SIPમાં રોકેલા નાણામાં નફો થાય છે કે નુકસાન, આવી રીતે જાણો

મોટી સંખ્યામાં લોકો મ્યૂચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરી રહ્યા છે ત્યારે રોકાણકારોને હંમેશા એક સવાલ ઉભવતો હશે કે કે એસઆઈપીમાં રોકેલા પૈસાની ગણતરી કેવી રીતે થાય છે?

News18 Gujarati
Updated: April 25, 2019, 11:46 AM IST
SIPમાં રોકેલા નાણામાં નફો થાય છે કે નુકસાન, આવી રીતે જાણો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 25, 2019, 11:46 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : મ્યૂચ્યુઅલ ફન્ડ્સમાં લોકો મોટી સંખ્યામાં પૈસા રોકી રહ્યાં છે, પરંતુ આ રોકાણમાંથી નફો કેટલો થયો તે કેવી રીતે જાણવું? એક્સપર્ટ કહે છે કે તમારે ફન્ડ પોર્ટફોલિયો પર રોજ નજર રાખવાની જરૂર નથી પરંતુ છ મહિને એક વાર ચેક કરતું રહેવું જોઈએ. આંકડા મુજબ, રોકાણકારોએ ગત નાણાકીય વર્ષમાં 1.11 લાખ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ ઇક્વિટી મ્યૂચ્યુઅલ ફન્ડ વાળી યોજાનાઓમાં કર્યુ હતું.

આવી રીતે ચેક કરો નફો
તમે જે કોઈ પણ ફન્ડમાં રોકાણ કર્યુ હશે કંપનીઓ દર મહિને તેના નફા નુકસાનની માહિતી બહાર પાડે છે.

- તમે ફન્ડ હાઉસની વેબસાઇટ પર ચેક કરી શકો છો. દરેક સ્કિમમાં પોર્ટફોલિયોની પુરતી જાણકારી હોય છે.

- તમને એ જાણકારી પણ મળશે કે તમારી સ્કિમમાં કઈ કઈ કંપનીઓએ રોકાણ કર્યુ છે.

-ફેક્ટશીટ વડે તમને જાણવા મળશે કે તમારી સ્કીમમાં કેટલું રોકાણ થયું છે, ઉપરાંત વાર્ષિક વળતર, સ્ટેન્ડર્ડ ડેવિએશન, બીટા અને શાર્પ રેશિયો અંગે પણ માહિતી મળશે.
Loading...

અન્ય સ્કીમ સામે તમારી સ્કીમનું પ્રદર્શન
- વેલ્થ મેનેજર્સની સલાહ છે કે મ્યૂચ્યુઅલ ફન્ડની સ્કીમના પ્રદર્શનને અલગથી જોવું જોઈએ નહીં. તમારી સ્કીમ સામે અન્ય સ્કીમનું વળતર કેવું છે તે જરૂર જાણવું જોઈે.

- દાખલા તરીકે તમે લાર્જકેપ ફન્ડની સરખામણી નિફ્ટી અથવા અન્ય લાર્જકેપ ફન્ડ સ્કીમ સાતે કરી શકો છો. ઘણી એવી વેબસાઇટ છે જે સ્કીમના પરફોર્મન્સની જાણકારી આપે છે. તમે ત્રિમાસિકી, છ માસિક, અને વાર્ષિક આધાર પર તમારી સ્કિમના પ્રદર્શનની તપાસ કરી શકો છો.
First published: April 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...