Home /News /business /Aadhaar Card photo change: આધાર કાર્ડમાં લગાવેલો ફોટો ગમતો નથી? આવી રીતે બદલી શકો છો

Aadhaar Card photo change: આધાર કાર્ડમાં લગાવેલો ફોટો ગમતો નથી? આવી રીતે બદલી શકો છો

દેશમા લોકો માટે ઓળખના પુરાવાના રૂપમાં આધાર કાર્ડનું ચલણ ખૂબ જ છે (પ્રતિકાત્મક તસવીર)

Aadhaar Card : અનેક કિસ્સામાં આધાર કાર્ડમાં રહેલી લોકોની તસવીર (Aadhaar Card photo change)ઓળખી શકાતી નથી. જેથી લોકો પોતાની તસવીર બદલવા માંગે છે

નવી દિલ્હી : દેશમા લોકો માટે ઓળખના પુરાવાના રૂપમાં આધાર કાર્ડનું (Aadhaar Card)ચલણ ખૂબ જ છે. આધાર કાર્ડની સેવા Unique Identification Authority of India (UIDAI) દ્વારા ઘણા વર્ષો પહેલા શરૂ કરાઇ હતી. જેથી ઘણા લોકોએ વર્ષો પહેલા જ આધાર કાર્ડ બનાવડાવી લીધું હતું. જોકે, આ કાર્ડ વર્ષો પહેલા બનાવાયું હોવાથી અનેક કિસ્સામાં આધાર કાર્ડમાં રહેલી લોકોની તસવીર (Aadhaar Card photo change)ઓળખી શકાતી નથી. જેથી લોકો પોતાની તસવીર બદલવા માંગે છે.

ફોટો બદલવાની તો ઘણા લોકોની ઈચ્છા છે, પણ કેન્દ્રો ખાતે માત્ર ફોટો બદલવાની કોઈ સર્વિસ નથી. આ માટે તમારે પહેલા એક ફોર્મ ભરીને નજીકના સેન્ટર પર જવાનું રહેશે, જ્યાં ઓપરેટર તમારો નવો ફોટો લઈને તેને આધારમાં અપલોડ કરશે. આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો - Tata Takes Over Air India: ગુણવત્તા સભર ફ્લાઈટ સર્વિસ માટે મહારાજામાં શું ફેરફારો થશે?

કેટલી ફી ચૂકવવી પડશે?

• સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ પર જઈને આધાર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે

• તેમાં માંગેલી તમામ જરૂરી માહિતી ભરીને નજીકના આધાર સેન્ટર પર જવું પડશે અને ફોર્મ જમા કરાવવું પડશે.

• બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા એક્ઝિક્યુટિવ તમારી બધી વિગતોની ચકાસણી કરશે

• તમારો નવો ફોટો લેવામાં આવશે અને આધાર સેવા કેન્દ્ર પર જ અપલોડ કરવામાં આવશે

• આ કામ માટે તમારે ફી તરીકે 25 રૂપિયા અને જીએસટી આપવો પડશે.

• કેન્દ્ર તરફથી તમને એકનોલેજમેન્ટ સ્લિપ આપવામાં આવશે જેમાં અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો - LIC IPO: આઈપીઓ પહેલા એલઆઈસીના નફામાં અનેક ગણો વધારો નોંધાયો, જાણો વિગત

• તમે ઓનલાઇન ફોટો અપડેટ પ્રક્રિયા જોવા માટે આ URNનો ઉપયોગ કરી શકો છો.

તૈયાર થઈ ગયું તમારું નવું આધાર!

ઓનલાઈન લાઇન ચેક કરો ત્યારે તમારો નવો ફોટો અપડેટેડ જોઇ લો. હવે આધાર કાર્ડની ઇ-કોપી ડાઉનલોડ કરી શકો છો. કાર્ડધારકો ઇચ્છે તો UIDAI પોર્ટલ પર ફિઝિકલ PVC કાર્ડ માટે પણ અરજી કરી શકે છે.
First published:

Tags: Aadhar card, Business

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો