Home /News /business /

અનલિસ્ટેડ માર્કેટમાંથી Paytm, Ola અને Flipkartના શેર્સ કેવી રીતે ખરીદી શકાય?

અનલિસ્ટેડ માર્કેટમાંથી Paytm, Ola અને Flipkartના શેર્સ કેવી રીતે ખરીદી શકાય?

પ્રતીકાત્મક તસવીર

Grey Market: આ શેરોનો સાર્વજનિક બજારમાં કોઇ વેપાર થતો નથી, તેથી તમારી પાસે બજાર કિંમત હોતી નથી. આ સિવાય તમને એક સાંકેતિક બજાર મૂલ્ય અથવા વેચાણ ભાવ મળે છે.

મુંબઈ: ફૂડ ડિલીવરી દિગ્ગજ કંપની ઝોમેટોના શેર (Zomato stocks) પ્રારંભિક ઓફર (IPO)માં 52 ટકાના વધારા સાથે લિસ્ટ થયા છે. આ ઇશ્યૂ 38 ગણો ઓવર સબ્સ્ક્રાઇબ થયો હતો. ઘણા IPO રોકાણકારો આકર્ષક લિસ્ટિંગ લાભ મેળવી રહ્યા છે, ખાસ કરીને જ્યારે કંપની અમુક નવા જમાનાના ડિજિટલ વ્યવસાય (Digital business) સાથ સંકળાયેલી હોય. એકમાત્ર પ્રોબ્લેમ ફાળવણી (IPO allotment) મેળવવામાં છે, કારણ કે આઇપીઓ ઇશ્યૂ ઘણી વખત ઓવરસબસ્ક્રાઇબ થઇ જાય છે. અમુક રોકાણકારઓ આઇપીઓ પહેલા શેર ખરીદવા (Buy stocks from unlisted market) અંગે વિચાર કરે છે. સંભવિત ઉમેદવારો રૂપે ઘણા નામ સામે આવી રહ્યા છે, તેમાંથી અમુક આઇપીઓની તૈયારીના પ્રારંભિક તબક્કામાં છે. પરંતુ ઝડપથી પૈસા કમાવવાના ઉદ્દેશ્યથી અનલિસ્ટેડ જગ્યામાંથી આ શેર ખરીદવા, એ લાગે તેટલું સરળ પણ નહીં હોય.

જ્યારે કોઇ કંપની તેના આઇપીઓ માટે ફાઇલ કરે છે, ત્યારે હાલના રોકાણકારો અને કર્મચારીઓ દ્વારા રાખવામાં આવેલા શેરના ખાનગી બજારમાં ભાવ વધતા જોવા મળે છે. દા.ત. પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ તેના શેરની કિંમત રૂ. 3000 સુધી જવાનો અંદાજ લગાવી રહી છે. એક વર્ષ પહેલા તેની રૂ. 1500 પ્રતિ શેર બોલી લાગી રહી હતી.

શેરબજારમાં તેજી અને નજીકના ભવિષ્યમાં સંભવિત લિસ્ટિંગે કંપનીના શેરોની માંગમાં વધારો કર્યો છે. કંપનીના આઇપીઓના સમાચાર સામે આવ્યા બાદ અને શેરોની કિંમત 230 રૂપિયાથી ઉપર થયા બાદ કેર હેલ્થ ઇન્શ્યોરન્સના શેરોની માંગ પણ છે. તેની ખાતરી કરવા માટે કે બજારોમાં ટાંકવામાં આવેલા ભાવ અસ્થિર છે અને તેને વાજબી મૂલ્યના અંદાજ તરીકે ન ગણવામાં આવે.

આ પણ વાંચો: ઉપરાછાપરી બે આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ, IPOમાં રોકાણ પહેલા આટલી ભૂલો ટાળો

વેપાર કઇ રીતે થાય છે?

આ શેરોનો સાર્વજનિક બજારમાં કોઇ વેપાર થતો નથી, તેથી તમારી પાસે બજાર કિંમત હોતી નથી. આ સિવાય તમને એક સાંકેતિક બજાર મૂલ્ય અથવા વેચાણ ભાવ મળે છે. અમુક વેલ્થ મેનેજમેન્ટ ફર્મ રોકાણકારોને અનલિસ્ટેડ શેર ખરીદવામાં મદદ કરે છે. અનલાહ કેપિટલ અને અનલિસ્ટકાર્ટ જેવા પોર્ટલ પણ તમારા માટે આવા શેરોની વ્યવસ્થા કરવાની ઓફર આપે છે. ફેમિલિ ફર્સ્ટ કેપિટલના મેનેજીંગ ડાયરેક્ટર અને ફાઉન્ડર રૂપેશ નાગદાના જણાવ્યા અનુસાર,“જો તમે મોટા રોકાણકાર છો, તો નિશ્ચિત ફી માટે શેરોની વ્યવસ્થા કરી શકાય છે. મોટાભાગના કેસોમાં વેચાણ ભાવમાં બ્રોકરનું મહેનતાણું સામેલ હોય છે.” આ માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.

જ્યારે તમે કોઇ સૂચિબદ્ધ શેરમાં લેણદેણ કરો છો, તો ઓર્ડર પ્લેસમેન્ટ અને પેમેન્ટનો પ્રકાર ખૂબ પ્રમાણભૂત હોય છે. કોઇ પ્રત્યક્ષ જોખમ નથી, કારણ કે લેણદેણ સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવે છે. T+2 સાયકલ અનુસરીને બ્રોકર દ્વારા સિક્યોરિટીઝ તમારા ડીમેટ ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, જ્યારે તમે અનલિસ્ટેડ સિક્યોરીટિઝમાં ટ્રાન્જેક્શન કરો છો, ત્યારે તમારે બમણી સાવચેતી રાખવી જોઇએ, કારણ કે ત્યાં પ્રતિપક્ષી જોખમ રહેલું છે. નાગદાએ વધુમાં જણાવ્યું કે, “અમે NSE ક્લિયરિંગ લિમિટેડ દ્વારા ટ્રાન્જેક્શન કરવાનું પસંદ કરીએ છીએ. સ્ટોક અને પૈસા એક દિવસમાં ક્લિયરિંગ હાઉસ દ્વારા બદલાઈ જાય છે.”

શું અનપેક્ષિત શેરોમાં ટ્રેડિંગ કરવું જોખમકારક છે?

અહીં તમે સૌથી મોટું જોખમ ઉઠાવો છો, તે છે લિક્વિડિટીનું. નામ ન જણાવવાની શરતે એક ફંડ મેનેજરે જણાવ્યું કે, “સ્ટોકના રોકાણમાં વ્યાપારિક જોખમ હોય છે. જ્યારે કોઇ લિસ્ટેડ શેર ખરીદે છે અને જો બિઝનેસ વિશે તમારો મંતવ્ય બદલાઈ જાય છે તો તમે તેને ઝડપથી એક્સચેન્જ પર વેચી શકો છો. પરંતુ અનલિસ્ટેડ શેરના કેસમાં કિંમત જાણવી એક સમસ્યા છે અને લિક્વિડીટી મોટી સમસ્યા છે.” જો કંપની લિસ્ટેડ નથી, તો તમે ફસાઇ શકો છો અને કિંમતો પણ સુધારી શકો છો. ટૂંક સમયમાં જ આઇપીઓની આશા સાથે 2019માં ઘણા રોકાણકારો દ્વારા HDB ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર એકઠા કર્યા હતા. જોકે, કંપનીએ હજુ સુધી કોઇ જ જાહેરાત કરી નથી. જેથી IPOમાં વિલંબ થવાની શક્યતા પર ધ્યાન આપવું મહત્વનું છે.

માહિતીનો અભાવ

તમારે બિઝનેસ, ઉદ્યોગની નફાકારકતા અને ભવિષ્યના વિકાસને સમજવો ખૂબ જરૂરી છે. જો તમે જાતે અથવા વિશ્વસનીય સલાહકાર દ્વારા વાજબી મૂલ્યનો અંદાજ ન લગાવી શકો તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આઇથોટ એડવાઇઝરીના ચીફ આઇડેટર શ્યામ શેખરના જણાવ્યા અનુસાર, “કંપનીની કમાણીની તપાસ કરો અને વધુ ચૂકવણી ન કરો. ભવિષ્યના વિકાસ દ્વારા તમને લાભ મળવો જોઇએ. એવી ખરીદી ન કરો જેમાં જોખમ વધુ હોય અને તમને યોગ્ય વળતર ન મળી શકે.”

આ પણ વાંચો: નુવાકો વિસ્ટાસના શેરનું 17% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, કારટ્રેડ બાદ ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થનારો બીજો IPO

સ્ટોક માટે વધુ ચૂકવણી તમારા રિટર્ન પર અસર કરે છે. શેખર જણાવે છે કે, અમુક રોકાણકારોએ આઇપીઓ પહેલા UTI AMCના શેર ઊંચી કિંમતે ખરીદ્યા. પરંતુ IPOની કિંમત(554 રૂપિયા) આઇપીઓના પહેલાની કિંમત કરતા ઓછી હતી.

આ પ્રકારના જોખમો અને લેણદેણની ટિકિટોનું કદ(અનલિસ્ટેડ શેરમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાના વેપારની જરૂર હોય છે) તેનો અર્થ એ છે કે છૂટક રોકાણકારોએ તેમને ખરીદવાનું ટાળવું જોઇએ, પછી ભલે તે ગમે તેટલું આકર્ષક લાગે.

શું તમારે ખરીદી કરવી જોઇએ?

જો તમારી પાસે અનલિસ્ટેડ શેરમાં રોકાણ કરવા માટે પર્યાપ્ત જોખમ ઉઠાવવાની ક્ષમતા છે તો આવા અવસરો માટે ઇક્વિટી પોર્ટફોલિયોના 10 ટકાથી વધુ ફાળવશો નહીં. પ્લાન અહેડ વેલ્થ એડવાઇઝર્સના સંસ્થાપક અને મુખ્ય નાણાંકીય સલાહકાર વિશાલ ધવન જણાવે છે કે, “તમારી પાસે લિક્વિડ ઇસ્ટ્રૂમેન્ટ્સમાં ઇક્વિટી રોકાણનું આદર્શ માળખું 80થી 90 ટકા હોવું જોઇએ. અનલિસ્ટેડ શેર્સ સામાન્ય ઇક્વિટી એસેટ રિસ્ક ઉઠાવવા સિવાય, તેમના આઇપીઓ ક્યારે આવશે તે અંગે પણ અનિશ્ચિતતા છે. આ ઉપરાંત તેઓ લિક્વિડિટીમાં ઓછો સ્કોર ધરાવે છે.”

જ્યારે ધવલ જોખમ ફેલાવવા માટે અનલિસ્ટેડ શેરમાં રોકાણ કરવાની સલાહ આપે છે, ત્યારે નાગદા એક અથવા બે શેરો ધરાવવાનું પસંદ કરે છે, જેમાં જોખમ વળતર અનુકૂળ હોય.

સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આઇપીઓ ફાળવણીની તારીખથી બિનપ્રમોટર રોકાણકારો માટે 6 મહિનાનો લોક ઇન પીરિયડ નક્કી કરે છે (જો આઈપીઓ પૂર્વ-આઇપીઓ રોકાણકાર હોય તો). જો તમે બે વર્ષથી વધુ સમય સુધી હોલ્ડ કર્યા બાદ અનલિસ્ટેડ સ્ટેજમાં ખરીદી અને વેચાણ કરો છો, તો ઇન્ડેક્સેસિઓ બાદ લાભો પર 20 ટકા ટેક્સ લગાડવામાં આવે છે. બે વર્ષથી ઓછા સમય માટે રાખવામાં આવેલા શેર પર મેળવેલ લાભ રોકાણકારની આવકમાં ઉમેરવામાં આવે છે અને સ્લેબ દરે કર લાદવામાં આવે છે.

આ પણ વાંચો: SBI vs ICICI: જાણો બેંકમાં રોકડ ઉપાડની મર્યાદા, હોમ બ્રાંચ અને નૉન-હોમ બ્રાંચ માટે શું છે નિયમ 

ફંડ મેનેજરના જણાવ્યા અનુસાર,”વિશ્વભરના ઇક્વિટી માર્કેટમાં જોવા મળેલા સ્ટ્રેચ વેલ્યુએશન પહેલાથી જ અન લિસ્ટેડ શેરોની કિંમત વધી છે. જો સેકન્ડરી માર્કેટમાં કરેક્શન થાય છે, તો તેનાથી માત્ર આઇપીએ સેન્ટીમેન્ટ જ નબળો નહીં પડે પરંતુ અન લિસ્ટેડ શેરોના વેલ્યૂએશન પર પણ અસર પડશે.” (NIKHIL WALAVALKAR, Moneycontrol)
First published:

Tags: Grey market, Investment, IPO, Stock

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन