Home /News /business /

માત્ર એક મેસેજથી જાણો તમારી દવા અસલી છે કે નકલી!

માત્ર એક મેસેજથી જાણો તમારી દવા અસલી છે કે નકલી!

    સરકારે વાસ્તવિક રીતે અસલી-નકલી દવાની ઓળખાણ માટે નવી વ્યવસ્થા લાગુ કરી છે. તેના દ્વારા તમે તમારા ફોનથી મેસેજ મોકલીને દવા વિશે માહિતી મેળવી શકો છો. ટ્રેસ એન્ડ ટ્રેક મશીનરી દવા ટેકનીક સલાહકાર બોર્ડ (દવાના ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ અથવા DATB)એ 16 મે પર આ વ્યવસ્થાને લાગુ કરવાની દરખાસ્તને મંજૂરી આપી. નકલી દવાના વધતા જતા વેચાણથી પરેશાન દવા કંપનીઓ હવે કાબૂ મેળવવા માટે નવા ઉપાયની તૈયારી કરી રહી છે. આગામી 3 મહિનામાં સૌથી વધુ વેચાણ કરનાર દવાઓ પર
    કંપનીઓ યુનીક કોડ પ્રિન્ટ કરશે.

    કેવી રીતે કરશો તપાસ
    તમે ખુબ જલ્દી જ આ બાબતની તપાસ ખૂબ જ સરળ રીતે કરી શકશો કે જે દવા ખરીદી છે તે અસલી છે કે નકલી. તેના માટે તમારે માત્ર એક મેસેજ અથવા વોટ્સ ઍપ મેસેજ મોકલવો પડશે. દેશમાં મોટા બ્રાન્ડની સૌથી વધુ વેચાતી 300 દવાઓના લેબલ પર 14-અંકનો એક નંબર પ્રિન્ટ હશે.

    બજારમાં વેચનાર દવાઓ પર દરેક કાર્ડ અથવા બૉટલ પર અલગ નંબર હશે. દવાઓના લેબલ પર એક મોબાઇલ નંબર પણ પ્રિન્ટ કરવામાં આવશે, જે દવાનું માર્કેટિંગ કરનાર કંપની જાહેર કરશે. 14 અંકનાં આ યુનિક નંબરને લેબલ પર આપેલા મોબાઇલ નંબર પર મેસેજ કરવા માટે દવા બનાવનાર કંપનીનું નામ-સરનામું, બૅચ નંબર, નિર્માણ અને એક્સ્પાયરી ડેટ જેવી માહિતી મળી જશે.

    નકલી દવાઓ પર લાગશે રોક
    આ યોજનાથી દવા ખરીદનારાઓને ભરોશો હશે કે તેમણે જે દવા ખરીદી છે તે અસલી છે કે નકલી. સાથે જ દવાની ગુણવત્તાની પણ જાણકારી મળી જશે. આ ઉપરાંત દવાની તપાસ કરનાર અધિકારીઓને બજારમાં વેચનાર નકલી દવાઓની જાણકારી મળશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Check, દવા, બોગસ, ભારત

    આગામી સમાચાર