આ રીતે બનો ફૂડ ડિલીવરી બોય, દર મહિને થશે 50 હજારથી વધુ કમાણી!

  • Share this:
    આજકાલ દેશમાં ઈ-કોમર્સ કંપનીઓનો વેપાર ઝડપથી વધી રહ્યો છે. આનાથી પણ વિશેષ સેગમેન્ટ્સ છે, ફૂડ ડિલીવરી. ડિલિવરી બોય 10-12 કલાકની નોકરી સાથે રૂ .50,000 થી વધુ કમાણી કરે છે. આ પહેલા આમા દર મહિને 18 થી 20 હજાર રૂપિયા મળતા હતા, આ કંપનીઓ પીકઅપ પાવર અને વરસાદ દરમિયાન ડિલિવરી માટે ઇન્સેન્ટીવ પણ આપી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અમેઝોન અને ફ્લિપકાર્ટના મુકાબલામાં ફૂડ ડિલીવરી કરનાર બોય વધારે કમાણી કરી રહ્યા છે.

    ડિલીવરી બોય અથવા ડિલીવરી ગર્લ છોકરા-છોકરીઓને કહેવાય છે, આ કંપનીનું પેકેજ કસ્ટમર સુધી પહોંચે છે. આ લોકો ફૂડ રેસ્ટોરન્ટથી લઇને ટૂંક સમયમાં જ કસ્ટમર પાસે પહોંચાડે છે. આ માટે તમામ રસ્તાઓની જાણ હોવી જરૂરી છે. આ માટે તમારા શહેરને પસંદ કરીને સારી કમાણી કરી શકો છો.

    કેટલો મળે છે પગાર - ઝમેટો સ્વિગી અને ઉબરટ્સ જેવી ફૂડ એગ્રીગેટર પ્લેટફોર્મ્સ પર ડિલીવરી એક્ઝિક્યુટિવ્સની કમાણીમાં દોઢ ગણો એટલે કે 40 થી 50 હજાર રૂપિયાનો વધારો થઇ ગયો છે. આ પહેલા 18થી 20 હજાર રુપિયા મહિનાના મળી રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી, ઝમેટો, સ્વિગી અને ઉબર્ટ્સ જેવી ફૂડ એગ્રીગેટર્સે તેમના પ્લેટફોર્મ્સ પર ડિલિવરી બોયની ચુકવણી લગભગ 60 ટકાથી વધુ કરી છે.

    સ્વિગી અને ઝમેટો આ બન્ને તેમની ડિલિવરી સિસ્ટમમાં સુધારો કરી રહ્યા છે. જાન્યુઆરીમાં, આશરે 30 હજાર ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ સ્વિગીના પ્લેટફોર્મ પર હતા, જેની સંખ્યા હવે 55 હજારથી વધુ છે. ઝમેટોના કિસ્સામાં, આ આંકડો જાન્યુઆરીમાં 1800થી વધીને 50 હજાર થયો છે.

    એક ડિલીવરી પર મળે છે 80-120 રુપિયા - સ્વિગી તેની ફ્લીટ કેપિસીટી આગામી 6-9 મહિનામાં એક લાખ ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ લેવાની યોજના બનાવી રહ્યુ છે. સ્વિગી અને ઝમેટો માટે બેંગાલૂરુ, હૈદરાબાદ, પૂણે અને દિલ્હી જેવા વિસ્તારમાં વધુ ઓર્ડરની માંગને લઇને ડિલીવરી બોયને પ્રતિ ઓડર દીઠ 80-120 મળી રહ્યા છે.

    ડિલીવરી બોય બનાવવા માટે શું જોઇએ?
    તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. સ્કૂલ પાસ હોય કે કોલેજ, પ્રમાણપત્ર હોવુ જરૂરી છે. ડિલીવરી આપવા માટે બાઇક અથવા સ્કૂટર હોવું જોઈએ. ઉપરાંત, તમારા બાઇક/સ્કૂટરનો વીમા, આરસી, ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે.

    ઓનલાઇન રજીસ્ટર કરવા માટે -

    તમારા પોતાના ઇમેઇલ સાથે નોંધણી કરો

    >> સંપૂર્ણ ફોર્મ ભરો, કોઈ પણ માહિતીને છોડશો નહીં.

    >> સેવાની શરતો પણ વાંચો

    >> બેકગ્રાઉન્ડ ચેક માટે ઇન્કાર ન કરો.

    પ્રશ્ન: ક્યાં ક્યાં પહોંચાડવાનું છે?
    જવાબ: તમારે ઓફિસ અને ઘરના સરનામાં પર પહોંચવાનું રહેશે.

    પ્રશ્ન: જો તમને લાગે કે તમે કામ કરવા માંગો છો પરંતુ તમને આવડતું નથી?
    જવાબ: જો તમને લાગે કે કામ કરવું મુશ્કેલ લાગે છે, તો નાખુશ ન થાઓ. કંપની વિગતવાર તમામ ડિલીવરી વિશે તમને સમજાવે છે.

    પ્રશ્ન: શું નોકરી કાયમી અથવા કોન્ટ્રાક્ટ છે?
    જવાબ: જોબમાં કાયમી કે કોન્ટ્રાક્ટ નથી. તમે ઇચ્છો ત્યારે નોકરી છોડી શકો છો અથવા તમારા નબળા કામને જોઈને દૂર કરી શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published: