જાણો - IRCTCના આરામગૃહના રૂમ બુક કરવાની સરળ રીત

જાણો - IRCTCના આરામગૃહના રૂમ બુક કરવાની સરળ રીત
પ્રતિકાત્મક તસવીર

રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ દ્વારા પ્રયાસોના ભાગ રૂપે મોટા રેલવે સ્ટેશનો ઉપર આરામ ગૃહ ચાલી રહ્યા છે. ત્યારે તેમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે.

 • Share this:
  રેલવેની મુસાફરી આરામદાયક અને સુખમયી રહે તે માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ દ્વારા પ્રયાસોના ભાગ રૂપે મોટા રેલવે સ્ટેશનો ઉપર આરામ ગૃહ ચાલી રહ્યા છે. ત્યારે તેમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે.

  આરામગૃહની સુવિધા તો ઘણા સમયથી આપવામાં આવે છે. જેમાં મુસાફરોની સુવિધા અને અનુકૂળતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આરામગૃહમાં અલગ-અલગના રૂમ આપવામાં આવે છે. સિંગલ, ડબલ અને ડોરમેટરી રૂમ મળે છે. જેમાં એસી અને નોનએસી કોમ્બોના વિકલ્પ મળે છે. આરામગૃહના બુકિંગ માટે કન્ફર્મ ટીકીટ હોવી આવશ્યક છે. જે સ્ટેશને (સોર્સ સ્ટેશન)થી બુકિંગ થયું હોય અને જે સ્થળે ઉતરવાનું હોય (ડેસ્ટિનેશન સ્ટેશન) તે સ્થળના આરામગૃહનું બુકિંગ થઈ શકે છે. ઓનલાઈન અને ઓફલાઇન એમ બન્ને પ્રકારે રૂમ રાખી શકાય છે.  આવી રીતે કરો બુકિંગ

  સ્ટેપ 1: આઇઆરસીટીસીની વેબસાઈટ ઉપર જઇ માય મેન્યુ ઉપર ક્લિક કરો. ત્યાર બાદ રિટાયરિંગ રૂમ ઉપર ક્લિક કરો. તમે આ લિંક https://www.rr.irctctourism.com/#/accommodation/in/ACBooklogin ઉપરથી પણ બુકીંગ કરી શકો છો.

  સ્ટેપ 2: આઇઆરસીટીસીની વેબસાઈટમાં લોગ ઇન કરો.

  સ્ટેપ 3: પીએનઆર નંબર નાંખી સર્ચ કરો.

  સ્ટેપ 4: જે જગ્યાનું બુકિંગ જોઈતું હોય ત્યાંનો વિકલ્પ પસંદ કરો.

  સ્ટેપ 5: તારીખ, બેડનો પ્રકાર, એસી કે નોન એસી, કોટા પૈકીના વિકલ્પો પસંદ કરો.

  સ્ટેપ 6: રૂમ ઉપલબ્ધ છે કે નહીં તે જુઓ, કોરોનાના કારણે કેટલાક સ્ટેશનો પર આ સેવા મળતી નથી.

  સ્ટેપ 7: રૂમ નંબર અને સ્લોટનો સમય બુક કરો. આઈડી કાર્ડની વિગત આપવી પડશે.

  સ્ટેપ 8: પ્રોસિડ બટન ઉપર ક્લિક કરી, પેમેન્ટ કરો.

  રૂમ કેટલા સમય સુધી મળશે?

  રૂમ 24થી 48 કલાક માટે જ આપવામાં આવે છે.

  કેન્સલ કેવી રીતે કરવું?

  રૂમ મળ્યાના 48 કલાક પહેલા બુકીંગ કેન્સલ કરી શકાય છે. જોકે 48 કલાકથી ઓછા હોય તેવા કિસ્સામાં કેન્સલ કરાવવું હોય તો 10 ટકા રકમ કપાત થાય છે. જે દિવસે રૂમ મળવાનો હોય તે દિવસે કેન્સલ કરાવતાં 50 ટકા પૈસા કપાશે.
  Published by:kiran mehta
  First published:March 05, 2021, 01:08 am

  ટૉપ ન્યૂઝ