Indigo Paints IPO: ઇન્ડિગો પેઇન્ટ્સના શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો

Indigo Paints IPO: ઇન્ડિગો પેઇન્ટ્સના શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો
પ્રતીકાત્મક તસવીર

Indigo Paints IPO allotment status: ઇન્ડિગો પેઇન્ટ્સનો શેર બીજી ફેબ્રુઆરીના રોજ શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

  • Share this:
    Indigo Paints IPO: ઇન્ડિગો પેઇન્ટ્સ શેરની આજે ફાળવળી થઈ શકે છે. ડેકોરેટિવ પેઇન્ટ્સની આ કંપનીનો આઈપીઓ (IPO) ગત અઠવાડિયે ખુલ્યો હતો અને 117 ગણો ભરાયો હતો. આદિત્ય બિરલા ગ્રુપ (Aditya Birla Group)ની ફ્લેગશિપ કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ તરફથી પેઇન્ટ્સ માર્કેટમાં આવવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ગ્રે માર્કેટ (Grey Market)માં ઇન્ડિયો પેઇન્ટ્સનો સારો ભાવ ચાલી રહ્યો છે.

    ઇન્ડિગો પેઇન્ટ્સનો IPO 20 જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો અને 22 જાન્યુઆરીના રોજ બંધ થયો હતો. આઈપીઓની પ્રાઇસ બેન્ડ 1488-1490 રૂપિયા હતી. રિટેલ હિસ્સો 15.93 ગણો ભરાયો હતો. HNI (હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર્સ)નો હિસ્સો 263 ગણો અને ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 189.57 ગણો ભરાયો હતો.



    શેર અલોટમેન્ટ સ્ટેટસ આવી રીતે તપાસો:

    >> સૌથી પહેલા IPOની રજિસ્ટ્રાર વેબસાઇટ પર જાઓ.
    >> જે બાદમાં તમારે Indigo Paintsના IPOની પસંદગી કરવાની રહેશે.
    >> જે બાદમાં તમે PAN/ App No/ DP/Client ID/ Account No / IFSC માંથી કોઈ એક દાખલ કરી શકો છો.
    >> સબમીટ બટન દબાવશો તો તમે સ્ટેટસ જોઈ શકશો. જો તમને શેર લાગ્યા હશે તો કેટલા લોટ લાગ્યા છે તેની માહિતી ત્યાં હશે.

    આ પણ વાંચો: રોકાણકારો આનંદો: IPOમાં 15,000ને બદલે 7,500 રૂપિયાનો એક લૉટ કરી શકે છે SEBI

    BSEની વેબસાઇટ પર ચેક કરો

    તમે બીએસઈની વેબસાઇટ પર પણ આઈપીઓનું સ્ટેટસ તપાસી શકો છો. સૌથી પહેલા www.bseindia.com પર જાઓ. જે બાદમાં ઇશ્યૂ ટાઇપમાં Equity પસંદ કરો. જે બાદમાં ઇશ્યૂ નામમાં Indigo Paints પસંદ કરો. જે બાદમાં એપ્લિકેશન નંબર દાખલ કરો અને PAN નંબર દાખલ કર્યા બાદ Search બટન પર ક્લિક કરો. તમને અલોટમેન્ટ સ્ટેટસ જોવા મળશે.

    2જી ફેબ્રુઆરીના રોજ લિસ્ટિંગ થશે

    Indigo Paintsના શેરનું અલોટમેન્ટ 29મી ફેબ્રુઆરીના રોજ થશે. જે લોકોને શેર નથી લાગ્યા તેમને આજથી જ અથવા એક દિવસ પછી રિફંડ મળવા લાગશે. જે લોકોને શેર લાગ્યા છે તેમના Demat ખાતામાં પહેલી ફેબ્રુઆરીના રોજ શેર જમા થઈ જશે. આ શેરનું લિસ્ટિંગ બીજી ફેબ્રુઆરીના રોજ થશે. કંપની BSE અને NSE બંને સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટ થશે.

    Stove Craftનો IPO અંતિમ દિવસે 3.7 ગણો ભરાયો

    Pigeon બ્રાન્ડ નામથી ભારતમાં કિચન એપ્લાઇન્સિસ (kitchen appliances) બનાવતી કંપની સ્ટવ ક્રાફ્ટના આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યો છે. Stove Craftનો IPO અંતિમ દિવસે 3.7 ગણો ભરાયો હતો. આ આઈપીઓનો રિટેલ ઇન્વેસ્ટર્સ હિસ્સો 15.7 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ હિસ્સો 2.13 ગણો ભરાયો છે. જોકે, ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત હિસ્સો ફક્ત 47 ટકા જ ભરાયો છે. કોઈ પણ આઈપીઓ સફળ રહે તે માટે QIB ઓછામાં ઓછો 90 ટકા ભરાય તે જરૂરી છે.

    આ પણ વાંચો: 2021ના વર્ષમાં માલામાલ થવું હોય તો આ 6 IPO પર રાખો નજર

    સ્ટવ ક્રાફ્ટે 413 કરોડ રૂપિયા એકઠા કરવા માટે IPO બહાર પાડ્યો હતો. આઈપીઓની પ્રાઇસ બેન્ડ 384-385 હતી. IPOના એક લોટની સાઈઝ 38 શેર હતી, જ્યારે રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. કંપનીએ 12 એન્કર રોકાણકારો પાસેથી 185 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીએ 25મી જાન્યુઆરીના રોજ આઈપીઓ બહાર પાડ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:January 29, 2021, 08:08 am

    ટૉપ ન્યૂઝ