Home /News /business /આ રીતે ઓળખો રૂ. 500ની અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત, RBIએ જાહેર કરી ગાઇડલાઇન્સ
આ રીતે ઓળખો રૂ. 500ની અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત, RBIએ જાહેર કરી ગાઇડલાઇન્સ
આ રીતે ઓળખો રૂ. 500ની અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત, RBIએ જાહેર કરી ગાઇલાઇન્સ
How To Check For Fake Currency Note: આજના સમયમાં અનેક પ્રકારની ટેક્નોલોજી ઉપલબ્ધ છે તેવામાં ઘણીવાર અસલી અને નકલી વચ્ચેનો ફરક કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેમાં પણ જ્યારે વાત ચલણી નોટની હોય તો પછી ખૂબ જ વિચારવું પડે.
આજના સમયમાં કોઈપણ સામાન્ય માણસ માટે અસલી અને નકલી નોટો વચ્ચેનો તફાવત (Duplicate Indian Notes) પારખવો ખૂબ જ મુશ્કેલ છે. નકલી નોટોનું છાપકામ છેતરપિંડી કરનારાઓ દ્વારા એવી રીતે કરવામાં આવે છે કે બંને એકદમ સરખા દેખાય. છેલ્લા કેટલાક સમયમાં 500 રૂપિયાની મોટી નોટમાં છેતરપિંડીના કેસો વધુ જોવા મળ્યા છે. નકલી નોટો છાપી ફ્રોડ આચરનાર લોકોનો શિકાર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો બની બેસે છે.
જોકે, આરબીઆઇ દ્વારા સમયાંતરે આવા ફ્રોડથી બચવા ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવતી રહે છે. ત્યારે સામાન્ય લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આરબીઆઈ તરફથી 500 રૂપિયાની નોટ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે, જેના દ્વારા તમે અસલી અને નકલી નોટો વચ્ચે સરળતાથી તફાવત કરી શકશો. તો અમારા આ રીપોર્ટમાં આવો જાણીએ કઇ રીતે તમે આ નોટ્સને ઓળખી શકો છો અને કોઇ પણ પ્રકારની આવી છેતરપિંડીથી બચી શકો છો. જરા પણ તમને શંકાસ્પદ લાગે તો તમે ફરીયાદ કરીને નુકસાનથી બચી શકો છો.
સેન્ટ્રલ બેંકે આપેલી માહિતી મુજબ, 500 રૂપિયાની મૂળ નોટનું કદ 63 એમએમ*150 મિમી છે. તેનો રંગ સ્ટોન ગ્રે છે. સાથે જ નોટની ડિઝાઈનમાં ભૌમિતિક પેટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોટમાં કેન્દ્રમાં મહાત્મા ગાંધીની અને પાછળ લાલ કિલ્લાની તસવીર દર્શાવવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે નોટની પાછળ લાલ કિલ્લા પર દર્શાવવામાં આવેલો તિરંગો તેના મૂળ રંગમાં છે
500ની નોટમાં દેવનાગરી અને અંગ્રેજીમાં ડિનોમીનેશન છે. આ તમને નોટની આગળ અને પાછળ બંને તરફ જોવા મળશે. નોટ પર 500નો ઉલ્લેખ પણ ખૂબ જ ઓછી સંખ્યામાં એક પેટર્ન તરીકે કરવામાં આવ્યો છે.
500ની નોટમાં ડાબી અને નીચે જમણી બાજુએ નાનાથી મોટા સુધીના અંકોની એક પેનલ છે. આ નોટમાં આરબીઆઈના ગવર્નરની સહી અને પ્રોમિસ ક્લોઝ છે અને 500ની નોટમાં જમણા અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક પર મહાત્મા ગાંધીજીનો ફોટોગ્રાફ છે. નોટ પર સુરક્ષા ખતરાના બદલાતા રંગ દ્વારા તમે સરળતાથી અસલી અને નકલી વચ્ચેનો તફાવત જાણી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર