ક્રિપ્ટોકરન્સીની ખરીદી અને વેચાણમાં લાગે છે આટલો ચાર્જ, ક્લિક કરીને મેળવો ફી અંગેની જાણકારી

પ્રતિકાત્મક તસવીર

ડિજિટલ કરન્સી પર બજારની અસ્થિરતા અને વૈશ્વિક સ્તરે કાયદાની આંટીઘુટીની અસર જોવા મળે છે. ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સુરક્ષિત હોવાનો દાવો થાય છે.

  • Share this:
નવી દિલ્લી:  સોમવારે બિટકોઈન (Bitcoin)એ 50,000 ડોલરની સપાટી તોડી હતી. ત્રણ મહિનામાં પહેલી વાર બિટકોઈને આ આંકડો પાર કર્યો છે. બિટકોઈન $ 50,152.24ના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. મુડ્રેક્સના CEO અને કો-ફાઉન્ડર એદુલ પટેલ (Edul Patel) બિટકોઈનમાં આવનાર ઉછાળા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ટ્રેડિંગ (Trading) વોલ્યૂમમાં વધારો થાય અને બુલ્સ મોમેન્ટમ જાળવવામાં સફળ થશે તો આ સપ્તાહે $ 61,000નો આંકડો પાર કરી શકે છે. આવનારા સપ્તાહમાં પહેલા કરતા વધુ સારા પરિણામો જોવા મળશે.

ડિજિટલ કરન્સી પર બજારની અસ્થિરતા અને વૈશ્વિક સ્તરે કાયદાની આંટીઘુટીની અસર જોવા મળે છે. ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સુરક્ષિત હોવાનો દાવો થાય છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને સારી કમાણી કરી શકાય છે. ત્યારે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા તમારે અહીંયા જણાવેલ બાબતો જાણવી જરૂરી છે.

ક્રિપ્ટો એક્સચેન્જ પર ટ્રેડિંગ: તમારે જાણવાલાયક બાબતોની જાણકારી

શેરનું ખરીદ વેચાણ શેરબજારમાં કરવામાં આવે છે, જ્યારે ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ (Cryptocurrency trading) ક્રિપ્ટો એક્સચેન્જના માધ્યમથી કરવામાં આવે છે. ક્રિપ્ટો એક્સચેન્જ રોકાણકારને બજારના વર્તમાન મૂલ્યના આધાર પર ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરવામાં સહાય કરે છે. ક્રિપ્ટોનું મૂલ્ય માંગ, વપરાશ અને બજારની સ્થિતિના આધાર પર નિર્ભર હોય છે. ક્રિપ્ટો એક્સચેન્જ ફીના અનેક સ્ટેજ છે, જેના વિશે તમને જાણકારી હોવી જોઈએ.

એક્સચેન્જ ફીસ

ક્રિપ્ટો એક્સચેન્જ ફીસ એ ક્રિપ્ટો એક્સચેન્જનું પહેલું સ્તર છે. ક્રિપ્ટોના ખરીદ અને વેચાણ કરવા માટે એક્સચેન્જ ફીસ ચૂકવવાની રહે છે. ભારતમાં મોટાભાગની એક્સચેન્જ ફીસનું મોડલ નક્કી કરેલ હોય છે, પરંતુ અંતિમ કોસ્ટ તમે જે પ્લેટફોર્મ પસંદ કરો છો, તેના પર આધાર રાખે છે. આ ફીસ થકી એક્સચેન્જ આવક મેળવે છે. આ કારણોસર તેની પંસદગી કરતા સમયે તેનું ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય રીતે ટ્રેડિંગ માટે એક્સચેન્જ ફીસ 0.1 ટકાથી 1 ટકા વચ્ચે લેવામાં આવે છે, જો તમે ક્રિપ્ટોકરન્સીમાં 1,000 ડોલરનું રોકાણ કરો છો, તો તમારે 100 ડોલર અથવા તેનાથી અધિક એક્સચેન્જ ફીસ ચૂકવવાની રહેશે.

નેટવર્ક ફીસ

ક્રિપ્ટોકરન્સીના માઇનિંગ માટે વધુને વધુ કમ્પૂટરની જરૂરિયાત રહે છે. જે વ્યક્તિઓ ક્રિપ્ટોકરન્સી બજારમાં તેમના સમયનું રોકાણ કરે છે તેમને આ નેટવર્ક ફીસ આપવામાં આવે છે. આ નેટવર્ક ફીસની મદદથી વેરિફાઈ કરવામાં આવે છે કે, આ ક્રિપ્ટો કોઈનનો અગાઉ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ પદ્ધતિ ટ્રાન્ઝેક્શન કરવામાં મદદરૂપ પણ થાય છે. આ નેટવર્ક ફીસ એક્સચેન્જ દ્વારા નહીં, માઈનર્સ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને તે સંપૂર્ણ રીતે માંગ પર આધારિત હોય છે. માંગમાં વધારો થશે તેમ, નેટવર્ક ફીસમાં પણ વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: ઝોમેટોના શેરમાં ફક્ત બે જ દિવસમાં 15 ટકાનો કડાકો બોલી ગયો, રોકાણકારોએ શું કરવું?

વોલેટ ફીસ

ક્રિપ્ટો વોલેટ ડિજિટલ કોઈન માટે ઓનલાઈન બેન્ક એકાઉન્ટ જેવું છે. જેનાથી તમારી ક્રિપ્ટોકરન્સી સુરક્ષિત રહે છે અને તમે સરળતાથી સિક્કાઓ મોકલી શકો છો અને મેળવી શકો છો. આ વોલેટ પેટીએમ વોલેટ જેવું છે. મોટાભાગના વોલેટ કોઈપણ પ્રકારની ફીસ લેતા નથી, પરંતુ જો તમે એક્સચેન્જ સાથે આવતા ક્રિપ્ટો વોલેટની પસંદગી કરો છો તો તમારે વોલેટ ફીસ ચૂકવવી પડે છે. ટ્રેડિંગની સાથે ક્રિપ્ટોકરન્સી સ્ટોર કરવા માટે વોલેટનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ ક્રિપ્ટો કોઈન મોકલવામાં આવે તો ફીસના પૈસા તમારા એકાઉન્ટમાં આવી જાય છે. જે નેટવર્ક ફીસ તરીકે જમા થાય છે.
Published by:kuldipsinh barot
First published: