ITR Refund: કરદાતાઓ માટે મહત્ત્વના સમાચાર, રિફંડ ન મળવા માટે જવાબદાર હોઇ શકે છે આ કારણો
ITR Refund: કરદાતાઓ માટે મહત્ત્વના સમાચાર, રિફંડ ન મળવા માટે જવાબદાર હોઇ શકે છે આ કારણો
ટેક્સ રિફંડ
Tax Refund: આવકવેરા વિભાગે જૂન 2021માં નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું, જે લોન્ચ થયાના થોડા દિવસો સુધી તકનિકી સમસ્યાઓ હતી. આ સમસ્યાઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. તેના કારણે તમારું આઇટીઆર રિફંડ અટવાઇ શકે છે.
મુંબઈ: આવકવેરા રિફંડ ફાઇલ (Income Tax Refund File) કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. પરંતુ જો તમે હજુ સુધી આઈટીઆર (Income Tax Return) ફાઈલ નથી કર્યું, તો 31 માર્ચ પહેલા આ કામ પૂરું કરી લેવું જોઈએ. આ દરમિયાન તમે દંડ સાથે રિટર્ન ફાઇલ (Return File) કરી શકો છો. સાથે જ જો તમે આઇટીઆર ફાઇલ કર્યું હોય તો તે પછી પણ રિફંડ આવ્યું નથી તો તેના અનેક કારણો હોઇ શકે છે. આવો ત્રણ સ્ટેપ દ્વારા જાણીએ કે કેવી રીતે તમે સરળતાથી તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.
6 કરોડથી વધુ કરદાતાઓએ ફાઇલ કર્યું રિટર્ન
આવકવેરા વિભાગની નવી વેબસાઈટ આવ્યા બાદથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ખૂબ જ સરળ થઈ ગયું છે. ત્યારથી કાગળને લગતા કામની ઝંઝટ ખતમ થઈ ગઇ છે. વાસ્તવમાં કરદાતાઓને હંમેશા સમયસર આઇટીઆર ફાઇલ કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે રિટર્ન જેટલી જલ્દી ફાઇલ કરશો તેટલી જ જલ્દી તમને તમારું રિફંડ મળી જશે.
ટેક્નિકલ ખામી
આવકવેરા વિભાગે જૂન 2021માં નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું, જે લોન્ચ થયાના થોડા દિવસો સુધી તકનિકી સમસ્યાઓ હતી. આ સમસ્યાઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. તેના કારણે તમારું આઇટીઆર રિફંડ અટવાઇ શકે છે.
અધૂરા દસ્તાવેજો
જો તમે તમામ ડોક્યુમેન્ટ્સ સબમીટ નથી કર્યા તો પણ તમારું રિફંડ ન મળવા પાછળનું કારણ બની શકે છે. એવામાં તમે આઇટી ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે વાતચીત કરી શકો છો.
વેરિફિકેશન ન થવું
જો તમારું આઇટીઆર નક્કી સમયગાળાની અંદર વેરિફાઇ નથી થયું તો તેને અમાન્ય ગણવામાં આવશે.
આવકવેરા વિભાગે ગુરુવારે ટ્વીટ કરીને ડેટા આપ્યા હતા. "સીબીડીટીએ 1 એપ્રિલ, 2021 થી 20 માર્ચ, 2022 ની વચ્ચે 2.26 કરોડ કરદાતાઓને 1,93,720 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યું છે. જેમાં 70,977 કરોડ રૂપિયાના વ્યક્તિગત આવકવેરા રિફંડ અને 1,22,744 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટેક્સ રિફંડનો સમાવેશ થાય છે.