Home /News /business /Devyani International IPO allotment: દેવયાની ઇન્ટરનેશનલ આઈપીઓ- શેર લાગ્યા કે નહીં? ક્યારે મળશે રિફંડ?
Devyani International IPO allotment: દેવયાની ઇન્ટરનેશનલ આઈપીઓ- શેર લાગ્યા કે નહીં? ક્યારે મળશે રિફંડ?
પ્રતીકાત્મક તસવીર.
દેવયાની ઇન્ટરનેશનલ (Devyani International IPO) કંપનીનો આઈપીઓ 116.71 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રીમિયમ 151 રૂપિયા થઈ ગયું છે. જે કંપનીના ઇશ્યૂ પ્રાઇસથી 68% વધારે છે.
નવી દિલ્હી: જો તમે પણ KFC, Pizza Hut અને Costa coffeeની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી કંપની Devyani Internationalના આઈપીઓ માટે અરજી કરી છે તો આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ તમે શેરનું સ્ટેટસ જાણી શકો છો. દેવયાની ઇન્ટરનેશનલ (Devyani International IPO) કંપનીનો આઈપીઓ116.71 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રીમિયમ 151 રૂપિયા થઈ ગયું છે. જે કંપનીના ઇશ્યૂ પ્રાઇસથી 68 ટકા વધારે છે. BSE અને NSE પર શેર 16 ઓગસ્ટના રોજ લિસ્ટ થઈ શકે છે.
જો તમે પણ દેવયાની ઇન્ટરનેશલનો આઈપીઓ ભર્યો છે તો તમે તેનું સ્ટેટસ (How to check share allotment status) ચેક કરી શકો છો. જેનાથી તમને માલુમ પડશે કે તમને કંપનીના શેર લાગ્યા છે કે નહીં. BSEની ઑફિશિયલ વેબસાઈટ અથવા કંપનીની રજિસ્ટ્રાર વેબસાઇટ મારફતે તમે શેરનું અલોટમેન્ટ તપાસી શકો (Devyani International IPO allotment status) છો.
પરત મળશે રકમ
જે ગ્રાહકોને શેર નથી લાગ્યા તેમના ખાતામાં 13 ઓગસ્ટ સુધી રકમ પરત આવી શકે છે. જો તમને શેર લાગ્યા છે તો 12 ઓગસ્ટના રોજ તમારા ડીમેટ ખાતામાં શેર જમા થઈ શકે છે.
>> સૌથી પહેલા https://www.bseindia.com/investors/appli_check.aspx પર જાઓ. >> Equity વિકલ્પ પસંદ કરો. >> Issue Name (Devyani International IPO) પસંદ કરો. >> Application Number અથવા PAN નંબર દાખલ કરો. >> search button પર ક્લિક કરો. >> તમને શેર લાગ્યા છે કે નહીં તે જાણવા મળશે.
>> https://linkintime.co.in/IPO/public-issues.html પર ક્લિક કરો. >> ડ્રૉપડાઉનમાંથી IPOનું નામ પસંદ કરો. >> હવે DP ID અથવા Client ID કે પછી PAN નંબર દાખલ કરો. >> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો એપ્લિકેશન ટાઇપ પર ક્લિક કરો. >> હવે DP ID અથવા Client ID છે તો NSDL અથવા CDSL માંથી પોતાની ડિપૉઝિટરી પસંદ કરો અથવા પોતાનું DP ID અથવા Client ID દાખલ કરો. >> ત્યારબાદ Captcha દાખલ કરો. >> ક્લિક કરતા જ તમને તમામ વિગત જોવા મળશે.
કંપની નાણાનો શું ઉપયોગ કરશે?
કંપની આઈપીઓ મારફતે મળેલી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે. કંપનીની આવકનો મોટો હિસ્સો KFC અને Pizza Hut Storesમાંથી આવે છે. 2019માં આવકમાં તેની ભાગીદારી 76.08 ટકા હતી. 2020માં તે વધીને 77.9 ટકા અને 2021માં 92.28 ટકા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કંપની 155 શહેરમાં 655 સ્ટોર ધરાવે છે. ગત છ મહિનામાં કંપનીએ નવા 109 સ્ટોર ખોલ્યા છે. આગામી સમયમાં પણ કંપની પોતાના બિઝનેસનો વિસ્તાર કરશે.
Pizza Hut, KFC અને કોસ્ટા કૉફી જેવી બ્રાન્ડ્સ ચલાવતી કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ (price band) 86-90 રૂપિયા પ્રતિ શેર હતી. કંપનીને ઉપરના બેન્ડ પ્રમાણે આઈપીઓથી 1,838 કરોડનું ફંડ મળશે. છેલ્લા ત્રણ વર્ષથી કંપની ખોટમાં ચાલી રહી છે. દેવયાની ઇન્ટરનેશનલનો EBIDTA માર્જિન છેલ્લા બે નાણાકીય વર્ષમાં 17.3 ટકા સાથે સારો રહ્યો છે. કેશ ફ્લોને લઈને પણ કંપનીની સ્થિત સારી છે. IPO મારફતે કંપની દ્વારા રૂ. 440 કરોડનો ફ્રેશ ઈશ્યૂ જાહેર કરાયો છે. આ ઇશ્યૂમાંથી ઊભા થયેલા ભંડોળમાંથી રૂ. 324 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલના પૈસા કંપનીના શેરહોલ્ડર પાસે રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર