Home /News /business /SBI Positive Pay System: એસબીઆઈ પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ મોટી રકમના ચેક કેવી રીતે કેન્સલ કરવા?

SBI Positive Pay System: એસબીઆઈ પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ મોટી રકમના ચેક કેવી રીતે કેન્સલ કરવા?

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (ફાઇલ તસવીર)

SBI PPS: ભારતીય મધ્યસ્થ બેંકે (Reserve Bank of India) ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે 1 જાન્યુઆરી, 2021થી ચેકના પેમેન્ટ્સ માટે પોઝિટિવ પેમેન્ટ્સ સિસ્ટમ લાગૂ કરી છે.

નવી દિલ્હી: બેંક ફ્રોડથી બચવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંકોને 1 જાન્યુઆરી 2021થી અમલી તમામ પ્રકારના ચેક પેમેન્ટ્સ માટે પોઝિટિવ પે સિસ્ટમ (PPS) લાગૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. પોઝિટિવ પે કોન્સેપ્ટ્માં મોટી રકમના ચેકની મુખ્ય વિગતોની પુનઃ પુષ્ટિ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા હેઠળ, ચેક જારી કરનારે SBIને SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા વિગતો સબમિટ કરવા પડશે. ચેક જારી કરનારે ચેકની ચોક્કસ વિગતો જેમ કે તારીખ, લાભાર્થી/ચેકની રકમ મેળવનારનું નામ, રકમ વગેરે બેન્કને આપવી પડશે. જે બાદ બેંકને દ્વારા જેની વિગતો ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) દ્વારા આપવામાં આવેલા ચેક સાથે ક્રોસ-ચેક કરવામાં આવે છે.

SBI Positive Pay System: કેવી રીતે મોડીફાઈ/રજીસ્ટર/ડી-રજીસ્ટર કરવું


● સૌપ્રથમ હોમ પેજ પર Request & Inquiries ટેબ પર ક્લિક કરો.

● Request & Inquiries ટેબ હેઠળ, ચેક બુક સેવાઓ પર ક્લિક કરો.

● ચેક બુક સેવાઓમાં પોઝિટિવ પે સિસ્ટમ પસંદ કરો.

● પોઝિટિવ પે સિસ્ટમ વિકલ્પ હેઠળ, મોડિફાઈ/ડી-રજીસ્ટર ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન બટનમાંથી એકાઉન્ટ નંબર અને Action as Modify પસંદ કરો. પછી સબમિટ કરો.

● સબમિટ પર ક્લિક કર્યા બાદ પ્રિ-કન્ફર્મેશન પેજ દેખાશે. ડિટેલ્સ વેરિફાઈ થયા બાદ કન્ફર્મ પર ક્લિક કરો.

● રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલ વન ટાઈમ પાસવર્ડ (OTP) એન્ટર કરો અને કન્ફર્મ પર ક્લિક કરો.

● OTP વેલિડિટી થયા બાદ મેસેજ ડિસ્પ્લે થશે, જેમાં લખ્યું હશે, "પ્રિય ગ્રાહક, તમે પોઝિટિવ પે સિસ્ટમ માટેની તમારી મર્યાદા સફળતાપૂર્વક સુધારી છે".

● પોઝિટિવ પે સિસ્ટમ ઓપ્શન હેઠળ, મોડિફાઈ/ડી-રજીસ્ટર ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન બટનમાંથી એકાઉન્ટ નંબર અને એક્શન એઝ ડી-રજીસ્ટર પસંદ કરો. પછી સબમિટ કરો.

● સબમિટ પર ક્લિક કર્યા બાદ પ્રિ-કન્ફર્મેશન પેજ દેખાશે. ડિટેલ્સ વેરીફાઈ થયા બાદ કન્ફર્મ પર ક્લિક કરો.

● રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલ વન ટાઈમ પાસવર્ડ (OTP) દાખલ કરો અને કન્ફર્મ પર ક્લિક કરો.

● OTP વેરીફાઈ થયા બાદ ડી-રજિસ્ટારનો મેસેજ ડિસ્પ્લે થશે.

આ પણ વાંચો: રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરના આઈપીઓએ રોકાણકારોને કર્યાં નિરાશ

SBI Positive Pay System: મોટી રકમનો ચેક કેવી રીતે રદ કરવો


● SBI ઇન્ટરનેટ બેંકિંગમાં લોગ ઇન કરો

● Request & Enquiries ટેબ હેઠળ, ચેક બુક સેવાઓ પર ક્લિક કરો.

● ચેક બુક સેવાઓમાં પોઝિટિવ પે સિસ્ટમ પસંદ કરો.

● જે તમને 'Cheque Lodgement' ટેબ પર નેવિગેટ કરશે.

● હવે એકાઉન્ટ નંબર, ચેક નંબર ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ, ચેક પર લખેલી રકમ, મેળવનાર અથવા લાભાર્થીનું નામ અને ચેક પર પ્રિન્ટ કરેલ મૂલ્ય તેમજ તારીખ પસંદ કરીને સબમિટ બટન પર ક્લિક કરો.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ શેર માટે બ્રોકરેજ હાઉસ બુલિશ

● લોજમેન્ટ ડિટેલ્સ ચકાસો અને કન્ફર્મ બટન પર ક્લિક કરો.

● તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

● આટલું સબમિટ કાર્ય બાદ ગ્રાહકને યોગ્ય સંદેશ ડિસ્પ્લે કરવામાં આવશે.

● રદ કરવા માટે ગ્રાહકોએ કેન્સલ/લોસ્ટ/ડિલીટ ટેબ હેઠળ લોજમેન્ટની ડિટેલ્સ પસંદ કરવી પડશે, જેને તેઓ રદ્દ કરવા અથવા કાઢી નાંખવા માંગે છે.
First published:

Tags: Cheque, Deposit, આરબીઆઇ, એસબીઆઇ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો