અથવા ASBAને પસંદ કરો અને એપ્લિકેશન નંબર દાખલ કરતો. DPID​​/ ક્લાઇન્ટ ID કેસમાં NSDL/CDSL પસંદ કરો અને DPID ​​અને ક્લાઇન્ટ ID દાખલ કરો. પાન કાર્ડના કેસમાં PAN નંબર દાખલ કરો.

    3. જે બાદમાં કેપ્ચા બોક્સમાં ઉપર લીલા રંગમાં આપેલા નંબર દાખલ કરો અને સ્ટેટસ જાણવા માટે સબમિટ બટન પર ક્લિક કરો.

    આ ઉપરાંત તમે BSEની વેબસાઇટ પરથી પણ અલૉટમેન્ટ સ્ટેટસ જોઈ શકો છો. ઇશ્યૂ ટાઇપ (ઇક્વિટી) અને ઇશ્યૂ નેમ (MTAR Technologies Ltd), એપ્લિકેશન નંબર અને પાન કાર્ડ નંબર દાખલ કરીને IPOનું અલૉટમેન્ટ સ્ટેટસ જોઈ શકાય છે.

    આ પણ વાંચો: અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારની પસંદગી, ગીતા પટેલ બન્યાં ડે. મેયર

    ઈશ્યૂ પ્રાઇસ બેન્ડ

    પ્રિ-આઇપીઓના માધ્યમથી કંપની અગાઉ 100 કરોડ મેળવી ચૂકી છે. જ્યારે IPO ઈશ્યૂ માટે કંપનીએ 574-575 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ રાખ્યો છે. કંપની IPOમાં 21.48 લાખ ફ્રેશ શેર જાહેર કરશે અને ઑફર ફર સેલ (OFS) મારફતે 82.24 લાખ શેર જારી કરશે.

    કંપનીનો કારોબાર

    કંપની પાસે હૈદરાબાદમાં સાત ઉત્પાદન યુનિટ્સ છે. જેમાં કંપની ન્યુક્લિયર, અંતરિક્ષ, રક્ષા અને સ્વચ્છ ઉર્જા સેગ્મેન્ટ સાથે જોડાયેલા એન્જીનિયરિંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીના 7 યુનિટ્સમાંથી એક નિકાસ આધારિત છે. ઓર્ડર બૂકમાં કંપનીની 48 ટકા હિસ્સેદારી રક્ષા અને અંતરિક્ષ સેગ્મેન્ટમાં છે. જ્યારે 28 ટકા ન્યુક્લિયર સેગમેન્ટમાં, 24 ટકા સ્વચ્છ ઉર્જામાં છે.

    આ પણ વાંચો: સુરત: બહેનને ત્રાસ આપવા બાબત ઠપકો આપનારા સાળાની બનેવીએ કરી હત્યા

    કંપનીના ગ્રાહકો

    કંપનીના ગ્રાહકોમાં DRDO, ISRO, રાફેલ, NPCIL અને બ્લૂમ એનર્જીના નામ છે. કંપની તેનું મોટાભાગની આવક સ્વચ્છ ઉર્જામાંથી મેળવે છે. આ કંપની અમેરિકાની બ્લૂમ એનર્જીને સપ્લાઈ કરનાર એકમાત્ર એકમ છે. બંને વચ્ચે 9 વર્ષથી કારોબાર થઇ રહ્યો છે. તાજેતરમાં સરકારે રક્ષા સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરી દીધું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:March 10, 2021, 11:18 am

    ટૉપ ન્યૂઝ