Home /News /business /

ઓફિસમાં કેવું વર્તન રાખવું? આ છે પ્રોફેશનલ બનવાની ટિપ્સ

ઓફિસમાં કેવું વર્તન રાખવું? આ છે પ્રોફેશનલ બનવાની ટિપ્સ

ઓફિસમાં આ બાબતોનું રાખો ધ્યાન

તમે દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિ સાથે એકસરખું વર્તન ન કરી શકો. ઓફિસમાં 8-10 કલાક પસાર કરતી વખતે તમારા માટે પ્રોફેશનલ બનવું મહત્વપૂર્ણ છે. આ માટે કંપનીની નીતિની સાથે તમારે તે વસ્તુઓ વિશે પણ જાગૃત રહેવું જોઈએ, જે એક કર્મચારી તરીકે તમને શ્રેષ્ઠ બનાવે છે.

વધુ જુઓ ...
    દરેક કંપનીના પોતાના નિયમ-કાયદા હોય છે અને ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓએ પણ તેનું પાલન કરવું જોઈએ. જો તમે કોઈ કંપનીમાં નવી નોકરીમાં જોડાયા છો તો તમારે માત્ર કંપની જ નહીં, પરંતુ કાર્યસ્થળના તમામ નિયમો પણ સારી રીતે જાણી લેવા જોઈએ. જેમાંથી ઘણા દરેક જગ્યાએ સમાન જ છે.

    તમે દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિ સાથે એકસરખું વર્તન ન કરી શકો. ઓફિસમાં 8-10 કલાક પસાર કરતી વખતે તમારા માટે પ્રોફેશનલ બનવું મહત્વપૂર્ણ છે. આ માટે કંપનીની નીતિની સાથે તમારે તે વસ્તુઓ વિશે પણ જાગૃત રહેવું જોઈએ, જે એક કર્મચારી તરીકે તમને શ્રેષ્ઠ બનાવે છે.

    તમારી જવાબદારી સમજો


    મોટાભાગની કંપનીઓ ઓપન કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે. આવી સ્થિતિમાં તમામ કર્મચારીઓ ઓફિસમાં નજીક  જ બેસતા હોય છે. જો તમને ફોન પર મોટેથી વાત કરવાની આદત હોય તો તેને સુધારી લેવું સારું રહેશે. તમારા મોટેથી વાત કરવાથી તમારી નજીક બેઠેલા અન્ય લોકોને પરેશાની થઈ શકે છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે તેને સાયલન્ટ અથવા વાઇબ્રેશન મોડ પર રાખવાની જવાબદારી તમારી છે.

    આ પણ વાંચો -પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ રાહત યથાવત, જાણો તમારા શહેરમાં આજે શું ભાવ

    આંખ મિલાવીને વાત કરો


    ઓફિસમાં કોઈપણ સાથે વાત કરતી વખતે આંખનો સંપર્ક કરવો જરૂરી છે. આનાથી વ્યક્તિ એવું વિચારે છે કે તમે તેની વાત માં રસ લઈ રહ્યા છો. કોઈની સાથે વાત કરતી વખતે તેના દ્વારા કહેવામાં આવેલી મહત્વપૂર્ણ બાબતોને સાંભળવાનું ચૂકશો નહીં. નહીં તો પછીથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલા માટે મહત્વનું છે કે જે વ્યક્તિ તમારી સાથે વાત કરી રહી છે, તેને યોગ્ય સન્માન આપો.

    અનુરૂપ પોશાક પહેરવો


    ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરે છે. જ્યારે કેટલીક કંપનીઓ કોઈપણ ડ્રેસ કોડનું પાલન કરતી નથી. પરંતુ તે ઈચ્છે છે કે તેના તમામ કર્મચારીઓ વ્યવસ્થિત ડ્રેસ પેહેરે. ઓફિસમાં હંમેશા યોગ્ય અને આરામદાયક કપડાં પહેરો.

    આ પણ વાંચો - પનીર અને દહીં થશે મોંઘા, બેંક ચેક પર પણ લાગશે GST

    સમયના પાબંદ રહો


    ઓફિસ માટે સમયની પાબંદી જરૂરી છે. ખરેખર, ટ્રાફિક સમસ્યાને કારણે ક્યારેક ઓફિસ પહોંચવામાં વિલંબ થાય છે. તેનાથી બચવા માટે તમે ઘરેથી વેહલા નીકળો તે વધુ સારું છે. સમય કરતા થોડા વહેલા નીકળો, જેથી તમે સમયસર ઓફિસ પહોંચી શકો. આ જ બાબત ઓફિસ મીટિંગ માટે પણ લાગુ પડે છે.

    આ બાબતો ધ્યાનમાં રાખો

    બોલતી વખતે એવા શબ્દોનો ઉપયોગ કરો, જેથી બીજાઓ નારાજ ન થાય.

    તમે બોલો ત્યારે અવાજ પર ધ્યાન આપો. કોઈપણ સંજોગોમાં ગુસ્સા પર કાબુ ન ગુમાવો.

    જ્યારે તમે ઈમેલ ડ્રાફ્ટ કરો છો ત્યારે આ જ વાત લાગુ પડે છે.

    ધ્યાનમાં રાખો કે ઇમેઇલમાં તમે તમારી લાગણીઓ ન લખાવી જોઈએ.
    First published:

    Tags: Career tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन